Home> India
Advertisement
Prev
Next

ચીનને ઘેરવાનો પ્લાન, ભારતીય નેવીની જબરદસ્ત તૈયારી, અમેરિકા પણ આપશે સાથ

ચીન  (China-India border Dispute) સાથે તણાવ વચ્ચે અમેરિકી નેવી ભારતીય નેવી સાથે મળીને યુદ્ધાભ્યાસ કરી શકે છે. મળતી માહિતી મુજબ અમેરિકી એરક્રાફ્ટ કેરિયર USS નિમિત્ઝ (USS Nimitz) તેમાં સામેલ થઈ શકે છે. નિમિત્ઝ હાલ હિન્દ મહાસાગરમાં તૈનાત છે. અને નેવી આંદમાન અને નિકોબાર ટાપુ તટે યુદ્ધાભ્યાસ કરી રહી છે. એરક્રાફ્ટ કેરિયર નિમિત્ઝ યુએએસએસ થિયોડોર રૂઝવેલ્ડ સાથે સાઉથ ચાઈના સીમાં વોરગેમ્સમાં સામેલ હતું. નિમિત્ઝ પહેલેથી મલક્કા સ્ટ્રેટના રસ્તે હિન્દ મહાસાગરમાં તૈનાત છે. તે સ્ટ્રેટ મલેશિયા અને ઈન્ડોનેશિયા વચ્ચેનો ખુબ જ સાંકડો રસ્તો છે જે ખુબ મહત્વનો છે કારણ કે આ રસ્તે ચીન સહિત સમગ્ર એશિયા માટે તેલ સપ્લાય થાય છે. 

ચીનને ઘેરવાનો પ્લાન, ભારતીય નેવીની જબરદસ્ત તૈયારી, અમેરિકા પણ આપશે સાથ

નવી દિલ્હી: ચીન  (China-India border Dispute) સાથે તણાવ વચ્ચે અમેરિકી નેવી ભારતીય નેવી સાથે મળીને યુદ્ધાભ્યાસ કરી શકે છે. મળતી માહિતી મુજબ અમેરિકી એરક્રાફ્ટ કેરિયર USS નિમિત્ઝ (USS Nimitz) તેમાં સામેલ થઈ શકે છે. નિમિત્ઝ હાલ હિન્દ મહાસાગરમાં તૈનાત છે. અને નેવી આંદમાન અને નિકોબાર ટાપુ તટે યુદ્ધાભ્યાસ કરી રહી છે. એરક્રાફ્ટ કેરિયર નિમિત્ઝ યુએએસએસ થિયોડોર રૂઝવેલ્ડ સાથે સાઉથ ચાઈના સીમાં વોરગેમ્સમાં સામેલ હતું. નિમિત્ઝ પહેલેથી મલક્કા સ્ટ્રેટના રસ્તે હિન્દ મહાસાગરમાં તૈનાત છે. તે સ્ટ્રેટ મલેશિયા અને ઈન્ડોનેશિયા વચ્ચેનો ખુબ જ સાંકડો રસ્તો છે જે ખુબ મહત્વનો છે કારણ કે આ રસ્તે ચીન સહિત સમગ્ર એશિયા માટે તેલ સપ્લાય થાય છે. 

fallbacks

દેશમાં ફૂટ્યો 'કોરોના બોમ્બ', છેલ્લા 24 કલાકમાં 40 હજાર કરતા વધુ દર્દીઓ, કુલ કેસ 11 લાખને પાર

અમેરિકા સાથે ભારતનો આ સંભવિત યુદ્ધાભ્યાસ, એ જ તર્જ પર થશે જે રીતે જૂન 2020માં ભારતની નેવીએ જાપાનની નેવી સાથે કર્યો હતો. ભારત અને જાપાનના સંયુક્ત યુદ્ધાભ્યાસને પાસેક્સ નામ અપાયું હતું. પાસિંગ એક્સસાઈઝ યુએસ નેવીનો એ અભ્યાસ છે જેના દ્વારા બે બે દેશ યુદ્ધકાળમાં એક બીજા સાથે ડિજિટલ કે ઈલેક્ટ્રોનિક રીતે સંપર્કમાં રહેવા અને સહયોગ કરવાનો અભ્યાસ કરે છે. 

આસામમાં પૂરથી સ્થિતિ ખરાબ, અત્યાર સુધી 110 લોકોના મૃત્યુ, 24 જિલ્લાના લાખો લોકો પ્રભાવિત

એરક્રાફ્ટ કેરિયર નિમિત્ઝ યુએસએસ થિયોડોર રૂઝવેલ્ડ સાથે સાઉથ ચાઈના સીમાં વોરગેમ્સનો ભાગ હતો. બંનેએ ફિલિપાઈન્સ સીમાં ડ્યુઅલ કેરિયર ઓપરેશન્સ કર્યાં જેને આયોજિત કરવા અંગે અમેરિકન નેવીએ કહ્યું હતું કે "અમારા ક્ષેત્રીય મિત્રો માટે પ્રતિબદ્ધતા દેખાડવા હિન્દ મહાસાગરમાં ઝડપથી અમારી સામૂહિક પ્રતિરોધક તાકાત  દેખાડવા માટે અને ક્ષેત્રીય સ્થિરતા જાળવવામાં સહયોગ આપનારા આંતરરાષ્ટ્રીય નિયમોને પડકારનારા વિરુદ્ધ અમારી તત્પરતા દેખાડવા માટે."

આ ખબર એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે ચીને હિન્દ મહાસાગરમાં પોતાની ઉપસ્થિતિ વધારી દીધી છે. ચીનનો ચીન બહાર ફક્ત એક જ મિલેટ્રી બેઝ છે જે હોર્ન ઓફ આફ્રિકા ( લાલ સાગરના દક્ષિણ કિનારે) જિબૂતીમાં છે. જે રણનીતિક રીતે મહત્વપૂર્ણ સ્વેઝ નહેર, એડનની ખાડી અને હિન્દ મહાસાગરને જોડનારા સામુદ્રિક માર્ગમાં છે. 

જુઓ LIVE TV

હાલ ચીન અને ભારત વચ્ચે સરહદ વિવાદ ચાલી રહ્યો છે. લદાખમાં જૂન મહિનામાં હિંસક ઝડપ પણ થઈ હતી જેમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતાં. આ બધા વચ્ચે એવી પણ સંભાવના છે કે અમેરિકા, જાપાન અને ભારત સાથે ઓસ્ટ્રેલિયા પણ માલાબાર યુદ્ધાભ્યાસમાં આ વર્ષના અંતમાં ભાગ લેશે. ચારેય દેશો વચ્ચે પહેલેથી એક સમજૂતિ QUAD (The Quadrilateral Security Dialogue)  પણ છે. જેના માટે થઈને ચારેય દેશના વિદેશમંત્રી ગત વર્ષે મળ્યા હતાં. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More