Home> Gujarat
Advertisement
Prev
Next

અમરેલીના ખેડૂતનો નવતર પ્રયોગ, ડ્રેગન ફ્રુટની ખેતી કરી કરે છે કરોડોની કમાણી


દેખાવે સુંદર આકર્ષક અને સ્વાદિષ્ટ ડ્રેગન ફ્રુટની ખેતી કરનાર અમરેલી જિલ્લાના ખેડૂતો પોતાની આવક ડબલની પણ દસ ગણી કરી રહ્યા છે અને સંપૂર્ણ ઓર્ગેનિક આ ફ્રુટની માંગ ખૂબ સારા પ્રમાણમાં છે.
 

અમરેલીના ખેડૂતનો નવતર પ્રયોગ, ડ્રેગન ફ્રુટની ખેતી કરી કરે છે કરોડોની કમાણી

કેતન બગડા/અમરેલીઃ અમરેલી જિલ્લામાં એવા અનેક પ્રગતિશીલ ખેડૂતો છે કે જેણે ખેતીમાં કંઈકને કંઈક નવું સંશોધન નવા પ્રયોગો કરી કરોડોની કમાણી કરવા પ્રયાસ હાથ ધર્યો છે. ત્યારે અમરેલી જિલ્લાના ઈંગોરાળા ગામના એક ઔદ્યોગિક ક્ષેત્રે કામ કરતા ખેડૂત ડ્રેગન ફ્રુટની ખેતી કરી કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. 

fallbacks

કુદરતને ખોળે શુદ્ધ વાતાવરણમાં અતિ રળિયામણી દેખાતી આ વાડી ઇંગોરાળાના એક પ્રગતિશીલ ખેડૂતની છે. આ વાડીની અંદર તેમણે ડ્રેગન ફ્રુટ ખેતી શરૂ કરી છે. આ ડ્રેગન ફ્રુટને જોવા અને ખરીદવા અનેક લોકો તો આવી રહ્યા છે, પરંતુ ડોક્ટરો પણ આવી રહ્યા છે. આ ડ્રેગન ફ્રુટ ફક્ત ચોમાસાના ચાર મહિનામાં જ સારો એવો પાક આવે છે અને ઉત્પાદન થાય છે. ચોમાસાની ભરપૂર સીઝનમાં પ્રકૃતિ ખૂબ જ ખીલી ઉઠી છે. ઉદ્યોગ ક્ષેત્રે કામ કરી રહેલા અશ્વિનભાઈ ડ્રેગન ફ્રુટની ખેતી પોતાના વતન ઇંગોરાળામા આવેલી 15 વીઘા જમીનમાં કરી છે. તેમણે 4 હજાર જેટલા સેકન્ડ રોપાને ઉછેર્યા છે. ઉત્પાદનની વાત કરીએ તો એક રોપડામાં એક સીઝનમાં 50 કિલોનું ઉત્પાદન થાય છે. જે એક સીઝનના બે લાખ કિલો જેટલું ઉત્પાદન મળે છે અને ભાવની દૃષ્ટિએ વાત કરીએ તો દોઢસો રૂપિયા થી 200 રૂપિયા સુધીના ભાવો તેમને અહીં બેઠા જ મળી જાય છે. આ ખેતીથી બેથી અઢી કરોડ રૂપિયાની કમાણી માત્ર ચાર મહિનામાં કરી શકાય છે.

fallbacks

અતિ સુંદર અને આકર્ષક દેખાતું અને તમામને જોઈને જ ખાવાનું મન થાય એવું આ ડ્રેગન ફ્રુટ મૂળ કેરલ રાજ્યમાં થાય છે.  આ અંગે તેમણે કહ્યુ કે, મારે તો છેલ્લા એકાદ બે વર્ષથી અમરેલી જિલ્લામાં સારું એવું વાવેતર થઇ રહ્યું છે. ડ્રેગન ફ્રુટનું મહત્વ ખોરાકમાં ખુબજ અનોખું છે લોહીના ટકા વધે છે એક પ્રકારની શારીરિક ઇમ્યુનિટીમાં પણ વધારો કરે છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે.

દેખાવે સુંદર અને આકર્ષક એક અલગ પ્રકારનું ફ્રુટ કે જેને બહારગામથી લોકો જોવા પણ આવે છે અને ખરીદી પણ કરે છે. ત્યારે આ પ્રગતિશીલ ખેડૂતને પોતાનું ઉત્પાદન ઘેર બેઠા જ પ્રકૃતિને ખોળે જ વેચાઈ જાય છે અને તમામ વેપાર રોકડેથી થાય છે. જો કે આવનાર તમામ મહેમાનોને પ્રેમથી ડ્રેગન ફ્રુટ ખવડાવી તેમનો સ્વાદ અનેરો આનંદ અપાવતા પ્રગતિશીલ ખેડૂત અશ્વિનભાઈએ અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યાં છે.

Breaking News: સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર કોરોનાથી સંક્રમિત, થયા હોમ ક્વોરન્ટાઈન

દેખાવે સુંદર આકર્ષક અને સ્વાદિષ્ટ ડ્રેગન ફ્રુટની ખેતી કરનાર અમરેલી જિલ્લાના ખેડૂતો પોતાની આવક ડબલની પણ દસ ગણી કરી રહ્યા છે અને સંપૂર્ણ ઓર્ગેનિક આ ફ્રુટની માંગ ખૂબ સારા પ્રમાણમાં છે.

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More