Home> World
Advertisement
Prev
Next

BRICS Summit: PM મોદીએ આખી દુનિયાને જણાવ્યું કે શું છે આગામી 5 વર્ષનું સપનું

પીએમ મોદીએ ગુરુવારે બ્રિક્સ સંમેલનને સંબોધિત કરતા વેપાર અને રોકાણના મુદ્દે તથા વધુ સહયોગ વધારવા પર ભાર મૂક્યો તેમણે આ ઉપરાંત આતંકવાદ વિરુદ્ધ સુરક્ષા સહયોગ વધારવાના મહત્વનો ઉલ્લેખ કર્યો. બ્રાઝીલની રાજધાની બ્રાઝીલિયામાં આયોજિત 11માં બ્રિક્સ સંમેલનમાં સભ્ય દેશો બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રાધ્યક્ષ ભાગ લે છે. 

BRICS Summit: PM મોદીએ આખી દુનિયાને જણાવ્યું કે શું છે આગામી 5 વર્ષનું સપનું

બ્રાઝીલિયા: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે અત્રે જણાવ્યું કે વૈશ્વિક આર્થિક મંદી હોવા છતાં બ્રિક્સ રાષ્ટ્રો (બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રીકા)એ આર્થિક વિકાસને ગતિ આપી છે. આ સાથે જ લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. અહીં બ્રિક્સ બિઝનેસ ફોરમને હિન્દીમાં સંબોધન કરતા વડાપ્રધાને કહ્યું કે બ્રિક્સ રાષ્ટ્રોનીની વિશ્વના આર્થિક વિકાસમાં 50 ટકા ભાગીદારી છે. તેમણે કહ્યું કે વૈશ્વિક મંદી હોવા છતાં બ્રિક્સ રાષ્ટ્રોએ આર્થિક વિકાસને ગતિ આપી છે. લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે અને ટેક્નોલોજી અને ઈનોવેશનમાં નવો મુકામ મેળવ્યો છે. બ્રિક્સની સ્થાપનાના 10 વર્ષ બાદ હવે આ એક એવું ફોરમ બની ગયું છે કે જ્યાં આપણે આપણા ભવિષ્યના પ્રયત્નો પર ચર્ચા કરી શકીએ છીએ. 

fallbacks

પીએમ મોદીએ કહ્યું કે બે દિવસના 11માં બ્રિક્સ સંમેલનનો ભાગ બનીને ખુશ છું. તેમણે કહ્યું કે પાંચ રાષ્ટ્રો વચ્ચે ટેક્સ અને કસ્ટમ્સ પ્રક્રિયા સરળ બની રહી છે. બૌદ્ધિક સંપદા અધિકારો અને બેંકો વચ્ચે આપસી સહયોગથી વેપારી માહોલ પણ સરળ થઈ રહ્યો છે. હું બ્રિક્સ બિઝનેસ ફોરમને ભલામણ કરું છું કે આ પ્રકારની પેદા થયેલી તકોનો પૂરો લાભ ઉઠાવવા માટે જરૂરી વ્યવસાયિક પહેલોનો અભ્યાસ કરે. 

પીએમ મોદીએ રાષ્ટ્રો વચ્ચે વેપારના ખર્ચાના ઓછો કરવાને લઈને ભલામણ આપવા માટે રાષ્ટ્રોને અપીલ કરી. આ સાથ જ તેમણે આગામી 10 વર્ષો માટે વેપારમાં પ્રાથમિકતાવાળા ક્ષેત્રોની ઓળખ કરવા અને ઈન્ટ્રા બ્રિક્સ સહયોગની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરવાની માગણી કરી. 

તેમણે કહ્યું કે બ્રિક્સ રાષ્ટ્રોના બજારનો આકાર અને વિવિધતા એક  બીજા માટે ખુબ ફાયદાકારક છે. મોદીએ કહ્યું કે ઉદાહરણ માટે જો એક બ્રિક્સ રાષ્ટ્રમાં કોઈ ટેક્નોલોજી હોય તો બીજા દેશમાં તે ટેક્નોલોજી માટે કાચો માલ કે તેનું બજાર છે. આવી સંભાવનાઓ ઈલેક્ટ્રોનિક વાહનો, ડિજિટલ ટેક્નોલોજી, ફર્ટિલાઈઝર્સ, કૃષિ ઉત્પાદકો, ફૂડ પ્રોસેસિંગ, વગેરે ક્ષેત્રોમાં છે. 

તેમણે ફોરમ પાસે પાંચ દેશોમાં આ પ્રકારની સમાનતાઓને લઈને નક્શો બનાવવાનો પણ આગ્રહ કર્યો. તેમણે કહ્યું કે હું પણ એ સૂચન આપવા માંગીશ કે આગામી બ્રિક્સ સંમેલન અગાઉ લગભગ પાંચ એવા ક્ષેત્રોની ઓળખ થવી જોઈએ કે જેમાં સમાનતાના આધારે આપણી વચ્ચે જોઈન્ટ વેન્ચરની રચના થઈ શકે છે. 

પીએમ મોદીએ કહ્યું કે દેશો વચ્ચે પર્ટન, વેપાર, અને રોજગાર મેળવવાની તકોને સરળ બનાવવાની સંભાવના છે. હું બ્રાઝીલના રાષ્ટ્રપતિનો આભાર વ્યક્ત કરવા માંગુ છું કે તેમણે ભારતીયો માટે વીઝા ફ્રી પ્રવેશની સુવિધા શરૂ કરવાનો નિર્ણય લીધો. આ પ્રકારે પાંચ રાષ્ટ્રોએ પણ પોતાની પરસ્પર સોશિયલ સિક્યુરિટી એગ્રિમેન્ટ ઉપર પણ વિચાર કરવો જોઈએ. 

ભારતના વડાપ્રધાને વધુમાં કહ્યું કે તમે બધા ભારતની સતત પ્રગતિ જેમ કે ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ, લોજિસ્ટિક પરફોર્મન્સ અને ગ્લોબલ ઈનોવેશનથી સારી રીતે પરિચિત છે. ભારત રાજનીતિક સ્થિરતા, એસ્ટિમેટેડ પોલીસી અને આર્થિક-અનૂકૂળ સુધારાના કારણે દુનિયાની સૌથી વધુ રોકાણ અનુકૂળ અર્થવ્યવસ્થા છે. અમે ભારતને આગામી 2024 સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલર અર્થવ્યવસ્થાવાળો બનાવવા માંગીએ છીએ. 

વેપાર, રોકાણ પર ધ્યાન આપીશું
પીએમ મોદીએ બ્રિક્સ દેશો વચ્ચે વેપારનો ઉલ્લેખ કરતા કહ્યું કે આપણે પરસ્પર વેપાર, અને રોકાણ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. ઈન્ટ્રા-બ્રિક્સ વેપાર, વિશ્વ વેપારનો ફક્ત 15 ટકા છે જ્યારે આપણી વસ્તી દુનિયાની વસ્તીના 40 ટકા કરતા વધુ છે. 

આતંકવાદ વિરુદ્ધ સહયોગ જરૂરી
પીએમ મોદીએ આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં બ્રિક્સ દેશો વચ્ચે સહયોગના મહત્વનો ઉલ્લેખ કરતા કહ્યું કે મને ખુશી છે કે બ્રિક્સ સ્ટ્રેટેજિઝ ફોર કાઉન્ટરિંગ ટેરરિઝમ પર પહેલું સંમેલન આયોજિત કરવામાં આવ્યું. અમે આશા કરીએ છીએ કે આવા પ્રયત્નો અને પાંચ વર્કિંગ ગ્રુપની ગતિવિધિઓ અને બીજા સંગઠિત અપરાધ વિરુદ્ધ સશક્ત બ્રિક્સ સુરક્ષા સહયોગ વધારશે. 

જળના મુદ્દે બેઠકનો પ્રસ્તાવ
પીએમ મોદીએ કહ્યું કે શહેરી વિસ્તારોમાં સ્થાયી જળ વ્યવસ્થા અને સ્વચ્છતા મહત્વપૂર્ણ પડકારો છે. હું ભારત અને બ્રિક્સ જળ મંત્રીઓની પહેલી બેઠક આયોજિત કરવાનો પ્રસ્તાવ કરું છું. પોતાની સરકારની ફિટ ઈન્ડિયા મૂવમેન્ટની પહેલનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે હાલમાં જ ભારતમાં અમે ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ શરૂ કરી છે. હું ઈચ્છુ છું કે ફિટનેસ અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં આદાન પ્રદાન વધે. 

બ્રાઝિલીયાની પ્રતિષ્ઠિત ઈટામારટી પેલેસમાં આ બ્રિક્સ સમિટનું આયોજન થયું છે. આ અગાઉ બ્રાઝીલના રાષ્ટ્રપતિ ઝાયર બોલસોનારોએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાનું મહેલમાં સ્વાગત કર્યું. જે બ્રાઝીલના વિદેશ મંત્રાલયનું મુખ્યાલય છે. 

શિખર સંમેલન પહેલા બ્રિક્સ નેતાઓએ સમૂહ ફોટો પડાવ્યો હતો. બ્રાઝીલ બ્રિક્સ સમૂહનો વર્તમાનમાં અધ્યક્ષ છે જે 3.6 અબજ લોકો પ્રતિનિધિત્વ કરે છે અને તેની જીડીપી 16,600 અબજ ડોલર છે. 

વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More