Home> Gujarat
Advertisement
Prev
Next

CM ની હાજરીમાં જ AMCનો ડખો સપાટી પર આવ્યો, મેયર- કમિશ્નરનાં અલગ નિવેદન

શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત આઠમાં વર્ષે નેશનલ બુકફેરનું આયોજન કરવામાં આવ્યું

CM ની હાજરીમાં જ AMCનો ડખો સપાટી પર આવ્યો, મેયર- કમિશ્નરનાં અલગ નિવેદન

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત આઠમાં વર્ષે નેશનલ બુકફેરનું આયોજન કરવામાં આવ્યુ. 14 થી 24 નવેમ્બર દરમ્યાન રિવરફ્રન્ટ પર વલ્લભસદન પાછળ ચાલનારા નેશનલ બુકફેરને મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો. જે દમરમ્યાન વિવિધ વિકાસલક્ષી કાર્યોના ખાતમુહુર્ત અને શરૂઆત પણ કરાઇ. દરમ્યાન એએમસી દ્વારા કાર્બન ન્યુટ્રલ વિઝન ડોક્યુમેન્ટરની જાહેરાતમાં વિવાદ સર્જાયો. એએમસીની મહત્વકાંશી યોજનાના હેતુ અન તેના અમલને લઇને કમિશ્નર અને મેયરના વિરોધાભાસી નિવેદનો જોવા મળ્યા. 

fallbacks

પતિ લાઇટ બિલ ભરવાનું ભુલી ગયો કનેક્શન કપાઇ ગયા બાદ પત્નીએ કર્યું એવું કે...

દર વર્ષની જેમ આ વર્ષે પણ એએમસી દ્વારા નેશનલ બુક ફેરનું આયોજન કરવામાં આવ્યુ. રિવરફ્રન્ટના પશ્ચિમ કિનારે વલ્લભસદન પાછળ યોજાઇ રહેલા બુકફેરને મુખ્યપ્રધાન ના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો. જ્યા મુખ્યપ્રધાને બુકફેરની નાનકડી વિઝીટ પણ કરી. દરમ્યાન આ વર્ષે નવા આકર્ષણ રૂપે તંત્રએ તરતી લાઇબ્રેરી શરૂ કરી છે. જેમાં સાબરમતી નદીમાં બોટીંગ માટે વપરાતી બોટ પર તરતી લાઇબ્રેરીનું પાટીયુ મારી દેવાયુ છે. ગંભીર બાબત એ છેકે ફક્ત 12 મિનીટની રાઇડ માટે 130 રૂપિયાની ફી રાખવામાં આવી છે.

કમોસમી વરસાદે ખેડૂતને બેવડોવાળી દીધો: યાર્ડમાં હરાજી માટે રહેલો પાક પલળ્યો

સરકારે સર્વેમાં મોડુ કરીને માત્ર વિમા કંપનીનું હિત સાચવ્યું, RTO ભ્રષ્ટાચારનું સૌથી મોટુ હબ

સ્ટેજ ઉપરથી મુખ્યપ્રધાને એએમસી દ્વારા અમલમાં મૂકાનારા કાર્બન ન્યુટ્રલ વિઝન ડોક્યુમેન્ટનું વિમોચન કર્યુ. સાથે જ દાણાપીઠ ખાતે બનનારા મલ્ટીલેવલ પાર્કિગનું પણ ખાતમુહુર્ત કર્યુ. સાથે જ તેઓએ 5 મોબાઇલ મેડીકલ વાનને ફ્લેગઓફ કરાવી. દરમ્યાન કાર્બન ન્યુટ્રલ વિઝન ડોક્યુમેન્ટને લઇને કમિશ્નર અને મેયરે પોતાના પ્રાસંગીક સંબોધન દરમ્યાન કરેલા વિરોધાભાસી નિવેદનને લઇને વિવાદ સર્જાયો છે. કમિશ્નર વિજય નેહરાએ મીડિયાને સંબોધીને જણાવ્યુ કે વાયુ પ્રદૂષણ અને કાર્બન ન્યુટ્રલ વિઝન ડોક્યુમેન્ટ અલગ અલગ વિષય છે. જેથી મીડિયાએ તેને યોગ્ય રીતે સમજવુ જોઇએ. નોંધનીય છેકે બે દિવસથી શહેરના વાયુ પ્રદૂષણને લઇને મીડિયાએ તંત્રનો કાન મરોડ્યો હોવાથી કમિશ્રરે આડકતરી રીતે મીડિયા ટાર્ગેટ કરવાનો પ્રયત્ન કર્યો.

કચ્છમાં કરા સાથે વરસાદ પડ્યો, સૌરાષ્ટ્ર પંથકમાં ઠેરઠેર વરસાદી માહોલ

 

વિવાદ તો ત્યારે સર્જાયો, કે જ્યારે આજ કાર્બન ન્યુટ્રલ વિઝન ડોક્યુમેન્ટ અંગે મેયર બિજલ પટેલે પ્રાસંગીક સંબોધન કર્યુ. મેયરે કમિશ્નર કરતા તદ્દન વિપરીત નિવેદન આપતા જણાવ્યુ કે વાયુ પ્રદૂષણ માટે કાર્બનનું ઉત્સર્જન જવાબદાર છે. જો કે કમિશ્નર અને મેયર બંન્નેના નિવેદનમાં ખુબ જ વિરોધાભાસ જોવા મળ્યો હતો. નોંધનીય છેકે કાર્બન ન્યુટ્રલ વિઝન ડોક્યુમેન્ટ અંતર્ગત એએમસીએ ઇન્ટરનેશનલ ફાયનાન્સીયલ કોર્પોરેશન સાથે એમઓયુ કર્યો હતો. જેના આધારે એએમસીની વિવિધ સેવાઓમાં ઉત્પન થતા કાર્બનની માત્રાને ઘટાડવાનું લાંબાગાળાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેનો અમલ વહેલી તકે શરૂ કરવાની વાત છે. પરંતુ તંત્રની જ આટલી મોટી મહત્વાકાંશી યોજનાના હેતુ અને કારણો અંગે ખૂદ તંત્રના જ વહીવટી અને રાજકીય વડા વચ્ચે વિરોધાભાસ જોવા મળ્યો છે. ત્યારે તેના અમલને લઇને એએમસી વર્તુળોમાં જ ચર્ચાઓ શરૂ થઇ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More