Home> India
Advertisement
Prev
Next

એર ઇન્ડિયાને લાગ્યું ગ્રહણ! મુંબઈ એરપોર્ટના રનવે પરથી ઉતર્યું વિમાન, ત્રણેય ટાયર ફાટ્યા, જાણો મુસાફરોની હાલત

Air India Flight Skids off Runway : અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના બાદ એવું લાગે છે કે એર ઇન્ડિયાને ગ્રહણ લાગ્યું છે. તેથી જ એર ઇન્ડિયાના વિમાનો સાથે સતત અકસ્માતો થઈ રહ્યા છે. તાજેતરનો કિસ્સો સોમવારનો છે. જ્યારે મુસાફરોને લઈ જતું વિમાન રનવેની બહાર નીકળી ગયું હતું. તેના ત્રણેય ટાયર ફાટી ગયા હતા.

એર ઇન્ડિયાને લાગ્યું ગ્રહણ! મુંબઈ એરપોર્ટના રનવે પરથી ઉતર્યું વિમાન, ત્રણેય ટાયર ફાટ્યા, જાણો મુસાફરોની હાલત

Air India Flight Skids off Runway : કેરળના કોચીથી મુંબઈ આવી રહેલ એર ઈન્ડિયાનું વિમાન છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA) પર લેન્ડિંગ કરતી વખતે રનવે પરથી ઉતરી ગયું. જોકે, રાહતની વાત એ છે કે વિમાનના તમામ મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે. મળતી માહિતી મુજબ, આ ઘટના સવારે 9:27 વાગ્યે બની હતી. આ કારણે CSMIAના પ્રાથમિક રનવેને પણ થોડું નુકસાન થયું છે, CSMIAના પ્રવક્તાએ પણ આ વાતની પુષ્ટિ કરી છે.

fallbacks

વિમાન રનવે પરથી ઉતરી ગયું

CSMIAના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "21 જુલાઈ 2025ના રોજ સવારે 9:27 વાગ્યે કોચીથી આવી રહેલ એક વિમાન છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA)ના રનવે પરથી ઉતરી ગયું હતું. ત્યાર બાદ CSMIAની ઈમરજન્સી રિસ્પોન્સ ટીમોને તાત્કાલિક એક્ટિવ કરવામાં આવી હતી. બધા મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે. એરપોર્ટના મુખ્ય રનવે 09/27ને થોડું નુકસાન થયું છે. કામગીરી ચાલુ રાખવા માટે બીજા રનવે 14/32ને એક્ટિવ કરવામાં આવ્યો છે." 

બધા મુસાફરો અને ક્રૂ સલામત

એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે કેરળના કોચીથી મુંબઈ આવી રહેલ AI2744 વિમાન ભારે વરસાદને કારણે મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ટચડાઉન પછી રનવે પરથી ઉતરી ગયું હતું. આ ઘટનામાં કોઈપણ મુસાફર અને ક્રૂને કોઈ નુકસાન થયું નથી અને દરેકને સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. એરલાઇને કહ્યું કે તપાસ માટે વિમાનને રોકી દેવામાં આવ્યું છે અને મુસાફરો અને ક્રૂની સલામતી અમારી ટોચની પ્રાથમિકતા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More