Home> Gujarat
Advertisement
Prev
Next

અચાનક અંબાજીમાં શું થયું? તાબડતોડ રોપ-વે બંધ રાખવાની જાહેરાત, ફરી ક્યારે થશે શરૂ?

Ambaji Ropeway Close: અંબાજી ગબ્બર પર્વત પર આવેલા રોપ-વેની સેવા આગામી 21 જુલાઈથી 25 જુલાઈ 2025 સુધી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન વાર્ષિક સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે.  

અચાનક અંબાજીમાં શું થયું? તાબડતોડ રોપ-વે બંધ રાખવાની જાહેરાત, ફરી ક્યારે થશે શરૂ?

Ambaji Ropeway Close: સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. જો તમે આગામી દિવસો અંબાજી જવાના હોય તો આ સમાચાર તમારી માટે છે. અંબાજીના ગબ્બર પર રોપ વે 5 દિવસ બંધ રહેવાનો છે. જી હા.. પ્રાથમિક માહિતી પ્રમાણે 21 થી 25 જુલાઈ સુધી રોપ વે સેવા બંધ રહેશે. આ તરફ હવે રોપ વે બંધ હોવાથી ભક્તોને ગબ્બર ચાલતા ચડવું પડશે. તમને જણાવી દઈએ કે યાત્રાધામ અંબાજીમાં વર્ષે દહાડે મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે અંબાજી જતા હોય છે.

fallbacks

'પ્લેનમાં ગડબડ છે...' હવામાં પહોંચતા જ એર ઇન્ડિયાના વિમાનનો અચાનક યુ-ટર્ન

હજારોની સંખ્યામાં લોકો આવતા હોઈ લોકો ગબ્બર ચડવા રોપ-વેમાં પણ બેસતા હોય છે. ત્યારે તંત્ર દ્વારા નિયત સમયગાળામાં રોપ-વેની જાળવણી પણ ખુબ જરૂરી બને છે. મહત્વનું છે કે, હવે રોપ વે નાં મેન્ટેનન્સ ની કામગીરીને લઇ આગામી 5 દિવસ સુધી આ રોપ વે બંધ રહેશે. એટલે કે, આગામી 21 થી 25 જુલાઈ સુધી રોપ વે સેવા બંધ રહેશે. આ રોપ વે બંધ ભક્તોને ગબ્બર ચાલતા ચડવું પડશે. અહીં એ પણ નોંધનીય છે કે, 26 જુલાઈથી રોપ વે સુવિધા ફરી ચાલુ કરવામાં આવશે.

શક્તિપીઠ અંબાજીના ગબ્બર ઉડન ખટોલાની રોપ-વે સેવા 05 દિવસ બંધ કરાશે. જી હા... તારીખ 21/07/2025 થી 25/07/2025 સુધીનો લેવાયો નિર્ણય મેન્ટેનન્સ કામગીરી કરવામાં આવ્યો છે. અંબાજીના ગબ્બર ગોખના દર્શન કરવા હજારો શ્રદ્ધાળુઓ  રોપવે દ્વારા માતાજીની અખંડ જ્યોતના દર્શન કરવા રોપ વે દ્વારા જતા હોય છે, ત્યારે યાત્રિકોની સલામતી અને સુરક્ષા માટે રોપ-વેની સાર સંભાળ (મેન્ટેનેન્સ) કરવાનું થતું હોઈ રોપ વે સેવા બંધ રહેશે. 26/07/2025 થી રોપ-વે સેવા પુનઃ શરૂ કરવામાં આવશે. જોકે રોપ-વે સેવા બંધ કરાતા શ્રદ્ધાળુઓ માટે ગબ્બરગઢ ઉપર અખંડ જ્યોતના દર્શાનર્થે પગપાળા પગથિયાં દ્વારા જવા રસ્તો ચાલું રહેશે. 

સરદાર પટેલના અપમાન અંગે રાજ ઠાકરે પર બગડ્યા અલ્પેશ કથીરિયા? મનસે નેતાને આપી વોર્નિગ

1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો
આ વર્ષે 1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. અંબાજી ખાતે આ વર્ષે યોજાનાર ભાદરવી પૂનમ મહામેળા આયોજનને લઈને કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. તમને જણાવી દઈએ કે બનાસકાંઠામાં અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમ નિમિતે પરંપરાગત મેળાનું આયોજન થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More