Home> Gujarat
Advertisement
Prev
Next

સગીર દીકરીના લફરાથી કંટાળ્યા પિતા, એક-બે નહિ 6 બોયફ્રેન્ડ સાથે ફરતી હતી

આજના સમયમાં આડા રસ્તા પર જઈ રહેલા ટીનેજર્સને અટકાવવા બહુ જ જરૂરી બન્યુ છે. હાલ નજર હટી તો દુર્ઘટના ઘટી જેવા ઘાટ સર્જાઈ રહ્યાં છે. ટીનેજર્સના આડા રસ્તે જવાના કિસ્સા સાંભળીને માતાપિતાનું મગજ ચકરાઈ જાય છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. પોતાના મોજશોખ પૂરા કરવા માટે અમદાવાદની એક સગીરાએ પાંચ-છ બોયફ્રેન્ડ બનાવ્યા હતા. દીકરીની આ લત છોડાવવા માટે પિતાએ 181 અભયમની ટીમની મદદ લીધી હતી. 

સગીર દીકરીના લફરાથી કંટાળ્યા પિતા, એક-બે નહિ 6 બોયફ્રેન્ડ સાથે ફરતી હતી

ઝી મીડિયા/બ્યૂરો :આજના સમયમાં આડા રસ્તા પર જઈ રહેલા ટીનેજર્સને અટકાવવા બહુ જ જરૂરી બન્યુ છે. હાલ નજર હટી તો દુર્ઘટના ઘટી જેવા ઘાટ સર્જાઈ રહ્યાં છે. ટીનેજર્સના આડા રસ્તે જવાના કિસ્સા સાંભળીને માતાપિતાનું મગજ ચકરાઈ જાય છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. પોતાના મોજશોખ પૂરા કરવા માટે અમદાવાદની એક સગીરાએ પાંચ-છ બોયફ્રેન્ડ બનાવ્યા હતા. દીકરીની આ લત છોડાવવા માટે પિતાએ 181 અભયમની ટીમની મદદ લીધી હતી. 

fallbacks

અમદાવાદમાં પિતા અને દાદીની સાથે રહેતી સગીરા ખરાબ રવાડે ચઢી ગઈ હતી. આ વિશે અભયમની ટીમે જણાવ્યું કે, અમારી ટીમને સગીરાના પિતાએ સંપર્ક કર્યો હતો. તેમણે ફરિયાદ કરી હતી કે, તેમની 15 વર્ષની દીકરી બે મહિનાની હતી ત્યારે તેની માતા ઘર છોડીને ભાગી ગઈ હતી. તેથી પિતા અને દાદીએ જ તેને ઉછેરી હતી. પિતાની આવક ખૂબ જ ટૂંકી હોવાથી તેઓ સગીરાના બધા શોખ પૂરા કરી શકે તેમ ન હતા. દીકરીના સારા ઉછેર માટે તેમણે બીજા લગ્ન પણ કર્યાન હતા. પરંતુ તેમની દીકરી મોજશોખના રવાડે ચઢી ગઈ હતી. તેણે પિતા પાસેથી રૂપિયા માંગવાની શરૂઆત કરી હતી. પરંતુ પિતા તેની ઈચ્છા પૂરી કરી શકે તેટલા સક્ષમ ન હતા. આ કારણે દીકરીએ બોયફ્રેન્ડ રાખીને પોતાના મોજશોખ પૂરા કરવાનું નક્કી કર્યુ. 

આ પણ વાંચો : Petrol Diesel Price Hike : ગુજરાતના વિવિધ શહેરોનો પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો જાણો એક ક્લિક પર 

પિતાએ કહ્યું કે, તેમની દીકરીએ મોજશોખ માટે એક નહિ, પણ પાંચ-છ બોયફ્રેન્ડ રાખ્યા હતા. આ જાણીને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેણે દાદીને કહ્યુ હતું કે, તે પોતાના રાતી કમાવીને રૂપિયા ખર્ચશે. આ માટે તેણે સેનેટરી નેપકીન વેચવાનો બિઝનેસ શરૂ કર્યાનું કહ્યુ હતું. પરંતુ કમાણીના બહાને તે બોયફ્રેન્ડ પાસેથી રૂપિયા લેતી હતી. બોયફ્રેન્ડ સાથે ફર્યા કરતી સગીરાએ મોડા ઘરે આવવાનુ શરૂ કર્યુ હતું. જેથી દાદીએ તેને ઠપકો પણ આપ્યો હતો. જેથી તેણે દાદી સાથે પણ મારઝૂડ શરૂ કરી હતી. 

આ વાતની જાણ થતા જ પિતાએ અભયમ ટીમનો સંપર્ક સાધ્યો હતો. ત્યારે અભયમની ટીમે સગીરાનુ કાઉન્સેલિંગ કર્યુ હતું. જોકે, બાદમાં સગીરાએ પોતાની ભૂલ સ્વીકારીને સીધા રસ્તે ચાલવાનુ નક્કી કર્યુ હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More