Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ: મહારાષ્ટ્રમાંથી લાખોની ઠગાઈ કરનારા 2 ઠગ 25 લાખની રોકડ સાથે ઝડપાયા

શહેરના ચાંદખેડા પોલીસે 25 લાખ રોકડ સાથે 2 વોન્ટેડ આરોપીની ધરપકડ કરી લીધી છે. બંને આરોપીઓ મુંબઈમાં છેતરપિંડી કરી ફરાર હતા

અમદાવાદ: મહારાષ્ટ્રમાંથી લાખોની ઠગાઈ કરનારા 2 ઠગ 25 લાખની રોકડ સાથે ઝડપાયા

મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરના ચાંદખેડા પોલીસે 25 લાખ રોકડ સાથે 2 વોન્ટેડ આરોપીની ધરપકડ કરી લીધી છે. બંને આરોપીઓ મુંબઈમાં છેતરપિંડી કરી ફરાર હતા. રાજયની અલગ-અલગ જગ્યાએ લોન આપવાનું કહી લોકો સાથે છેતરપિંડી કરતા હતાં. હાલ બન્ને આરોપીઓને મહારાષ્ટ્ર પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરી છે. બંન્નેએ મુંબઇમાં લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી.

fallbacks

Gujarat Corona Update: આજે કોરોનાના નવા 1278 નવા કેસ, 1266 દર્દી સાજા થયા, 10ના મોત

ચાંદખેડા પોલીસની હાથે લાગેલા આ બન્ને આરોપીઓ મોસ્ટ વોન્ટેડ ચીટરો છે અને અમદાવાદમાં ફરી રહ્યા હતા. ચાંદખેડા પોલીસ ન્યૂ સીજી રોડ પર પેટ્રોલિંગમાં હતી, ત્યારે આરોપીઓ કારને લઈ નિકળ્યા હતા. પોલીસને શંકા જતા પોલીસે ગાડી રોકી અને તપાસ કરી તો ગાડીમાંથી અલગ અલગ 3 બેગો હતી. જેમાં એક બેગમાં 25 લાખ રોકડ રકમ મળી આવી હતી. સાથો સાથ લેપટોપ અને મોબાઈલ પણ મળી આવ્યા હતા. પોલીસે અટકાયત કરી તપાસ શરૂ કરી તો ચોકવાનરી માહિતી સામે આવી હતી.

કુખ્યાત જયેશ પટેલનો વધુ એક સાગરીત રજાક સોપારી ATS અને જામનગર SOG ના સંયુક્ત ઓપરેશનમાં ઝડપાયો

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ મહારાષ્ટ્રમાં 2019 માં એક ગુનામાં ફરાર હતા. બંને આરોપી સામે છેતરપિંડીનો ગુનો પણ દાખલ થયો હતો. મળતી માહિતી પ્રમાણે આરોપીઓ લોકોને લોન આપવાનું કહી છેતરપિંડી કરતા હતા. ખાસ કરીને આરોપીઓ કોઈ પણ રાજય માં જાય ત્યાં હોટેલ માં રોકાઈ ફોન કરતા અને છેતરપિંડી કરતા હતા. આરોપી તરુણ સચદેવ અને સતપાલ સિંહ બંને આરોપીઓની હાલ તપાસ ચાલી રહી છે. નોંધનીય છે કે આરોપીઓને મહારાષ્ટ્ર પોલીસ તપાસ માટે લઈ જશે. મહારાષ્ટ્ર પોલીસની વાત માનીએ તો આરોપીઓની તપાસ માં અનેક ભોગ બનનાર સામે આવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More