ઝી મીડિયા/બ્યૂરો :બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એક પિતા અને દીકરાની જોડી હાર્મોનિમયમ વગાડતા ગીતનો રિયાઝ કરતી નજર આવી રહી છે. રિયાઝ દરમિયાન બાળક પહેલા પોતાના પિતાને યોગ્ય રીતે ગીત ગાવાનું કહેતો દેખાઈ રહ્યો છે. સાથે જ જ્યારે પિતા વચમાં જ ગીત ગાવાનું શરૂ કરી દે છે, તો તે એમને ડિસ્ટર્બ ન કરવા માટે કહે છે. આ રસપ્રદ વીડિયોને શેર કરતા બિગબીએ લખ્યું કે, "Child is the Father of Man! અમિતાભ બચ્ચને વીડિયો શેર કરતા જ ફેન તેને પસંદ કરી રહ્યાં છે. બાળકના વીડિયો પર લોકો કેવી કેવી ટ્વીટ કરી રહ્યાં છે તે જોવું તમને ગમશે.
આ પણ વાંચો : ‘બળાત્કારની ઘટનામાં સરકાર કંઈ ચલાવી નહિ લે, બનાસકાંઠા હત્યા કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે’
એક કમેન્ટ પર કહેવામાં આવ્યું છે કે, જે રીતે દીકરો પિતાને પ્રેમભરી વઢ લગાવે છે તે લોકોને પસંદ આવી રહ્યુ છે. બાળક સમગ્ર સેશનમાં પિતાને પોતાના પર હાવી થવા દેતો નથી અને પિતા પણ તેને હળવાશથી લઈને હસી રહ્યાં છે.
T 3694 - Child is the Father of Man ! pic.twitter.com/iO8G9URmUz
— Amitabh Bachchan (@SrBachchan) October 19, 2020
વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બાળક કોણ છે. સૌથી પહેલા સુરતની એક જર્નાલિસ્ટે પિતા-પુત્ર વિશે લોકોને જણાવ્યું. તેઓએ જણાવ્યું કે, વીડિયોમા સુરતના રહેનારા તાન્હાજી અને તેમનો ત્રણ વર્ષનો દીકરો છે. તાન્હાજીના એક પાડોશીએ આ વીડિયો જોયો અને જર્નાલિસ્ટને જાણ કરી હતી. તેઓએ તેના વિશે લખ્યું કે, ગીત ગાવાની આ કલા નાટ્ય સંગીત કહેવાય છે. જે હવે લગભગ પૂરી થઈ રહી છે.
પિતા-પુત્રના ગીતની શૈલી શું છે. બિગબીએ આ વીડિયો શેર કર્યા બાદ હવે તે વધુ વાયરલ થઈ રહ્યો છે. ફિલ્મ અભિનેતા સુમીત રાઘવને વીડિયો ટ્વિટ કરતા લખ્યું કે, એક પિતા પોતાના દીકરાને એક પ્રતિષ્ઠિત નાટક સંગીત માનપમાનથી એક મહાન નાટ્યપદ શીખવી રહ્યાં છે. જે રીતે નાનકડું બાળક ગાઈ રહ્યું છે તે બહુ જ ક્યુટ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે