Home> India
Advertisement
Prev
Next

LPG Price: સવાર સવારમાં મળ્યા સારા સમાચાર, રાંધણ ગેસના બાટલાનો ભાવ ઘટી ગયો, ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ

LPG Cylinder Latest Rate: મોંઘવારીનો માર ઝેલી રહેલા સામાન્ય માણસોને આજે થોડી રાહત મળી શકે છે. કારણ કે રાંધણ ગેસના બાટલાના ભાવ વધ્યા છે. જો કે આ  ભાવ ઘટાડો કોમર્શિયલ ગેસના બાટલામાં કરાયો છે. જાણો લેટેસ્ટ રેટ.

LPG Price: સવાર સવારમાં મળ્યા સારા સમાચાર, રાંધણ ગેસના બાટલાનો ભાવ ઘટી ગયો, ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ

દર મહિનાની પહેલી તારીખની જેમ આ વખતે પણ કેટલીક ચીજોના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. આ સાથે જ ઓઈલ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવને પણ અપડેટ કર્યા છે. 1 મે એટલે કે આજે મજૂર દિવસ છે અને ગુજરાતનો સ્થાપના દિવસ પણ છે. આજના દિવસે કંપનીઓએ ગ્રાહકોને મોટી રાહત આપી છે. તો જાણો ફટાફટ કેટલો ઘટ્યો ભાવ. 

fallbacks

કોમર્શિયલ ગેસના ભાવમાં ઘટાડો
ઓઈલ કંપનીઓએ વધતી મોંઘવારી રાહત આપતા 19 કિલોવાળા કોમર્શિયલ ગેસના ભાવમાં 14.5 રૂપિયાનો ઘટાડો  કર્યો છે. ભાવ ઘટ્યા બાદ દિલ્હીમાં 1747.50 રૂપિયામાં મળશે. જે પહેલા 1762 રૂપિયામાં સિલિન્ડર મળતું હતું. કોલકાતામાં સિલિન્ડરના ભાવ 17 રૂપિયા ઘટીને 1851.50 રૂપિયા થયા છે. આ ઉપરાંત મુંબઈમાં 1713.50 રૂપિયાની જગ્યાએ હવે 1699 રૂપિયા ચૂકવવા પડશે. ચેન્નાઈમાં આ સિલિન્ડર 1921.50 રૂપિયાની જગ્યાએ હવે 1906 રૂપિયામાં મળશે. દર મહિનાની પહેલી તારીખે ઓઈલ કંપનીઓ તરફથી વહેલી સવારે 6 વાગે ભાવમાં ફેરફાર કરાય છે. પરંતુ આ વખતે આ ફેરફાર સવારે 7.30 વાગ્યાની આસપાસ કરાયો. 

ઘરેલુ સિલિન્ડરના ભાવ યથાવત
બીજી બાજુ ઓઈલ કંપનીઓ તરફથી ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલેકે ઘરમાં વપરાતો રાંધણ ગેસના બાટલાનો ભાવ યથાવત રહેશે. અત્રે જણાવવાનું કે તેમાં ઓઈલ કંપનીઓએ 8 એપ્રિલના રોજ ઘટાડો કર્યો હતો. 

ઘરેલુ એલપીજી સિલિન્ડરનો બાટલો હાલ દિલ્હીમાં 853 રૂપિયામાં મળે છે. આ ઉપરાંત કોલકાતામાં તે 879 રૂપિયા, મુંબઈમાં 852 રૂપિયા અને ચેન્નાઈમાં 868.50 રૂપિયામાં મળે છે. ઓઈલ કંપનીઓએ હવાઈ ઈંધણના ભાવમાં પણ 1મેના રોજ ફેરફાર કર્યો છે. દિલ્હીમાં નવો ભાવ 768.09 ડોલર પ્રતિ લીટર થયો છે. કોલકાતામાં તેનો  ભાવ 806.46 ડોલર પ્રતિ કિલોલીટર, જ્યારે મુંબઈમાં 768.23 ડોલર પ્રતિ કિલો લીટર અને ચેન્નાઈમાં 763.34 ડોલર પ્રતિ કિલો લીટરનો ભાવ છે. 

300 રૂપિયા સસ્તો મળે છે બાટલો
દેશમાં હાલ 32.9 કરોડ એલપીજી કનેક્શન છે. જેમાંથી 10.33 કરોડ ઉજ્જવલા યોજના સાથે જોડાયેલા ગ્રાહકો છે. જે હેઠળ ગરીબોને 300 રૂપિયાની સબસિડી સિલિન્ડર પર મળે છે. તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં રાજ્ય સરકારની યોજનાઓને કારણએ ત્યાં 10 ટકા ઉજ્જવલા યોજનાના લાભાર્થી છે. એપ્રિલ 2022માં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો. 1 એપ્રિલ 2022ના રોજ સિલિન્ડરના ભાવ 249.50 રૂપિયાથી લઈને 268.50 રૂપિયા સુધી  ઉછળ્યા હતા. તે સમયે બાટલાનો ભાવ 2406 રૂપિયા પ્રતિ સિલિન્ડર સુધી પહોંચી ગયો હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More