Ambalal Patel Ni Agahi : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ નક્ષત્રોના આધારે રાજકીય આગાહીઓ પણ કરતા હોય છે. ત્યારે તેમણે આગામી સમયમાં દેશ દુનિયામાં કેવી રાજકીય હલચલ થશે તે અંગે આગાહી કરી છે. જે ખતરનાક છે.
અંબાલાલ પટેલની રાજકીય આગાહી
અંબાલાલ પટેલ રાજકારણની આગાહી કરવામાં પણ માહેર છે. તેમણે આગામી સમયમાં શું થશે તે વિશે આગાહી કરતા કહ્યું કે, ઓગસ્ટ મહિનાથી 3 સેપ્ટેબર સુધી રાજકીય ગતિવિધિઓ વધી જશે. બાંગ્લાદેશ, પાકિસ્તાનમાં મોટી ગરબડ થશે. ભારતે સરહદો સાચવવાની જરૂર પડશે. નેપાળ સરહદથી આતંકી પ્રવૃતિઓ વધશે. તો અમેરિકાની પ્રવૃત્તિઓ પણ ચિંતાજનક વધી જશે. યુનો જેવી સંસ્થાઓએ મધ્યસ્થી કરવી પડે તેવી સ્થિતિમાં નિર્માણ થશે. શાંતિ માટે પ્રયાસો કરવા પડશે જો ન થાય તો વિશ્વભરમાં અશાંતિ ફેલાઈ શકે છે.
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, આજથી ગુજરાતમાં સારો વરસાદ જોવા મળશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. 23 થી 24 તારીખથી પંચમહાલ, અરવલ્લી સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો ભરુચ સહિત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના ભાગમાં મધ્યમથી ભારે વરસાદ આવશે.
26 થી 30 તારીખ સુધીમાં નર્મદાનું જળસ્તર વધશે અને બંને કાંઠે વહેશે. સાબરમતી નદીના જળ સ્તરમાં પણ વધારો થશે. જો કે 27 તારીખથી ગુજરાતમાં ભારે પવન વરસાદ સાથે વધશે.
સાણંદની હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલમાં કોણ કોણ પકડાયું, આ રહ્યું 39 નબીરાઓનું લિસ્ટ
ગુજરાતમાં ચાલુ વર્ષે મોસમનો કુલ સરેરાશ ૫૩ ટકાથી વધુ વરસાદ નોંધાયો
ગુજરાતમાં અત્યાર સુધીમાં ચાલુ વર્ષે મોસમનો કુલ સરેરાશ વરસાદ ૫૩.૩૯ ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ રીઝીયનમાં ૬૩.૩૫ ટકા ત્યારબાદ દક્ષિણ ગુજરાત રીઝીયનમાં ૫૬.૩૨ ટકા, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ૫૨ ટકાથી વધુ અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૫૦.૦૬ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના પાંચ તાલુકામાં ૩.૫ ઇંચ સુધી વરસાદ વરસ્યો
ચોમાસા દરમિયાન રાજ્યના ૧૪૧ તાલુકામાં ૨૫૧થી ૫૦૦ મિમિ સુધી, ૫૫ તાલુકામાં ૫૦૧થી ૧૦૦૦ મિમિ તેમજ ૧૮ તાલુકામાં ૧૦૦૦ મિમિથી વધુ એટલે કે ૪૦ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત છેલ્લા ૨૪ કલાકમાં જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને જોડિયા સાડા ત્રણ ઇંચથી વધુ, જૂનાગઢ શહેર, જૂનાગઢ તાલુકામાં અઢી ઇંચ કરતા વધુ વરસાદ અને વાપી તાલુકામાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે તેમજ હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ રાજ્યમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.
માછીમારોને તા. ૨૪ જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ
ચોમાસાની કોઇપણ સંભવિત કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરા આયોજનના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા NDRFની ૧૨ ટુકડીઓ અને SDRFની ૨૦ ટુકડીઓ વિવિધ જિલ્લાઓમાં ડીપ્લોય કરવામાં આવી છે. જ્યારે NDRFની વધુ ૩ ટુકડીઓને રીઝર્વ રાખવામાં આવી છે. આ ઉપરાંત SDRFની ૨૦ ટીમ સિવાય ૧૩ ટીમને હેડ ક્વાર્ટર ખાતે રીઝર્વ મુકવામાં આવી છે. રાજ્યના માછીમારોને પણ આગામી તા. ૨૨ જુલાઈ સુધી દરિયો ન ખેડવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. આ ચોમાસાની સીઝન દરમિયાન ભારે પવન સાથે વરસેલા વરસાદમાં રાજ્યના કુલ ૧૪,૫૧૫ ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો. આ તમામ ગામોમાં યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ, પ્રભાવિત થયેલા વિવિધ ફીડર, વીજપોલ અને ટ્રાન્સફોર્મર સેન્ટરને પણ તાત્કાલિક ધોરણે પૂર્વવત કરવામાં આવ્યા છે તેમ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવાયું છે.
સ્માર્ટ મીટરનો વિવાદ! મધ્યમવર્ગીય પરિવારને પકડાવ્યું 7.81 લાખ રૂપિયા લાઈટ બિલ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે