Home> India
Advertisement
Prev
Next

Fit India Movement 2020: PM મોદીએ કોહલીને કહ્યું- તમારું નામ અને કામ બંને વિરાટ

પીએમ નરેન્દ્ર મોદી ફિટ ઈન્ડિયા અભિયાનની પહેલી વર્ષગાંઠના અવસરે ફિટનેસ અંગે જાગરૂકતા ફેલાવનારા સિતારાઓ સાથે વાતચીત કરી. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી, અભિનેતા મિલિન્દ સોમણ અને મશહૂર ડાયેટિશિયન ઋજૂતા દિવેકર ઉપરાંત અનેક એવા સિતારાઓ છે જેમની સાથે પીએમ મોદીએ પ્રેરણાદાયક સંવાદ કર્યો.

Fit India Movement 2020: PM મોદીએ કોહલીને કહ્યું- તમારું નામ અને કામ બંને વિરાટ

નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)  'ફિટ ઈન્ડિયા' અભિયાનની પહેલી વર્ષગાંઠના અવસરે ફિટનેસ અંગે જાગરૂકતા ફેલાવનારા સિતારાઓ સાથે વાતચીત કરી. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી, અભિનેતા મિલિન્દ સોમણ અને મશહૂર ડાયેટિશિયન ઋજૂતા દિવેકર ઉપરાંત અનેક એવા સિતારાઓ છે જેમની સાથે પીએમ મોદીએ પ્રેરણાદાયક સંવાદ કર્યો.

fallbacks

Corona, શરદી તથા ફ્લૂ વચ્ચે શું ફરક? ખાસ જાણો 

તમારું નામ અને કામ બંને વિરાટ
પીએમ મોદીએ વિરાટ કોહલી (Virat Kohli)  સાથે વાત કરતા કહ્યું કે તમારું નામ પણ વિરાટ અને કામ પણ વિરાટ. સંવાદ દરમિયાન વિરાટ કોહલીએ કહ્યું કે અમે જે પેઢીમાં રમવા લાગ્યા ત્યારે ખેલની ડિમાન્ડ બદલાઈ ગઈ હતી. અમારી સિસ્ટમ ખેલ માટે યોગ્ય ન હતી એટલે ખેલના કારણે મારે ઘણું બદલવું પડ્યું. જો પ્રેક્ટિસ મીસ થઈ જાય તો ખરાબ નથી લાગતું પણ ફિટનેસનું ધ્યાન રાખું છું. પીએમ મોદીએ હસતાં હસતાં એમ પણ કહ્યું કે દિલ્હીના છોલે ભટુરે ન ખાઓ તો દુખ થતું હશે. વિરાટે  કહ્યું કે હું મારી નાનીને જોતો હતો જે ઘરનું  ખાતી હતી અને સ્વસ્થ રહેતી હતી. આ અગાઉ પહેલા હું જ્યારે પ્રેક્ટિસ કરતો હતો ત્યારે બહારનું ઘણું ખાતો હતો. પરંતુ હવે ચીજો ઘણી બદલાઈ ગઈ છે. મને પછી લાગ્યુ કે ફિટનેસને લઈને કામ કરવાની જરૂર છે. કારણ કે જો તમે ફિટ નહીં રહો તો ઘણું બધું નહીં કરી શકો. 

Corona Update: દેશના આ 7 રાજ્યના 60 જિલ્લામાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ, કુલ કેસ 57 લાખને પાર 

મિલિન્દ સોમણ સાથે પીએમ મોદીનો સંવાદ
પીએમ મોદીએ અભિનેતા મિલિન્દ સોમણ સાથે વાત કરતા મજાક કરી અને કહ્યું કે મેડ ઈન ઈન્ડિયા મિલિન્દ. પીએમ મોદીએ તેમને પૂછ્યું કે ઓનલાઈન તમારી ઉમરને લઈને ખુબ ચર્ચા થાય છે. તમારી અસલ ઉમર કેટલી છે. જેના પર મિલિન્દ સોમણે જવાબ આપ્યો કે મારી માતા 81 વર્ષની છે. જે ખુબ ફિટ છે. મારા માટે તેઓ મિસાલ છે. મારું લક્ષ્ય છે કે તેમની ઉંમર સુધી હું ફિટ રહું. મિલિન્દે આ દરમિયાન જણાવ્યું કે તેઓ મહિલાઓ માટે અલગથી ઈવેન્ટ કરે છે અને લોકોને ફિટનેસ મંત્ર આપે છે. પીએમ મોદીએ જણાવ્યું કે મિલિન્દના માતાજીના પુશઅપ્સનો વીડિયો મે પાંચવાર જોયો છે કારણ કે તેઓ 81 વર્ષની ઉંમરમાં આટલા ફિટ છે. તેમણે કહ્યું કે અમારા ગામમાં એક તળાવ હતું. તે જ બધી રીતે બેસ્ટ હતું અમારા માટે. 

મિલિન્દ સોમણે કહ્યું કે મારા માટે તમારા માટે પણ એક સવાલ છે અમે કઈ પણ કરીએ છીએ લોકો ખુબ સારું ખોટું કહે છે. જેના પર પીએમ મોદીએ કહ્યું કે તમે તમારું કામ કરતા રહો અને બીજા વિશે બિલકુલ ન વિચારો. 

Corona નું નવું ખતરનાક સ્વરૂપ સામે આવ્યું, કોરોનાને હળવાશમાં લેનારા લોકો ખાસ વાંચે

ફૂટબોલર અફશા આશિકે જણાવ્યો ફિટનેસ મંત્ર
જમ્મુ અને કાશ્મીરની મહિલા ફૂટબોલર આફશા આશિક સાથે પીએમ મોદીએ સંવાદ  કર્યો. પીએમએ કહ્યું કે તમે કાશ્મીરની દીકરીઓ માટે સ્ટાર બની ચૂક્યા છો. પીએમ મોદીએ તેમની  પાસેથી ફિટનેસ અને પ્રેક્ટિસ અંગે જાણકારી લીધી. અફશાએ જણાવ્યું કે શરૂઆતમાં તેમના નિર્ણય પર ઘરના લોકોએ સપોર્ટ કર્યો નહતો. ત્યારબાદ તેમણે મુંબઈ આવીને પ્રેક્ટિસ કરવાનું શરૂ કરી દીધુ. જ્યારે પીએમ મોદીએ અફશાને પૂછ્યું કે કાશ્મીરના બાળકો ખેલમાં કયાં સૌથી આગળ હોય છે તો તેના પર અફશાએ જવાબ આપ્યો કે ત્યાંના હવામાનના કારણે કાશ્મીરના લોકોનો સ્ટેમિના ખુબ સારો હોય છે. જે ખેલમાં ફાયદાકારક છે. 

દેવેન્દ્ર ઝાઝરિયાએ જણાવી પ્રેરણાદાયક કહાની
પેરાલિમ્પિક સ્વર્ણ પદક વિજેતા દેવેન્દ્ર ઝાઝરિયાએ પીએમ મોદીને ફિટનેસ ઈન્ડિયા સંવાદમાં જણાવ્યું કે નવ વર્ષની ઉંમરમાં એક એક્સિડન્ટમાં તેમનો હાથ કપાઈ ગયો હતો. આમ છતાં તેમણે જુસ્સો ગુમાવ્યો નહીં. ત્યારબાદ ફરીથી ખેલની શરૂઆત કરી. દેવેન્દ્રએ પીએમ મોદીને આ મૂવમેન્ટ શરૂ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More