Ahmedabad News દર્શલ રાવલ/અમદાવાદ : 24 કલાકમાં તમારી સમસ્યાનું સમાધાન લાવવાની ખાતરી આપનારથી જરા ચેતજો. સોશિયલ મીડિયામાં આવી જ ખાતરી આપતો વીડીયો અને રિલ્સ જોવી અમદાવાદના એક યુવાનને ભારે પડી. રિલ્સ જોયા બાદ યુવાનને શખ્સે તાંત્રિક વિધિના નામે સમસ્યા દૂર કરવા ખાતરી આપી હતી. જોકે તાંત્રિક વિધિના નામે શખ્સ યુવાન સાથે છેતરપિંડી કરી હતી. છેતરપિંડી કરનાર સામે પોલીસે કાર્યવાહી કરી.
ખાડિયા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી ફરિયાદ આધારે કાર્યવાહી કરાઈ છે. ફરિયાદી યુવકે મનપસંદ યુવતી સાથે લગ્નમાં બાધા હોવાની વાત કરી હતી. રિલ્સ જોયા બાદ સંપર્ક કરતા વિનોદ જોશીનો સંપર્ક થયો હતો. વિનોદ જોશીએ શરૂઆતમાં રજિસ્ટ્રેશન પેટે 1 હજાર લીધા હતા. બાદમાં તાંત્રિક વિધિના નામે 6 લાખ રૂપિયા પડાવ્યા હતા. નાણાં લઈને કામ ન કરી આપતા યુવાને પોલીસ ફરિયાદ કરી. ફરિયાદ મળતા પોલીસે છેતરપિંડી કરનારને ઝડપી કાર્યવાહી કરી.
ખાડિયા પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન ઠગાઈની ફરિયાદ કરી. આરોપીએ લગ્ન કરાવવાની લાલચ આપી 6 લાખની ઠગાઈ કરી હતી. ફરિયાદી યુવકે જણાવ્યું કે, લાંબા સમયથી તેના લગ્ન થતા ન હતા. તેથી તેણે એક ઈન્સ્ટાગ્રામ પેજ પર સંપર્ક કર્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર યોગ એસ્ટ્રોલોજર આઇડી પરથી યુવકને લગ્ન માટે તાંત્રિક વિધિનો મેસેજ આવ્યો હતો. જેમાં સૌ પ્રથમ વાત કરવા 1000 રૂપિયા એડવાન્સ ભરાવવામાં આવ્યા હતા. યુવકના લગ્ન ન થતા હોવાથી તેને આરોપીએ માગ્યા મુજબ સમય અંતરે પૈસા આપ્યા હતા.
નરેશે છીનવી અલ્પેશના ઘરની ખુશી, જેને પત્નીનો મિત્ર ગણ્યો તે જ તેનો પ્રેમી નીકળ્યો
ફરિયાદી 2023 - 25 સુધીમાં 6.07 લાખ જેટલી રકમ આપવા છતાં કોઈ ફરક આવ્યો ન હતો, તેના લગ્ન થયા ન હતા. આખરે યુવાને ખાડિયા પોલીસને તેની સાથે છેતરપિંડી થઈ હોય તેવી ફરિયાદ નોંધાઈ હતી. તપાસ કરતા પોલીસ ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરાઈ.
ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને બેંક ટ્રાન્ઝેક્શન પરથી પોલીસ આરોપી સુધી પહોંચી હતી. તપાસમાં ખૂલ્યું કે, આરોપી સાથે ચાર પાંચ વ્યક્તિ મળીને આ કાર્ય કરતા હતા. માત્ર 2024 માં આરોપીના બેંકમાં 50 લાખનું ટ્રાન્ઝેક્શન થયું હતું. આરોપી તેની ટોળકી મળીને ચાર ઈન્સ્ટાગ્રામ આઇડી પરથી વશીકરણ, પ્રેમ સંબંધ ,વિદેશ વિઝા, મુઠ ચોટ, છૂટા છેડા કરાવતા હતા.
આ વિશે ખાડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ એસજે ભાટિયાએ જણાવ્યું કે, આરોપી વિનોદ બાપુનગરના ખોડિયારનગર વિસ્તારમાં ચંદ્રભાગા સોસાયટીમાંથી પેજ હેન્ડલ કરતો હતો. આરોપીની ધરપકડ હાલ કરવામાં આવી છે વધુ તપાસ હાલ પોલીસ કરી રહી છે.
દાદા દિલ્હી ઉપડ્યા, શું નવા પ્રમુખનું નામ લઈને ગુજરાત પાછા આવશે? કંઈક નવાજૂની થવાની
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે