Home> Gujarat
Advertisement
Prev
Next

સાહેબ મિટિંગમાં કે બહાર છે તેવા બહાના નહીં ચાલે, ગુજરાતની આ કોર્પોરેશનમાં હવે નાગરિકોને સીધા મળશે અધિકારી

Ahmedabad Corporation : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય. મ્યુનિસિપલ કમિશનરથી લઈને તમામ અધિકારીઓએ પ્રજાને મળવા માટે આપવો પડશે ફિક્સ ટાઈમ. તમામ અધિકારીઓએ પોતાની ચેમ્બરમાં 11થી 1ના સમયમાં પ્રજાના પ્રશ્નો સાંભળવા બેસવું પડશે 
 

સાહેબ મિટિંગમાં કે બહાર છે તેવા બહાના નહીં ચાલે, ગુજરાતની આ કોર્પોરેશનમાં હવે નાગરિકોને સીધા મળશે અધિકારી

Ahmedabad News ; નાગરિકો જ્યારે પોતાની સમસ્યા લઈને સરકારી કચેરીઓમાં જાય ત્યારે કેટલીયવાર સરકારી બાબુઓ કચેરીમાં ગેરહાજર જોવા મળે છે. ત્યારે હવે અમદાવાદ કોર્પોરેશનમાં હવે બહાનાબાજી નહિ ચાલે. અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અધિકારીઓે ફરજિયાત 11 થી 1 વાગ્યા સુધી કચેરીમાં બેસવાનું ફરમાન જાહેર કરાયું છે. 

fallbacks

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય  
અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનમાં હવે અધિકારીઓએ પ્રજાને મળવા માટે ફિક્સ ટાઈમ આપવો પડશે. કમિશનરથી લઈને અધિકારીઓએ નાગરિકો માટે ફિક્સ ટાઈમ ફાળવવો પડશે. અધિકારીઓ પોતાની ચેમ્બરમાં 11થી 1 સુધી બેસવું પડશે. પ્રજાના પ્રશ્નો સાંભળવા માટે પોતાની ચેમ્બરમાં બેસવું પડશે. 

હાજર નહિ હોય તો એક્શન લેવાશે
એટલું જ નહિ, જો અધિકારીઓ હાજર નહીં રહે તો તેમની સામે દંડાત્મક પગલાં લેવાશે. તેથી હવે અમદાવાદ કોર્પોરેશનમાં હવે સાહેબ મિટિંગમાં કે બહાર છે તેવા કોઈ બહાના નહીં ચાલે. નાગરિકો પોતાની સમસ્યા લઈને આવશે તો ફરજિયાત સાંભળવું પડશે. 

ઉલ્લેખનીય છે કે, અમદાવાદીઓની સમસ્યાનું ઝડપી સમાધાન આવે તે માટે આ નિર્ણય લેવાયો છે. તેમજ એએમસીના વહીવટમાં પારદર્શિતા આવે તે હેતુથી અને પ્રજાને કોઈ તકલીફ ન પડે તે માટે આ નિયમ અમલી બનાવાયો છે. અધિકારીઓ સીધા મળતા થઈ જશે તો નાગરિકોના ધરમ ધક્કા ઓછા થઈ જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More