Home> Gujarat
Advertisement
Prev
Next

રીબડિયા-ભાયાણીનો ખેલ પડતાં હવે મોઢવાડીયા અને ચાવડા ટેન્શનમાં, ભાજપે કોણીએ ગોળ ચોંટાડ્યો

Gujarat Byelections 2025 : ભાજપ મોટા ઉપાડે હર્ષદ રીબડિયાને કોંગ્રેસમાંથી અને ભૂપત ભાયાણીને આપમાંથી લઈ આવ્યું હતું, પરંતુ બંનેને હાંસિયામાં ધકેલી દીધા છે, હવે સૌથી મોટુ ટેન્શન એ મોઢવાડિયા અને ચાવડાને આવશે. 

રીબડિયા-ભાયાણીનો ખેલ પડતાં હવે મોઢવાડીયા અને ચાવડા ટેન્શનમાં, ભાજપે કોણીએ ગોળ ચોંટાડ્યો

Gujarat Politics : ગુજરાતના પનોતાપુત્ર મોદી અને અમિત શાહને કારણે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપના કાંગરા કોઈ ખેરવી શક્યું નથી. એક તરફી માહોલ અને દબદબાને પગલે ભાજપ આજે પણ ગુજરાતમાં કોઈ પણ સીટ પરથી આસાનીથી જીતવાનો દાવો કરી શકે છે પણ ગુજરાતની એક બેઠક એવી છે જ્યાં ભાજપ 13 વર્ષથી જીતી શકી નથી. આ બેઠક ક્યારેય સત્તા પક્ષને સ્થાન આપતી નથી. આ બેઠક પર હાલમાં ત્રિપાંખિયો જંગ ખેલાઈ રહ્યો છે. ભાજપ માટે આ બેઠક પર કરો યા મરો જેવી સ્થિતિ હોવાથી ભાજપે અહીં કદાવર નેતા કિરીટ પટેલને ટિકિટ આપી છે. 

fallbacks

ભાજપને વિસાવદરનો સંન્યાસ દૂર કરવો છે 
ભાજપ આ બેઠકને કોઈ પણ ભોગે જીતીને 18 વર્ષનો સંન્યાસ દૂર કરવા માગે છે. અહીં સૌથી મોટો ખેલ તો હર્ષદ રિબડીયા અને ભૂપત ભાયાણીનો થયો છે. ભાજપ આ બંને નેતાઓને પદ અને સત્તાની લાલચ આપી કોંગ્રેસ અને આપમાંથી તોડી લાવી પણ હવે ટિકિટ કિરીટ પટેલને અપાતાં આ બંનેનો ઘડો લાડવો થઈ જાય તો નવાઈ નહીં. કોંગ્રેસમાંથી 100 નેતાઓ અત્યારસુધી ભાજપમાં આવ્યા છે. જેમાં ગણ્યાગાંઠ્યા સિવાય ફાવ્યા નથી. ભૂપત ભાયાણીની હાલત ખરાબ છે. ભાયાણીએ ભાજપમાં જોડાવવા માટે આપનું ધારાસભ્ય પદ છોડી દીધું હવે ભાજપે ટિકિટ પણ ન આપતાં 2027 સુધી ધારાસભ્ય પદ માટે લાયક રહેનારા ભાયાણીની હાલત ખરાબ થઈ ગઈ છે. 

લીલીપેનથી સહી કરવાના સપના અધૂરા રહી ગયા 
હર્ષદ રીબડિયા પણ કોંગ્રેસમાં પીઢ નેતા હોવા છતાં ભાજપમાં પદ અને સત્તાની લાલચમાં જોડાયા હતા. રિબડિયા આ બેઠક પરથી કોંગ્રેસમાંથી જીતીને પોતાનો દબદબો દેખાડી ચૂક્યા છે પણ ભાયાણીના રાજીનામા બાદ એમને સાઈડલાઈન કરાશે એવી ચર્ચાઓ હતી પણ ભાયાણીને પણ કાપી દેવાયા છે. હવે સૌથી મોટું ટેન્શન એ અર્જુંન મોઢવાડિયા અને સી. જે ચાવડાને આવશે. આ બંને નેતાઓ પણ લીલીપેનથી સહી કરવાના સપનાંમાં કોંગ્રેસમાંથી ખેલ પાડી ભાજપમાં જોડાયા છે પણ ભાજપ મંત્રીમંડળના વિસ્તરણનું ગાજર સતત લટકાવી રહી છે. 

વિસાવદરમાં 18 વર્ષથી સંન્યાસ ભોગવતી ભાજપે કર્યો જબરો ખેલ, પાટીદાર Vs પાટીદાર કર્યું

એક સમયના વિસાવદર બેઠક પરના ધારાસભ્યો હર્ષદ રિબડિયા અને ભૂપત ભાયાણીને બદલે કિરીટ પટેલને ટિકિટ મળતાં આ બંને નેતાઓએ હવે ચૂપચાપ કિરીટ પટેલને જીતાડવા મહેનત કરવા લાગી જવું પડશે. ભાજપ એ શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે. અહીં બળવો કરવો એટલે ભાજપમાંથી ઘરભેગા થવાની નોબત આવે એટલે આ બંને નેતાની સ્થિતિ હવે ના ઘરના ઘાટના જેવી સ્થિતિ થાય તો નવાઈ નહીં...

ગુજરાતની બે વિધાનસભા બેઠકો માટે લડાઈનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપ અને કોંગ્રેસે જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠક અને મહેસાણા જિલ્લાની કડી વિધાનસભા બેઠક માટે ઉમેદવારો જાહેર કરી દીધા છે. આમ આદમી પાર્ટીએ બંને બેઠકો માટે નામો જાહેર કરી દીધા હતા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં AAPએ વિસાવદર બેઠક જીતી હતી, જ્યારે કડી બેઠક ભાજપે કબજે કરી હતી. આવી સ્થિતિમાં, બંને પક્ષો માટે પોતાની જીતેલી બેઠકો જાળવી રાખવાનો પડકાર છે. રાજ્યના મુખ્ય વિપક્ષી પક્ષ કોંગ્રેસ માટે બંને બેઠકો પર સારું પ્રદર્શન કરવું એક પડકાર છે. ભાજપે વિસાવદર બેઠક પરથી કિરીટ પટેલ અને કડી બેઠક પરથી રાજેન્દ્ર ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. 'ઓપરેશન સિંદૂર' પછી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાતમાં આગમન થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. એ જોવું રસપ્રદ રહેશે કે ભાજપ વિસાવદર બેઠક જીતી શકશે કે નહીં? કારણ કે પાર્ટી 13 વર્ષથી અહીં જીતી નથી.

જાણો કોણ છે ભાજપના વિસાવદર બેઠકના ઉમેદવાર
કિરીટ પટેલનો જન્મ 1968માં થયો છે. જેઓ એન્જિનિયરિંગમાં સ્નાતક હોવાની સાથે ખેતી તેમજ બાંધકામ ક્ષેત્રે સક્રિય છે. 2009 થી 2015 સુધી યુવા ભાજપ જુનાગઢના પ્રમુખ રહી ચૂક્યા છે.  2015થી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે કાર્યરત જોવા મળી રહ્યા છે. તેમણે તાલાલા અને જૂનાગઢની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન તરીકે પણ કામગીરી કરી છે. હાલ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન પણ છે. છેલ્લા બે દાયકાથી સંગઠનમાં સક્રિય રહી વિવિધ જવાબદારી નિભાવી રહ્યા છે. તેઓ પાટીદાર સમાજમાં મજબૂત પકડ ધરાવતા નેતા છે. વિસાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તેમનો પ્રભાવ છે. જેથી ભાજપે અહીં પાટીદાર સાથે સહકારી નેતાને ઉતારી એક કાંકરે ઘણા પક્ષીઓ માર્યા છે.

વિસાવદરમાં પાટીદારો વચ્ચે જંગ, ભાજપ-આપ બાદ કોંગ્રેસે પણ પાટીદાર ઉમેદવારને આપી ટિકિટ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More