Ambala Patel Prediction : ગુજરાતના વાતાવરણમાં મોટા પલટા આવી રહ્યાં છે. ભર ઉનાળે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતના વાતાવરમમાં થઈ રહેલી આ મોટી ઉથલપાથલ વિશે નવી આગાહી કરી છે.
અંબાલાલ પટેલની નવી આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, આજે ગુજરાતના અનેક ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદ થઈ શકે છે. 28 મેથી જુનની શરૂઆત સુધીમાં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ આવશે. આ દિવસોમાં પવનની ગતિના કારણે પશુપાલકોએ સાવચેતી રાખવી પડશે.
ગુજરાતમાં ચોમાસું ક્યારે
કેરળ, મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે તે વિશે અંબાલાલ પટેલે કહ્યું કે, હાલ ચોમાસું ગતિ પકડી રહ્યું છે. 10 જુન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પહોંચશે. અરબ સાગરમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદ લાવશે. મુંબઈ-મહારાષ્ટ્રમાં ભારે વરસાદ લાવશે, જેનાથી જળ ભરાવાની સ્થિતિ સર્જાશે. તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થશે.
10 જુન સુધી વરસાદ ખેંચાશે
તેમણે કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ થશે. શરૂઆતી વરસાદ બાદ સિસ્ટમ ન બનતા 10 જુન બાદ છૂટોછવાયો વરસાદ આવી શકે છે. જોકે, 10 જુન બાદ વરસાદ ખેંચાવાની શક્યતા છે. અરબી સમુદ્ર તોફાની બનશે અને કરંટ જોવા મળશે. 65 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.
મહારાષ્ટ્રમાં 12 દિવસ વહેલું બેઠું ચોમાસું
દેશમાં મેઘરાજાની સવારી આગળ વધી રહી છે. કેરળ બાદ મહારાષ્ટ્રમાં 12 દિવસ વહેલું ચોમાસું બેઠું છે. હવે 2-3 દિવસમાં મુંબઈમાં ચોમાસાનું આગમન થશે. 7થી 11 જૂન વચ્ચે આવતું ચોમાસુ મુંબઈમાં પણ વહેલું આવશે. બે દિવસ પહેલા કેરળમાં ચોમાસાનો સત્તાવાર પ્રારંભ થયો છે. કેરળમાં 8 દિવસ વહેલું નૈઋત્યનું ચોમાસું બેઠું છે. ત્યારે મુંબઈમાં ચોમાસાની શરૂઆત બાદ ગુજરાત તરફ મેઘસવારી આવશે.
મુંબઈમાં ધોધમાર વરસાદ .
ડીપ ડિપ્રેશનની અસરને પગલે મહારાષ્ટ્રમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો. રસ્તાઓ પર ભારે પાણી ભરાઈ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. વરસાદને કારણે વિઝિબિલિટી ડાઉન થતાં વાહનચાલકો હેડલાઈટ ચાલુ રાખવા મજબૂર બન્યા છે. મુંબઈમાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. રસ્તા પર વાહનચાલકોને હાલાકી પડી રહી છે. અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાક વરસ્યો વરસાદ વરસ્યો.
26 મે તારીખ સાથે PM મોદીનું છે ખાસ કનેક્શન, આ દિવસે શરૂ થયો હતો રાજકારણનો નવો અધ્યાય
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે