Home> Gujarat
Advertisement
Prev
Next

જંત્રી ભાવવધારા માટે ગુજરાત સરકારે કર્યું મોટું પ્લાનિંગ! ખેતી બેંકની AGMમાં CMએ આપ્યો આ સંકેત

Jantri Price Hike In Gujarat: ગુજરાતમાં નવી જંત્રી લાગુ કરવાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ખેતી બેંકની AGMમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી જંત્રી તૈયાર હોવાનો આડકતરી રીતે સંકેત આપ્યો છે. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, જમીનના ભાવો તો ખૂબ વધ્યા છે, પણ જંત્રી વધતી નથી, પરંતુ નવી જંત્રી વધી જશે તો બાકી ખેડૂતોને વધુ પૈસા મળશે. માર્કેટ વેલ્યૂને આધારે જમીન ઉપર લોન મળે તે ખેડૂતો માટે સારી બાબત છે.

જંત્રી ભાવવધારા માટે ગુજરાત સરકારે કર્યું મોટું પ્લાનિંગ! ખેતી બેંકની AGMમાં CMએ આપ્યો આ સંકેત

Jantri Price Hike In Gujarat: ગાંધીનગરમાં ખેતી બેંકની 73 મી વાર્ષિક સામાન્ય સભા મળી હતી. ટાઉન હોલ ખાતે વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં રાજ્યના  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ખેંતી બેંકની સભામાં ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આવા હેતુમાં અમારો ઋણ સ્વીકાર ન હોય, આ અમારી ફરજ છે. ખેડૂતોને લાભ થતો હોય ત્યાં કોઈ વિષય જોવાનો જ ન હોય. મોદીજી અમે અમિત ભાઈના માર્ગદર્શનમાં સહકાર ક્ષેત્ર સતત પ્રગતિ કરી રહ્યું છે. સૌને સાથે લઈને ચાલવાની PMની પ્રતિબદ્ધતા અંતર્ગત ખેતી બેંક આગળ વધી રહી છે. 

fallbacks

રક્ષાબંધનના દિવસે અમદાવાદી બહેનોને AMC તરફથી મોટી ભેટ! કરાઈ મોટી જાહેરાત

ગુજરાત સરકારમાં નવી જંત્રીના ડ્રાફ્ટને કેટલાક સુધારા વધારા સાથે છ મહિનાથી તૈયાર કરી મુક્યો છે. તેના અમલને લઈને હજી સુધી કોઈ જ જાહેરાત કરાઈ નથી પરંતુ, ભૂપેન્દ્ર પટેલે ગુરૂવારે ગાંધીનગરમાં ગુજરાત ખેતી બેંકની વાર્ષિક સાધારણ સભા- AGMને સંબોધતા ખેત ધિરાણના સંદર્ભમાં “જમીનોના ભાવો તો ખુબ વધ્યા પણ જંત્રી વધતી નથી. બાકી માર્કેટ વેલ્યુને આધારે લોન મળે તો સારૂ રહે, ખેડૂતોને થોડા વધુ પૈસા મળતા રહે” એમ જણાવ્યું હતુ.

ડંકાની ચોટ પર લખી રાખજો! ગુજરાતના ખેડૂતો માટે એલર્ટ જાહેર, આ જિલ્લાઓનું આવી બનશે!

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોનના નિયમમોમાં પણ ખેડૂતો માટે બદલાવ કરાયો છે. જમીનોના ભાવો ખુબ વધ્યા છે, પણ હજી જંત્રીના ભાવો વધ્યા નથી. સહકારી મંડળીઓ દ્વારા ગ્રામીણ આવક વધે એના સતત પ્રયત્નો ચાલુ છે. સહકારી ક્ષેત્રના વહીવટમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. પરિણામે દેશની આર્થિક વ્યવસ્થાને મજબૂતાઈ મળી રહી છે. વિકસિત ભારતના નિર્માણ માટે સહકારી ક્ષેત્ર અગત્યનું માધ્યમ બનશે.  

ગર્જનાથી ગાથા સુધી સાંભળો જય-વીરુની દંતકથા! ગીરના બે સિંહો મર્યા નથી…અમર બની ગયા!

ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીનું ઋણ સ્વીકાર કરવામાં આવ્યું છે. ખેડૂતોએ લીધેલી લોનનું ભારણ વધી ગયું હતું, જે અંગે અમે મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. મુખ્યમંત્રીની સૂચનાથી વ્યાજમાં 102 કરોડની રાહત મળી છે, જેનું ઋણ સ્વીકારવામાં આવ્યું છે. ખેતી બેંક ફ્લર્ટ નાણાંકીય લેવડદેવડ નથી કરતી, સામાજિક જવાબદારી પણ નિભાવીશું. ખેતી બેંક સાથે 28000 ખેડૂતોએ લોન લીધેલી છે, આ તમામનો 11 લાખનો વીમો લેવાનું આયોજન છે. સભાસદ ખેડૂતો કેન્સરની સારવાર મળે એ માટેની યોજના પણ લાવવામાં આવનાર છે. 

હાઈ લા...ખાતામાં આવ્યા 10,01,35,60,00,00,00,09,20,01,00,23,56,00,00,00,46,081

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોને બેંક ધિરાણની ફોર્મ્યુલામાં જંત્રી કરતા માર્કેટ વેલ્યુને આધારે જ મળતી લોનના ઉપલક્ષ્યમાં ખેતી બેંકની કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો. ખેતી બેંકને છેલ્લા ૩ વર્ષથી ઝીરો ટકા NPA માટે અભિનંદન પાઠવતા CMએ કહ્યું કે, ખેડૂતોને લોન ઝડપથી મળે તે હેતુથી લોનના નિયમોમાં સરળતા લાવવા બેંકે નવી લોન પોલિસી બનાવી, જમીનીની આકારણીના ભાવમાં વધારો કરી વધુ લોન મળે તેવી વ્યવસ્થા કરી તે સારી બાબત છે. ઈકો-ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી, ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More