Home> Gujarat
Advertisement
Prev
Next

ફ્લાવર શોની ટિકીટના ભાવ વધારવામાં AMCએ લગાવી મોટી છલાંગ, 10ના 20 રૂપિયા કર્યા

અમદાવાદના સાબરમતી રિવર ફ્રન્ટ (River Front) ના ફ્લાવર પાર્કમાં યોજાતા ફ્લાવર શો (Flower Show) ને નિહાળવા માટે આ વખતે વધુ રૂપિયા ચૂકવવા પડશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) ફ્લાવર શોની એન્ટ્રી ફી 10 રૂપિયા વધારીને 20 રૂપિયા કરી દીધી છે. તેમજ શનિવાર અને રવિવારના દિવસે મુલાકાતીઓને 50 રૂપિયા ચૂકવવા પડશે. તો બીજી તરફ, 12 વર્ષના બાળકો અને સિનીયર સિટીઝન્સ માટે એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે. 

ફ્લાવર શોની ટિકીટના ભાવ વધારવામાં AMCએ લગાવી મોટી છલાંગ, 10ના 20 રૂપિયા કર્યા

અમદાવાદ :અમદાવાદના સાબરમતી રિવર ફ્રન્ટ (River Front) ના ફ્લાવર પાર્કમાં યોજાતા ફ્લાવર શો (Flower Show) ને નિહાળવા માટે આ વખતે વધુ રૂપિયા ચૂકવવા પડશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) ફ્લાવર શોની એન્ટ્રી ફી 10 રૂપિયા વધારીને 20 રૂપિયા કરી દીધી છે. તેમજ શનિવાર અને રવિવારના દિવસે મુલાકાતીઓને 50 રૂપિયા ચૂકવવા પડશે. તો બીજી તરફ, 12 વર્ષના બાળકો અને સિનીયર સિટીઝન્સ માટે એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે. 

fallbacks

કરોડોના કારોબાર છોડીને હોટલમાં વાસણ ધોનાર ગુજરાતી યુવકને ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ આપી એક ઓફર

ટિકીટ દરમાં 10 રૂપિયાનો વધારો કરાયો 
દર વર્ષે જાન્યુઆરી મહિનામાં રિવર ફ્રન્ટ પર ફ્લાવર શો યોજાતો હોય છે, જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવતા હોય છે. વર્ષ 2018 સુધી અહીં મુલાકાતીઓ પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવતો ન હતો. પરંતુ જાન્યુઆરી, 2019ના ફ્લાવર શોમાં ભીડને ધ્યાનમાં રાખીને એએમસી દ્વારા ફ્લાવર શો માટે 10 રૂપિયા એન્ટ્રી ફી લેવાનું નક્કી કરાયું છે. જ્યારે કે જાન્યુઆરી, 2020ના રોજ યોજાનાર ફ્લાવર શોમાં આ ફીમાં 10 રૂપિયાનો વધારો કરાયો છે. તેથી હવે એએમસી દ્વારા દરેક મુલાકાતી પાસેથી ટિકીટ લેખે 20 રૂપિયા ઉઘરાવવામાં આવશે. તેમજ શનિવાર અને રવિવારના દિવસે 50 રૂપિયા એન્ટ્રી ફી રહેશે. 

15 નવેમ્બરે સત્તાવાર શિયાળો બેસે તે પહેલા જ ગુજરાતમાં માવઠું, આજથી બે દિવસ પડશે વરસાદી ઝાપટા

શનિવાર-રવિવારે વધુ ભીડ ઉમટે છે
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે અમદાવાદ AMC આયોજિત ફલાવર શોને સારો પ્રતિસાદ મળતા તેને નિહાળવા માટેની મુદતમાં પણ વધારો કરાયો હતો. એક રવિવારે ભીડ વધી જતા ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી, જેને પગલે તંત્ર દ્વારી ફી લેવાનું નક્કી કરાયું હતું. આ કારણે જ શનિવાર અને રવિવારે ટિકીટના દર વધુ રાખવામાં આવ્યા હતા.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More