Ahmedabad News : મોંઘીદાટ ગાડી ખરીદ્યા બાદ ટેક્સ ભરવા માટે અમદાવાદીઓ અનેક જુગાડ કરતા હોય છે. આ ટેક્સ ઓછો ભરવો પડે તે માટે અમદાવાદ ગ્રામ્યમાં પોતાની ગાડીનું પાસિંગ કરાવતા હોય છે. જેથી તેઓ પોતાનો કોર્પોરેશન ટેક્સ બચાવી શકે. આવું કરનારાઓ પર હવે નવો ટેક્સ આવી શકે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હવે 10 કિ.મી.ની ત્રિજ્યામાં વાહન ધરાવનાર પાસેથી વ્હિકલ ટેક્સ વસૂલશે. અમદાવાદ આસપાસના ગામડામાં રજિસ્ટર્ડ વાહનધારકો પર વ્હિકલ ટેક્સ લાદવા સક્રિય વિચારણા ચાલી રહી છે. તેથી હવે નવા વાહનોની ખરીદી માટે આસપાસના ગામડાઓમાંથી પાસિંગ કરાવશો તો તમને ટેક્સ ભરવો પડશે.
અમદાવાદની ફરતે વસતા અને અમદાવાદમાં નોકરી- ધંધા માટે અવર જવર કરતા વાહનચાલકો પાસેથી વ્હિકલ ટેક્સ વસૂલવા અંગે રેવન્યુ કમિટીમાં સક્રિય વિચારણા કરવામાં આવી છે. અમદાવાદની નજીકના એડ્રેસ પર વાહન ખરીદને ટેક્સ બચાવવાનો પ્રયાસ કરનારાઓ પાસેથી વ્હીકલ ટેક્સ વસૂલવા અંગે કવાયત હાથ ધરાશે.
જવાહર ચાવડા જિંદાબાદઃ ગોપાલ ઈટાલિયાએ શાંત જળમાં પથ્થર કેમ ફેંક્યો?
AMCના નિર્ણય મુજબ, અમદાવાદ શહેરથી 10 કિ.મી. વિસ્તારમાં વસતા લોકોને આ નિયમો લાગુ થશે. શહેર અને ગામડાના રહેવાસી હોવાના પુરાવા રજૂ કરીને ખરીદવામાં આવતા વાહનોનો વેરો અલગ-અલગ આંકવામાં આવતો હોય છે, ત્યારે સિટીમાં રહેનારા લોકો ટેક્સથી બચવા માટે નજીકના ગામડાના પુરાવા રજૂ કરીને વેરો ચૂકવવાથી બચી જતા હતા. જ્યારે હવે AMCના નવા નિયમ મુજબ અમદાવાદ શહેરથી 10 કિ.મી.ના વિસ્તારના લોકોને વાહન વેરો ચૂકવવો પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે