ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના કુખ્યાત ગુનેગાર શિવામહાલિંગમ ઉર્ફે આફતાબની નારોલથી ધરપકડ કરી લીધી છે. આરોપીએ જુહાપુરાના બિલ્ડર પાસેથી કરોડો રૂપિયાની ખંડણી માગી હતી. આરોપી મહાલિંગમ ઉર્ફે શિવ ઉર્ફે આફતાબએ ગઈ તારીખ 20મી ડિસેમ્બર 2018ના દિવસે જુહાપુરાના બિલ્ડર ઇસ્માઇલ શેખને ફોન કરી 50 લાખની ખંડણી માંગી હતી.
આ અંગે ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ફરિયાદ નોંધાતા મહાલિંગમ ઉર્ફે શિવ ઉર્ફે આફતાબએ પોતાની ખંડણીની રકમ 2 કરોડ કરી નાખી હતી. અને જે વાતચીતની ઓડિયો ક્લિપિંગ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. આરોપી મહાલિંગમ ઉર્ફે શિવ ઉર્ફે આફતાબએ વર્ષ 2018માં જુહાપુરામાં જ એક હત્યા કરી હતી.
જે કેસમાં અમદાવાદ પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. પરંતુ પેરોલ પર છૂટતાની સાથે જ જુહાપુરાના બિલ્ડરને ફોન કરી ધમકી આપીને ખંડણી માંગી હતી. ધમકીમાં કહ્યું હતું કે, ફરિયાદી કોઈ પણ પોલીસ અધિકારી પાસે જશે પણ પૈસા તો આપવા જ પડશે નહિ તો ગોળી મારી દેશે. આરોપી મહાલિંગમ ઉર્ફે શિવ ઉર્ફે આફતાબ પોલીસ ગિરફ્તમાં આવી જતા ફરિયાદી ઇસ્માઇલ શેખે રાહતનો શ્વાસ લીધો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે