નવી દિલ્હી: મહારાષ્ટ્ર (Maharashtra) ના નંદુરબારમાં એક બસ પુલ પરથી નીચે 40 થી 50 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકતા 5 લોકોના મૃત્યુ થયા છે જ્યારે 35 જેટલા લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત નંદુરબારના ખામચુંદર ગામ પાસે થયો. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે.
મળતી માહિતી મુજબ આજે સવારે પ્રવાસીઓથી ખીચોખીચ બસ વહેલી સવારે નંદુરબાર જિલ્લાના ખામચુંદર ગામમાં પુલ પરથી નીચે ખાઈમાં ખાબકી. જેમાં 5 લોકોના મોત થયા જ્યારે 35 લોકો ઈજાગ્રસ્ત થયા. ઘાયલોને નંદુરબારની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા છે.
સુપ્રિટેન્ડેટન્ટ ઓફ પોલીસ મહેન્દ્ર પંડિતના જણાવ્યાં મુજબ આ ઘટના વહેલી સવારે ઘટી. દુર્ઘટનાગ્રસ્ત બસ મલ્કાપુરથી સુરત જઈ રહી હતી. ત્યારે જ 60થી 80 ફૂટ ખાડામાં ખાબકી.
પંડિતે જણાવ્યું કે મૃતકોમાં ડ્રાઈવર, ક્લિનર અને 3 મુસાફરોનો સમાવેશ થાય છે. તેઓના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતાં. અન્ય ઘાયલોને સારવાર અર્થે નંદુરબારની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાસ્થળે બચાવકાર્ય ચાલુ છે.
(તમામ તસવીરો-સાભાર એએનઆઈ)
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે