Home> Gujarat
Advertisement
Prev
Next

અમરેલીનું રાજકારણ એટલે કહી પે નિગાહે કહી પે નિશાના, વર્ચસ્વની લડાઈમાં કોણ ફાવશે

Amreli Police Vs BJP Leaders : અમરેલીમાં લેટરકાંડનો મામલો માંડ માંડ શાંત થયો ત્યાં હવે વરિષ્ઠ નેતાઓ મેદાનમાં આવ્યા છે... કૌશિક વેકરિયાના ધારાસભ્ય બન્યા બાદ હાલમાં સ્થાનિક રાજકારણમાં મોટી હલચલ થઈ 

અમરેલીનું રાજકારણ એટલે કહી પે નિગાહે કહી પે નિશાના, વર્ચસ્વની લડાઈમાં કોણ ફાવશે

Amreli Politics : સૌરાષ્ટ્રના રાજકારણનો પાયો એ રાજકોટમાં ઘડાય છે પણ હાલમાં ભાજપમાં સૌથી મોટી હલચલ એ અમરેલી જિલ્લામાં થઈ રહ્યાં છે. ભાજપના બાહુબલીઓના બિન્દાસ્ત આક્ષેપોને પગલે હાલમાં આ જિલ્લો ચર્ચાને એરણે છે. અમરેલીમાં ભાજપના નેતાઓ પોતાના અસ્તિત્વ બચાવવા માટે ઝઝૂમી રહ્યાં છે. અમરેલીમાં પાટીદાર દીકરીના કાંડમાં આબરૂના ધજાગરા છતાં નેતાઓ એકબીજા પર કાદવ ઉછળમાંથી બહાર આવી રહ્યાં નથી. પાટીદાર દીકરીના કાંડમાં ભાજપના જ નેતા કૌશિક વેકરિયા પર ઉડેલા છાંટા સાફ કરવામાં ભાજપને આંખે પાણી આવ્યું છે ત્યાં પોલીસ અને ભાજપના નેતાઓ વચ્ચે ફરી શાબ્દિક વોર ચાલુ થઈ ગઈ છે.  

fallbacks

ભાજપના નેતાઓની કહી પે નિગાહે અને કહી પે નિશાનાની જેમ તાતા તીર છોડી રહ્યાં છે. અમરેલી ભાજપનું આંતરિક રાજકારણ ફરી ગરમાયું છે. ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણી એ આંકરા પાણીએ દારૂના ધંધાના હપ્તા, પોલીસવડા રેન્જ આઇ.જી સુધીના ને સીધા નિશાન પર લીધા છે. તેમના સમર્થનમાં અમરેલીના બીજા વરિષ્ઠ નેતાઓ પણ સામે આવ્યા છે. આ અગાઉ પણ લેટર કાંડમાં પાટીદાર યુવતીનો વરઘોડો કાઢવાની મેટરમાં અમરેલીના વરિષ્ઠ ભાજપના નેતાઓ મેદાનમાં આવ્યા હતા. 

માંડ આ મેટર શાંત પડી ને હવે ફરી પાછું અમરેલીનું રાજકારણ ગરમાયું છે. સચિવાલયમાં પણ અમરેલીનું રાજકારણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. અમરેલી ભાજપના જાણકાર નેતાઓનું માનીએ તો લેટર કાંડ અને દારૂના હપ્તાથી ભાજપ કાર્યાલય નથી ચાલતું. આ બંને મેટર સ્થાનિક રાજકારણનો ભાગ એક અને ભાગ બે છે. બંને વિવાદમાં પોલીસ ના પર નિશાન સાંધવામાં આવ્યું છે. જોકે ભલે પોલીસ ઉપર નિશાન સાધવામાં આવ્યું પણ નજર અમરેલીના વર્તમાન ધારાસભ્ય પર છે. 

વિસાવદરમાં 18 વર્ષથી સંન્યાસ ભોગવતી ભાજપે કર્યો જબરો ખેલ, પાટીદાર Vs પાટીદાર કર્યું

અમરેલીમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ એક તરફ અને નવી પેઢી જે અત્યારે ધારાસભ્યો છે તેમની સીધી રાજકીય લડાઈ હોવાની ચર્ચા છે. વરિષ્ઠ નેતાઓને અમરેલી ઉપર કંટ્રોલ ચાલુ રાખવો છે જ્યારે નવી પેઢી પોતાનો અલગ ચોકો રચીને ઊભી છે. અમરેલીના ભાજપના વરિષ્ઠ નેતાઓ સ્થાનિક રાજકારણની આડમાં પ્રદેશના નેતાઓને સીધો જ પડકાર ફેંકી રહ્યા હોવાની પણ ચર્ચા છે. કૌશિક વેકરિયાના ધારાસભ્ય બન્યા બાદ હાલમાં સ્થાનિક રાજકારણમાં મોટી હલચલ છે. 

ગુજરાતના એક પણ જિલ્લા કરતાં અહીં ભાજપને નેતાઓને સાચવવા નાકે દમ આવી રહ્યો છે.  આ પહેલાં પણ દિલીપ સંઘાણી જાહેરમાં કહી ચૂક્યા છે કે ભાજપ નેતા વિપુલ દુધાત એકદમ સાચા છે. વિપુલ દુધાત જ્યારે દારૂના વેચાણ મુદ્દે SP ને રજુઆત કરવા ગયા. ત્યારે SPએ કહ્યું કે, ભાજપ કાર્યાલય કેમ ચાલે છે તે હું જાણું છું. અમરેલીના SP એ ભાજપ કાર્યાલય બંધ કરવાની ધમકી આપી હતી. 

કોઈ પોલીસ કે અધિકારી ભાજપ કાર્યાલય પર ધમકી આપે ત્યારે હું ચૂપ નહિ બેસું. આગામી સમય અમરેલીમાં જઈને હું પોલીસની પોલ ખોલીશ. અમરેલીમાં પોલીસ અને SP ની રહેમરાહે બધી જ ગેરકાયદેસર પ્રવૃતિઓ ચાલે છે. દારૂ, રેતીની ખનન, સહિતની પ્રવૃતિઓ અમરેલીમાં ચાલે છે. હું બધી જ વિગતો મેળવીને આ બધી જ બાબત ઉજાગર કરીશ. અમરેલીમાં વિપુલ દૂધાતે અમરેલી પોલીસ પર કરેલા આક્ષેપો બાદ હાલમાં મામલો વધારે તંગ બન્યો છે. સંઘાણી બાદ નારણ કાછડિયાએ પણ પોલીસની ઝાટકણી કાઢી હતી.

ગુજરાતમાં ડોક્ટર બનવું મોંઘું પડશે, મેડિકલ કોલેજની ફીમાં તોતિંગ વધારો કરાયો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More