જયંતિ સોલંકી/વડોદરા: વડોદરામાં પ્રિયા ટોકીઝ નજીક એક કારચાલકે શાળાની વિદ્યાર્થીનીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જોકે સદનસીબે વિદ્યાર્થીનીનો જીવ બચી ગયો હતો.
એક જ લોકસભાથી લડવા બે પૂર્વ ગૃહ રાજ્યમંત્રીઓ આતૂર! ગુજરાત ભાજપમાં ટિકિટ માટે પડાપડી
ગુજરાતમાં જાણે અકસ્માતોની વણઝાર લાગી હોય તેમ એક બાદ એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. હજી તો ઈસ્કોન બ્રિજ અકસ્માતના ઘા રૂંઝાયા નથી, ત્યારે વડોદરામાં તથ્યવાળી થતા રહી ગઈ હતી. વડોદરા શહેરમાં પ્રિયા ટોકીઝ નજીક એક કાર ચાલકે સોમવારે બપોરે ગંભીર અકસ્માત સર્જ્યો હતો. પ્રિયા ટોકીઝ પાસેથી પસાર થતાં સમયે એક કાર ચાલકે પોતાના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કાર એટલી સ્પીડમાં હતી કે ચાલકે એક્ટિવા પર બેઠેલી શાળાની વિદ્યાર્થીનીને અડફેટે લીધી હતી.
હે ભગવાન આ શું થવા બેઠું છું? ગુજરાતમાં 25 હજારથી વધુ વ્યક્તિઓનો આપઘાત
એક્ટિવા પર બેઠેલી સ્કૂલની વિદ્યાર્થિની સાથે કાર ધડાકાભેર અથડાઈ હતી. કારની ટક્કર વાગતા બાળકી હવામાં ફંગોળાઈ હતી.વિદ્યાર્થીની ગંભીર રીતે ઈજાગ્રસ્ત પોહચી હતી.અકસ્માતની ઘટના બનતા આસપાસના સ્થાનિકો વિદ્યાર્થીનીની મદદ માટે દોડી આવ્યા હતા. જ્યાં સ્થાનિકો દ્વારા ઈજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ હતી.
લોકસભા ચૂંટણી પહેલાં મોદી સરકારની ગુજરાતને મોટી ભેટ, 46 રેલવે સ્ટેશનની થશે કાયાપલટ
જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહિ થતાં તથ્યવાળી થતા રહી ગઈ હતી. નહિંતર કોઈ માસુમે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હોત.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે