નવી દિલ્હીઃ કેપ્ટન વિરાટ કોહલી માત્ર રમતથી નહીં, પોતાના સાથી ખેલાડીઓની મિમિક્રી કરવા માટે પણ જાણીતો છે. મેદાનથી અલગ એવી ઘણી ઘટના છે, જ્યારે તેણે પોતાના સાથી ખેલાડીઓની નકલ કરી હોય. હવે આવો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે સાથી બોલર જસપ્રીત બુમરાહની નકલ કરી રહ્યો છે. તે જસપ્રીત બુમરાહની સ્ટાઇલમાં રનઅપ લઈને બોલિંગ કરી રહ્યો છે. પછી તેવો જશ્ન મનાવી રહ્યો છે, જેમ બુમરાહ વિકેટ લીધા બાદ મનાવે છે.
વિરાટ કોહલી હાલના સમયમાં સૌથી શાનદાર બેટ્સમેન છે. પરંતુ તે મીડિયમ ફાસ્ટ શૈલીનો બોલર પણ છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે 8 વિકેટ ઝડપી ચુક્યો છે. તે કેપ્ટન બન્યા બાદ ભાગ્યે જ બોલિંગ કરતા જોવા મળ્યો હતો. પરંતુ તે તેની ભરપાઈ નેટ્સમાં કરે છે. વિરાટ કોહલી પ્રેક્ટિસ દરમિયાન ઘણીવાર બોલિંગ કરતો જોવા મળ્યો છે. આ દરમિયાન તેણે જસપ્રીત બુમરાહની બોલિંગ સ્ટાઇલની નકલ પણ કરી હતી.
Here is Virat Bumrah 😍🤣😍🤣#INDvNZ #indiavsNewzealand #WorldCup19 #Koimoi #NZvIND pic.twitter.com/sLHKakGvtb
— The Trend JUNCTION (@Promojunction) July 9, 2019
વિરાટ કોહલીએ એક વાર જણાવ્યું હતું કે, તે પોતાની બોલિંગને લઈને હંમેશા ગંભીર રહ્યો છે. પરંતુ તેનું રનઅપ થોડુ અજીબ છે. આ કારણે તે ઘણીવાર લપસી જાય છે. તેણે આ દરમિયાન બુમરાહને લઈને એક કિસ્સો સંભળાવ્યો હતો. વિરાટે જણાવ્યું, 'એક મેચમાં જીતની નજીક હતી. જીત નક્કી હતી. વિરાટના કહેવા પર ધોનીએ તેને બોલિંગ આપી હતી. જ્યારે વિરાટના હાથમાં બોલ આપ્યો, ત્યારે બાઉન્ડ્રી પર ઉભેલા બુમરાહે રાડ પાડી. તે બોલ્યો- અરે ભાઈ અહીં કોઈ મજાક ચાલી રહી નથી.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે