Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ: આંતરજ્ઞાતિય પ્રેમ લગ્ન કરતા યુવકની જાહેરમાં કરાઇ ઘાતકી હત્યા

અમદાવાદ જીલ્લામા આંતરજ્ઞાતીય પ્રેમ લગ્ન કરતા યુવકની જાહેરમા ઘાતકી હત્યાથી સનસનાટી મચી ગઈ છે. પત્નીના પરિવારે જ કરી હત્યા કરી દેતા મામલો બિચક્યો હતો.  માડંલ પોલીસે આરોપીઓની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે.

અમદાવાદ: આંતરજ્ઞાતિય પ્રેમ લગ્ન કરતા યુવકની જાહેરમાં કરાઇ ઘાતકી હત્યા

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ જીલ્લામા આંતરજ્ઞાતીય પ્રેમ લગ્ન કરતા યુવકની જાહેરમા ઘાતકી હત્યાથી સનસનાટી મચી ગઈ છે. પત્નીના પરિવારે જ કરી હત્યા કરી દેતા મામલો બિચક્યો હતો.  માડંલ પોલીસે આરોપીઓની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે.

fallbacks

અમદાવાદ જિલ્લાનાં માંડલનાં વરમોર ગામમાં એક દલિત યુવાનની હત્યા કરી દેતા સનસનાટી મચી છે. ગાંધીધામનાં રહેવાસી હરેશ યશવંતભાઇ સોલંકીએ વરમોર ગામમાં રહેતી યુવતી સાથે આંતરજ્ઞાતીય પ્રેમ લગ્ન કર્યાં હતાં. યુવતીનાં માતાપિતા તેને ખુશીથી ગાંધીધામથી વણમોર રહેવા માટે લઇ ગયા હતાં. જે બાદ આ યુવકને પણ ત્યાં બોલાવીને તીક્ષ્ણ હથિયારોથી માર મારીને હત્યા કરી દીધી છે. યુવતી બે માસ ગર્ભવતી હતી. આ ઘટનાથી પોલીસ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો અને તપાસ શરૂ કરી હતી.

ગુજરાત યુનિવર્સીટી બન્યું યુદ્ધનું મેદાન, ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે મારામારી

ઘટનાની વિગત એવી છે કે ગાંધીધામમા રહેતા હરેશ સોલંકીએ વરમોર ગામે રહેતી ઉર્મીલાબેન ઝાલા કડી ખાતે કોલેજમા અભ્યાસ દરમ્યાન બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો. અને બન્ને છ મહિના અગાઉ પ્રેમલગ્ન કર્યાં હતાં. બે મહિના પહેલા યુવતીનાં માતાપિતા યુવકનાં ઘરેથી યુવતીને લઇ ગયા હતા અને યુવકને પણ ત્યાં બોલાવ્યો હતો. આ યુવતીને બે મહિનાનો ગર્ભ પણ છે.  

અમદાવાદ: નરોડાની સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકના મોતથી હોબાળો

યુવકે વરમોર જતા પહેલા અભયમમા જાણ કરીને તેમની ટીમને પણ સસરાને ઘરે સમજાવવા માટે બોલાવ્યાં હતાં. જે બાદ અભ્યમની ટીમ યુવતીનાં ઘરે સમજાવવા માટે ગયા હતાં. જ્યારે યુવકને વાનની અંદર બેસવાનું કહ્યું હતું. ઘરે યુવતીનાં પરિવારને સમજાવીને અભ્યમની ટીમ બહાર આવી ત્યારે ત્યાં એક ટોળું હાથમાં ધારિયા, તલવાર, છરી અને લાકડીઓ લઇને આવી હતી. આ ટોળાએ અભ્યમની વાન અને યુવક પર હુમલો કર્યો હતો. જેમાં યુવકની હત્યા કરવામાં આવી હતી.

બેરોજગાર યુવાનો માટે સારા સમાચાર, ગુજરાત એસટીમાં 5300 જગ્યાઓ પર ભરતી

જુઓ LIVE TV

પોલીસે હત્યા કેસમા દશરથસિંહ ધનુભા ઝાલા, ઇન્દ્રજીતસિંહ ઉર્ફે કાનો દશરથસિંહ ઝાલા, હસમુખસિંહ, જયદીપસિંહ, અજયસિંહ, અનીપસિંહ, પરબતસિંહ, હરીશચંદ્રસિંહ સહિત 8 આરોપી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. આ તમામ આરોપીઓ માંડલનાં જ રહેવાસી છે. આ આરોપીઓમાંથી બે વ્યકિતની ધરપકડ થઇ છે અને અન્ય બધા ફરાર છે. હાલમા માડંલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More