Home> Gujarat
Advertisement
Prev
Next

Amul Milk Price Hike : આજથી અમૂલ દૂધ મોંઘું થયું, ગુજરાતીઓને આટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે

Amul Milk Price Hike : જનતા પર વધુ એક મોંઘવારીનો માર.. અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો કર્યો વધારો... દૂધના ભાવ વધતાં દૂધની તમામ બનાવટો પણ થશે મોંઘી  

Amul Milk Price Hike : આજથી અમૂલ દૂધ મોંઘું થયું, ગુજરાતીઓને આટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે

Amul Milk Price : જનતા પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. કારણ કે, આજથી અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2નો વધારો થયો છે. અમૂલ ડેરીએ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરીને લોકોનું બજેટ વધાર્યું છે. ત્યારે જોઈ લો કયા દૂધમાં કેટલો ભાવ વધારો થયો છે.

fallbacks
  • અમૂલ ગોલ્ડનો નવો ભાવ 34 રૂપિયા થયો 
  • અમૂલ તાજાનો નવો ભાવ 28 રૂપિયા થયો  
  • અમૂલ ગાયના દૂધનો ભાવ 29 રૂપિયા થયો 
  • અમૂલ સ્ટાન્ડર્ડ 500 મિલીનો ભાવ 31 રૂપિયા થયો  
  • અમૂલ બફેલો 500 મિલીનો ભાવ 37 રૂપિયા થયો 

આમ, દૂધના ભાવ વધતાં દૂધની તમામ બનાવટો પણ મોંઘી થશે. સાથે જ હવે ચાની કિટલી પર ચા કે કોફી પીવાનું પણ મોંઘું પડશે. ત્યારે અમૂલ દૂધનો આ ભાવ વધારો બીજા અનેક બાબતો પર અસર કરશે. 

મોંઘવારીનો માર ક્યાં સુધી
વિવિધ દેશમાં નામના ધરાવતી અને દેશમાં દૂધના વ્યાપાર પર મહત્તમ પ્રભુત્વ ધરાવતી અમુલ કંપની દ્વારા પોતાની વિવિધ બ્રાંડના દૂધમાં લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેનો અમલ ગત મધરાતથી શરૂ થઇ ગયો છે. ત્યારે દૂધના વધેલા ભાવ મામલે ગ્રાહકોની જુદી જુદી પ્રતિક્રિયા મળી છે. ગુજરાતના નાગરિકોનો એક જ મત છે કે મોંઘવારીનો માર સહન કરતી પ્રજાએ વધુ સહન કરવાનું આવશે. સાથે જ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના બાળકોને દૂધના વપરાશ માટે વધુ મુશ્કેલીઓ વેઠવી પડશે.

હજી થોડા સમય પહેલા ઘટાડ્યા હતા ભાવ
ગયા વર્ષે, અમૂલે ગ્રાહકોને રાહત આપવા માટે લગભગ પાંચ મહિના માટે 1 લિટર અને 2 લિટરના પેક પર અનુક્રમે 50 મિલી અને 100 મિલી વધારાનું દૂધ મફતમાં આપ્યું હતું. આ ઉપરાંત, જાન્યુઆરી 2025 માં, અમૂલે તેના 1 લિટર પેકની કિંમતમાં 1 રૂપિયાનો ઘટાડો કર્યો હતો, જેનાથી ગ્રાહકોને રાહત મળી હતી. પરંતું થોડા સમયમાં જ અમૂલે ભાવ વધારો ઝીંકી દીધો.

કંપનીએ વધારાના કારણો સમજાવ્યા
કંપનીએ જણાવ્યું હતું કે ભાવ વધારાનું મુખ્ય કારણ 36 લાખથી વધુ દૂધ ઉત્પાદકોના ઉત્પાદન ખર્ચમાં વધારો છે. છેલ્લા એક વર્ષમાં અમૂલના તમામ સભ્ય યુનિયનોએ પણ ખેડૂતોને દૂધના સારા ભાવ આપવાનું શરૂ કર્યું છે. અમૂલે જણાવ્યું હતું કે ગ્રાહકો પાસેથી એકત્રિત કરવામાં આવતી રકમનો લગભગ 80 ટકા હિસ્સો સીધો દૂધ ઉત્પાદકોને પરત કરવામાં આવે છે. કંપનીએ જણાવ્યું હતું કે દૂધના વેચાણ ભાવમાં વધારાનો બાકીનો ભાગ દૂધ ઉત્પાદકોને પરત કરવામાં આવશે અને તેમને દૂધ ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

11 વર્ષના વિદ્યાર્થીને ભગાડી લઈ ગયેલી શિક્ષિકાએ 4 દિવસ શું કર્યું અને ક્યાં ફર્યાં?

આજથી બીજું શું શું બદલાયું 
હવે આપણે વાત કરીશું આજથી થઈ રહેલા નવા ફેરફારની, જે તમારા માટે જાણવા જરૂરી છે. આજથી ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા થઈ ગયા છે. હવે જો તમે, તમારી બેંકની સિવાયની બેંકના ATMમાંથી પૈસા ઉપાડશો, તો તમને ત્રણ ટ્રાન્ઝેક્શન ફ્રી મળશે. પરંતુ એ પછી તમારે દરેક ટ્રાન્ઝેક્શન માટે વધારાનો ચાર્જ આપવો પડશે. આ ચાર્જમાં લગભગ તમામ બેંકોએ 2 રૂપિયા જેટલો વધારો કર્યો છે. એટલે તમારે હવે 19 થી 23 રૂપિયા વધારાના ચૂકવવાના રહેશે.આ સાથે અન્ય બેંકના ATMમાંથી બેલેન્સ ચેક કરવા પર 6 રૂપિયાના બદલે સાત રૂપિયા શુલ્ક લાગશે.  આ સાથે આજથી રેલવે ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર થયો છે. એડવાન્સ રિઝર્વેશન પીરિયડ 120 દિવસથી ઘટાડીને 60 દિવસ થયો છે. સાથે જ જો તમારી પાસે વેઈટિંગમાં ટિકિટ હશે તો તમે જનરલ કોચમાં જ મુસાફરી કરી શકશો. વેઈટિંગ ટિકિટ સાથે તમે સ્લિપર કોચમાં યાત્રા નહીં કરી શકો.

એટીએમ ઉપાડ ચાર્જમાં વધારો
એટીએમમાંથી પૈસા ઉપાડવાનો ચાર્જ 21 રૂપિયાથી વધીને 23 રૂપિયા થશે. આ નવો ચાર્જ 1 મે, 2025થી લાગુ થશે, જે ભારતીય રિઝર્વ બેંક (RBI) અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા નક્કી કરવામાં આવ્યો છે.

રેલ્વે, બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD), અને બચત ખાતા સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર થવાની શક્યતા છે, જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડશે.

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : 3 થી 6 મે સુધી ગુજરાતના આ જિલ્લાઓમાં આવશે વરસાદ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More