અર્પણ કાયદાવાલા/અમદાવાદ :6 મહિના બાદ આવતીકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માસિક સામાન્ય સભા મળવાની છે. સામાન્ય સભા હાલ સુધી કોરોનાને ધ્યાને રાખી ઓનલાઈન મળતી હતી. વિપક્ષની અનેક રજૂઆત બાદ પણ સામાન્ય સભા યોજાતી ન હતી. ત્યારે હવે કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખી અને વિપક્ષની રજૂઆતને ધ્યાને રાખી છ મહિના બાદ સામાન્ય સભા યોજવા નિર્ણય લેવાયો છે. આવતીકાલે 25 સપ્ટેમ્બરે સવારે 11:00 કલાકે પાલડીના ટાગોર હોલ ખાતે સામાન્ય સભા યોજાશે. આ પહેલા તમામ કાઉન્સિલરોનો 23 અને 24 સપ્ટેમ્બરે ટાગોર હોલ ખાતે કોરોના ટેસ્ટ (corona test) ફરજિયાત કરાવામાં આવ્યો હતો. ત્યારે આજે અમદાવાદના મેયર બીજલ પટેલે ટેસ્ટ કરાવ્યો હતો.
આ પણ વાંચો : surat blast ને લોકોએ અડધી રાત્રે સૂર્યોદય ગણાવ્યો, ઘરની બારીમાંથી ક્લિક કરેલી તસવીરો કરી શેર
Amc ના કોર્પોરેટરના કોરોના ટેસ્ટનો આજે બીજો દિવસ હતો. આવતીકાલે ટાગોર હોલમાં પ્રત્યક્ષ રીતે 6 મહિના બાદ સામાન્ય સભા મળવાની છે. ત્યારે બે દિવસમાં અનેક કોર્પોરેટરોએ કોરોના ટેસ્ટ કરાવ્યા છે. 190 પૈકીના 50 કોર્પોરેટરના ગઈકાલે ટેસ્ટ થયા છે. તમામ 50 કોર્પોરેટરના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.
આ પણ વાંચો : ગુજરાતના દરિયામાં પાકિસ્તાનની નાપાક હરકત, બોટ પર ફાયરિંગ કરીને ખલાસીને ઘાયલ કર્યો
કાઉન્સિલરના કોરોના ટેસ્ટ માટે ટાગોર હોલ ખાતે તમામ તૈયારીઓ કરાઈ હતી. ટાગોર હોલ ખાતે કોરોના ટેસ્ટ માટે ટેન્ટ બાંધી આરોગ્ય વિભાગની ટીમ કામે લગાવાઈ છે. 6 મહિના બાદ મળનારી સભામાં રસ્તા, ગટર, પાણી, કોરોના અંગે પ્રશ્નોની ચર્ચા કરાશે.
આ પણ વાંચો : અમદાવાદમાં વૃદ્ધએ કરી આત્મહત્યા, ફરી વિવાદમાં આવી રાજસ્થાન હોસ્પિટલ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે