Home> India
Advertisement
Prev
Next

Indian Air Force Day 2021: ભારતીય વાયુસેનાનો 89મો સ્થાપના દિવસ, હિંડન એરબેસ પર જોવા મળ્યું વાયુવીરોનું પરાક્રમ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય વાયુસેનાના 89માં સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે આપણા વાયુવીરો અને તેમના પરિજનોને એરફોર્સ ડેની શુભેચ્છાઓ.

Indian Air Force Day 2021: ભારતીય વાયુસેનાનો 89મો સ્થાપના દિવસ, હિંડન એરબેસ પર જોવા મળ્યું વાયુવીરોનું પરાક્રમ

નવી દિલ્હી: આજે ભારતીય વાયુસેના પોતાનો 89મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. સમગ્ર દેશમાં એરફોર્સ ડેની ઉજવણી થઈ રહી છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના હિંડન એરબેસ પર ફાઈટર વિમાનો ઉડી રહ્યા છે. સમગ્ર દુનિયા આજે ભારતની તાકાત જોઈ રહી છે. આકાશમાં રાફેલ, તેજસ, અને સુખોઈના ગર્જના સાંભળીને દુશ્મન દેશો બેચેન થયા છે. ભારત-પાકિસ્તાન યુદ્ધના 50 વર્ષ પૂરા થયાના અવસરે ભારતીય વાયુસેના આ વર્ષને વિજય વર્ષ તરીકે ઉજવી રહી છે. 

fallbacks

હિંડન એરબેસ પર જોવા મળ્યો દમ
ગાઝિયાબાદ સ્થિત હિંડન એરબેસ પર ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું છે. ભારતીયે જેટ્સ અને હેલિકોપ્ટર્સ પોતાનો દમ દેખાડી રહ્યા છે. આ અગાઉ આજે ત્યાં વાયુસેનાના જવાનોએ અદભૂત કરતબ દેખાડીને શૌર્યનું પ્રદર્શન કર્યું. હિંડન એરબેસ પર પેરાટ્રુપર્સે કરતબ કર્યા. અત્રે જણાવવાનું કે આઝાદીના 75 વર્ષના અવસરે એરફોર્સ ડે પરેડમાં 75 જેટ્સ ભાગ લઈ રહ્યા છે. 

fallbacks

વાયુસેનાના પ્રમુખ એરચીફ માર્શનલ વિવેકરામ ચૌધરી, નેવી પ્રમુખ કરમબીર સિંહ, સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બીપિન રાવત ભારતીય વાયુસેના દિવસના અવસરે હિંડન એરબેસ પહોંચ્યા. 

fallbacks

પીએમ મોદીએ વાયુસેના દિવસની શુભેચ્છા પાઠવી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય વાયુસેનાના 89માં સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે આપણા વાયુવીરો અને તેમના પરિજનોને એરફોર્સ ડેની શુભેચ્છાઓ. ભારતીય વાયુસેના સાહસ, પરિશ્રમ અને પ્રોફેશનલિઝમનો પર્યાય છે. તેમણે પડકારોના સમયમાં દેશની રક્ષા કરીને અને પોતાની માનવીય ભાવનાના માધ્યમથી પોતાને પ્રતિષ્ઠિત કર્યા છે. 

રાષ્ટ્રપતિએ વાયુસેનાની કરી પ્રશંસા
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ એરફોર્સ ડે પર શુભેચ્છા પાઠવી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે વાયુસેના દિવસ પર વાયુવીરો, દિગ્ગજો અને તેમના પરિવારોને શુભેચ્છા. દેશને ભારતીય વાયુસેના પર ગર્વ છે જેણે શાંતિ અને યુદ્ધ દરમિયાન વારંવાર પોતાની યોગ્યતા અને ક્ષમતા સાબિત કરી છે. મને વિશ્વાસ છે કે ભારતીય વાયુસેના ઉત્કૃષ્ટતાના પોતાના માપદંડો જાળવી રાખશે. 

અત્રે જણાવવાનું કે 8 ઓક્ટોબર 1932ના રોજ રોયલ ઈન્ડિયન એરફોર્સની સ્થાપના થઈ હતી. ત્યારબાદ 1 એપ્રિલ 1933ના રોજ પહેલી ટુકડી બની. આઝાદી પહેલા ભારતીય વાયુસેનાનું નામ રોયલ ઈન્ડિયન એરફોર્સ હતું. આઝાદી બાદ તેનું નામ ફક્ત ઈન્ડિયન એરફોર્સ રહી ગયું. બીજા વિશ્વયુદ્ધમાં રોયલ ઈન્ડિયન એરફોર્સે મહત્વની ભૂમિકા ભજવી હતી. 

fallbacks

આઝાદી અગાઉ એરફોર્સ પર આર્મીનો કંટ્રોલ હતો. થોમસ ડબલ્યુ એલ્મહર્સ્ટ પહેલા એર ચીફ માર્શલ હતા. વાયુસેનાના આદર્શનું વાક્ય ગીતામાંથી લેવાયું છે. વાયુસેનાનું આદર્શ વાક્ય  'नभ: स्पृशं दीप्तम' છે. 

ભારતીય વાયુસેનાની ઉપલબ્ધિઓ
ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરી 2019ના રોજ પાકિસ્તાનમાં બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરી. 13 એપ્રિલ 1984ના રોજ ઓપરેશન મેઘદૂત કર્યું. 1947-48માં કાશ્મીર ઓપરેશન કર્યું. 1962માં ચીન સાથે યુદ્ધ કર્યું. 1965માં ઉપ મહાદ્વીપમાં યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી. 1971માં ભારત-પાક યુદ્ધમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી. 11 ઓક્ટોબર 1987ના રોજ ઓપરેશન પવનને અંજામ આપ્યો. 4 જૂન 1987ના રોજ ઓપરેશન પુમલાઈ કર્યું. 3 નવેમ્બર 1988ના રોજ ઓપરેશન કેક્ટસ સફળતાપૂર્વક પાર પાડ્યું. 11 મે 1999ના દિવસે ઓપરેશન સફેદ સાગરને અંજામ આપ્યો. 27 ડિસેમ્બર 2004ના રોજ ઓપરેશન રેનબો કર્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More