Home> India
Advertisement
Prev
Next

NDAની ડિનર ડિપ્લોમસી, 36 પક્ષોના નેતાઓએ પીએમ મોદી પર ભરોસો જતાવ્યો

ચૂંટણીના પરિણામો અગાઉ ભાજપ અધ્યક્ષ અમિત શાહે એનડીએના સાથી પક્ષો માટે દિલ્હીમાં એક ડિનરનું આયોજન કર્યું. જેમાં એનડીએના તમામ ઘટક  પક્ષો ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ સામેલ થયા છે. લોકસભા ચૂંટણીના પરિણામો 23મી મેના રોજ જાહેર થનાર છે. તે પહેલા જ આ ડિનરને ખુબ મહત્વનું ગણવામાં આવી રહ્યું છે. 

NDAની ડિનર ડિપ્લોમસી, 36 પક્ષોના નેતાઓએ પીએમ મોદી પર ભરોસો જતાવ્યો

નવી દિલ્હી: ચૂંટણીના પરિણામો અગાઉ ભાજપ અધ્યક્ષ અમિત શાહે એનડીએના સાથી પક્ષો માટે દિલ્હીમાં એક ડિનરનું આયોજન કર્યું. જેમાં એનડીએના તમામ ઘટક  પક્ષો ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ સામેલ થયા હતાં. લોકસભા ચૂંટણીના પરિણામો 23મી મેના રોજ જાહેર થનાર છે. તે પહેલા જ આ ડિનરને ખુબ મહત્વનું ગણવામાં આવી રહ્યું છે.  પીએમ મોદી પણ આ ડિનરમાં ભાગ લેવા માટે અશોકા હોટલ પહોંચ્યા હતાં. અહીં પણ એનડીએના તમામ પક્ષોએ તેમનું સ્વાગત કર્યું. પીએમ મોદી પહોંચ્યા ત્યારે ભાજપ અધ્યક્ષે તેમનું સ્વાગત કર્યું હતું.  

fallbacks

fallbacks

એનડીએના ડિનરમાં 36 પક્ષોના નેતાઓ સામેલ થયા. 3 પાર્ટીઓ સામેલ થઈ શકી નહીં. તેમણે લેખિતમાં સમર્થન આપ્યું છે. ડિનર બાદ એલજેપી પ્રમુખ રામવિલાસ પાસવાને એક પ્રસ્તાવ રજુ કર્યો. પ્રસ્તાવ મુજબ આ ચૂંટણી ભારતની આશાઓની ચૂંટણી હતી. આ પ્રસ્તાવમાં સરકારની યોજનાઓનો ઉલ્લેખ કર્યો છે. જેમાં આયુષ્યમાન ભારત, ઉજ્જવલા યોજના જેવી યોજનાઓનો ઉલ્લેખ છે. 

fallbacks

રાજનાથ સિંહે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે અમારી સરકાર પ્રગતિની ગતિને વધારશે. અમે ભારતની અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડોલરની બનાવીશું. રાજનાથ સિંહે કહ્યું કે આ બેઠકમાં પીએમ મોદીએ સંબોધન કર્યું અને બધાનો આભાર માન્યો. તેમણે કહ્યું કે, એનડીએના તમામ પક્ષોને પીએમ મોદી પર વિશ્વાસ છે. એનડીએ હવે એક પરિવાર બની ચૂક્યો છે. આ ફક્ત એક ગઠબંધન નથી પરંતુ એક પરિવાર બની ગયો છે. પીએમ મોદીના જણાવ્યાં મુજબ  દેશે હવે જાતિના બંધનમાંથી મુક્ત થવું જોઈએ. દેશમાં એક જ મોટી જાતિ છે અને તે છે ગરીબી. 

ડિનર ડિપ્લોમસી પહેલા PM મોદી પહોંચ્યાં BJP હેડક્વાર્ટર, કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક

રાજનાથ સિંહે કહ્યું કે NDAએ સંકલ્પ લીધો છે કે આવનારા વર્ષોમાં અમે પ્રગતિની ગતિને આગળ લઈ જઈશું અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં 100 લાખ કરોડનું રોકાણ કરીશું. NDA બેઠકમાં એક મહત્વનો પ્રસ્તાવ પસાર થયો, જેમાં પીએમ અને કાઉન્સીલ ઓફ મિનિસ્ટર્સને અભિનંદન પાઠવવામાં આવ્યાં. અમિત શાહ અને પીએમએ બધાને ચૂંટણીમાં અથાગ પ્રચાર બદલ ધન્યવાદ આપ્યાં. 

રાજનાથ સિંહે કહ્યું કે એક પ્રસ્તાવ પાસ થયો જે રામવિલાસ પાસવાને રજુ  કર્યો. પ્રસ્તાવમાં લખ્યું છે કે પીએમ અને મંત્રી પરિષદને અભિનંદન પાઠવવામાં આવ્યાં. તેમના કામોના વખાણ કરાયા. સરકારની યોજનાઓના વખાણ કરાયા. 36 પક્ષોએ એનડીએની બેઠકમાં ભાગ લીધો. 3 પક્ષોએ પોતાના સમર્થનપત્રો મોકલ્યા છે. તમામે પીએમનું સ્વાગત કર્યું અને અભિનંદન કર્યું. 

ડિનર દરમિયાન પીએમએ કહ્યું, એનડીએ ફક્ત અલાયન્સ નથી પરંતુ વી આર જસ્ટ લાઈક ફેમિલી. રાજનાથે કહ્યું કે પશ્ચિમ બંગાળ અને કેરળમાં હિંસાની નિંદા કરાઈ. દેશની જનતાને ખબર છે કે અશક્ય પણ શક્ય છે. સરકારની ઔપચારિક રીતે શપથ અગાઉ એનડીએ દ્વારા દેશના વિકાસને ગતિ આપવા માટે એક રૂપરેખા તૈયાર કરાઈ. અમે કૃષિ અને ગ્રામિણ વિકાસમાં 25 લાખ કરોડનું રોકાણ કરીશું. 

ભાજપની આ ડિનર પાર્ટીમાં નેતાઓના આગમનની શરૂઆત થઈ ગઈ છે. જેડીયુ ચીફ અને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર ઉપરાંત શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ આ ડિનરમાં પહોંચ્યા હતાં.

જુઓ LIVE TV

હાલમાં જ પૂરી થયેલી લોકસભા ચૂંટણીની મતગણતરીના  બે દિવસ અગાઉ આયોજિત બેઠકમાં મતગણતરી બાદની રણનીતિ તૈયાર થઈ શકે છે. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર ઉપરાંત લોક જનશક્તિ પાર્ટી (એલજેપી) અધ્યક્ષ રામ વિલાસ પાસવાન પણ ડિનરમાં સામેલ થયા છે. 

આખો બાદલ પરિવાર હાજર
એનડીએના આ ડિનરમાં સમગ્ર બાદલ પરિવાર હાજર રહ્યો છે. અકાલી દળના અધ્યક્ષ પ્રકાશસિંહ બાદલ, સુખબીર સિંહ બાદલ, અને કેન્દ્રીય મંત્રી  હરસિમરત કૌર પણ ડિનરમાં પહોંચ્યા. 
 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More