Home> Gujarat
Advertisement
Prev
Next

'8000 પગાર અને બોટલદીઠ કમિશન', અમદાવાદના પોશ વિસ્તારમાં થતી દારૂની હોમ ડિલિવરીનો પર્દાફાશ

બોડકદેવ પોલીસ સ્ટેશનને બાતમી મળી હતી કે બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારના બંગલાઓમાં દારૂની હોમ ડિલિવરી કરવામાં આવી રહી છે. આ બાતમીના આધારે બોડકદેવ પોલીસે પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોચ રાખી હતી.

'8000 પગાર અને બોટલદીઠ કમિશન', અમદાવાદના પોશ વિસ્તારમાં થતી દારૂની હોમ ડિલિવરીનો પર્દાફાશ

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના પોશ વિસ્તારમાં પગાર પર દારૂની હોમ ડિલિવરી કરનાર સગીરની બોડકદેવ પોલીસે ઝડપ્યો છે. મુખ્ય બુટલેગરે સગીરને પગાર અને કમિશન પર રાખ્યો હતો. 

fallbacks

હવે 18 કરોડનું ચરસ દરિયામાં તરતું મળ્યું! જાણો ગુજરાતમાં ક્યાંથી મળ્યા ચરસના પેકેટ?

બોડકદેવ પોલીસ સ્ટેશનને બાતમી મળી હતી કે બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારના બંગલાઓમાં દારૂની હોમ ડિલિવરી કરવામાં આવી રહી છે. આ બાતમીના આધારે બોડકદેવ પોલીસે પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોચ રાખી હતી. એ દરમિયાન એક મોપેડ ચાલક સગીર પર શંકા જતા રોકીને તપાસ કરવામાં આવતા મોપેડ સ્કૂટરની ડેકીમાંથી 6 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. બોડકદેવ પોલીસે મોપેડ સ્કૂટર કબ્જે કરી સગીર આરોપીને લઈને કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી હતી. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો એ અંગે પૂછપરછ હાથ ધરી હતી. 

અંબાલાલે ભારે કરી! કહ્યું; શ્રીલંકા પાસે એક વરસાદી સિસ્ટમ બનશે, જે વાવાઝોડું લાવશે!

બોડકદેવ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.વી. વીંછીએ જણાવ્યું હતું કે, સગીરની પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે કે સગીરે બોડકદેવ પોલીસ સામે કબૂલાત કરતા જણાવ્યું હતું કે આ વિદેશી દારૂની હેરાફેરી માટે તેને રાણીપના અંકિત પરમારે નોકરી પર રાખેલ છે. જેમાં તેને દર માસનો પગાર 8 હજાર આપવામાં આવતો હતો. સાથે જ એક વિદેશી દારૂની બોટલના વેચાણ પર 200 રૂપિયાનું કમિશન પણ આપવામાં આવતું હતું. 

1500+ વિકેટ, ગિલ્લીઓ ઉડાવવામાં માહેર, હવે ભારતીય બોલરોને કોચિંગ આપશે આ ખૂંખાર બોલર

વિદેશી દારૂની બોટલના ગ્રાહકોને હોમ ડિલિવરી આપવા માટેથી એક્ટિવા પણ આપ્યું હતું. જેના દ્વારા દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. સાથે જ આ પ્રકારના બે સગીર રાખવામાં આવ્યા હતા. જે બંનેની શિફ્ટ પણ નક્કી કરવામાં આવી હતી. એક સગીરની શિફ્ટ સાંજના 6થી રાત્રીના 12 સુધીની શિફ્ટ હતી. તો બીજા સગીર ની સવારે 10થી સાંજના 7 વાગ્યા સુધીની રાખવામાં આવી હતી. આ બંને સગીર પાસે છેલ્લા 8 માસથી આ પ્રકારની નોકરી કરાવવામાં આવતી હતી અને જેમાં દારૂની હેરાફેરી કરાવવામાં આવતી હતી. બોડકદેવ પોલીસની તપાસમાં આ સામે આવ્યું છે.

સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CMનું સંબોધન: 10 લાખ મકાનોને આ યોજનામાં આવરી લેવાશે

બોડકદેવ પોલીસ દ્વારા વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે અંકિત પરમાર એ અમદાવાદ શહેરનો જાણીતો બુટલેગર છે અને તેના પર અત્યાર સુધીમાં 20 વિદેશી દારૂની હેરાફેરીના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાઈ ચુક્યા છે. બોડકદેવ પોલીસે ફરાર બુટલેગર અંકિત પરમાર સામે અલગ અલગ બે ફરિયાદ નોંધી છે જેમાં એક વિદેશી દારૂનો કેસ અને બીજો કેસ બાળ મજૂરી કરાવવાનો ગુનો નોંધીને ફરાર અંકિત પરમારની શોધખોળ શરુ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More