Home> India
Advertisement
Prev
Next

અરે ભાઈ...આ હોસ્પિટલ છે સ્ટૂડિયો નહીં, કામ પછી થશે પહેલા તો ભાઈ રિલ્સ બનશે!

જવાબદારીઓ પર ભારે રિલ્સનો નશો: ઘણીવાર રિલ્સનો નશો એવો ચડી જાય કે કામકાજ બધુ હેઠે મુકાઈ જાય. પરંતુ જો ડૉક્ટર કે નર્સ પણ આવું કરવા લાગે તો શું કરવું? એક બાદ એક સામે આવી રહેલા વીડિયો આરોગ્ય વિભાગની ચિંતા વધારી રહ્યા છે... જોકે સજાથી રિલ્સનો આ નશો ઉતરશે કે નહીં તે એક સવાલ છે.. 

અરે ભાઈ...આ હોસ્પિટલ છે સ્ટૂડિયો નહીં, કામ પછી થશે પહેલા તો ભાઈ રિલ્સ બનશે!

નવી દિલ્લીઃ પહેલા હતા કર્ણાટકના ડૉક્ટર્સ, તો હવે સામે આવી છત્તીસગઢની ત્રણ નર્સ.. જેમનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. હોસ્પિટલમાં દર્દીઓની હાલતની તો પરવાર દૂર રહીં. આ ત્રણ નર્સ તો ‘કોલવરી ડી' ગીત પર વીડિયો બનાવવામાં વ્યસ્ત છે... દર્દીનું તો શું..? એકવારની જગ્યાએ 20 વાર સ્ટાફને બૂમ મારશે... પરંતુ આપણે તો મજા કરવાની ને... જોકે રાયપુરની હોસ્પિટલનો આ વીડિયો વાયરલ થતા જ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું.. અને તાત્કાલિક ધોરણે ત્રણેય નર્સને નોકરી પરથી હટાવવા નિર્ણય કરાયો.. જેથી અન્ય કોઈ સ્ટાફ પણ આવી મસ્તીમાં સમય બગાડે નહીં... 

fallbacks

જવાબદારીઓ પર ભારે રિલ્સનો નશોઃ
કામ પછી થશે.. પહેલા તો ભાઈ રિલ્સ બનશે !
ડૉક્ટર-નર્સ વીડિયો બનાવશે, તો સારવાર કોણ કરશે?
અરે ભાઈ.. આ હોસ્પિટલ છે.. સ્ટૂડિયો નહીં
ડૉક્ટર-નર્સને કોણ સમજાવે ગંભીરતા?
ભારે પડે છે રિલ્સની રમત.. તો પછી બંધ કેમ નથી થતી?

હોસ્પિટલમાં આ પહેલી ઘટના નથી.. 
તમે કર્ણાટકના ચિત્રદુર્ગનો આ વીડિયો જુઓ...જ્યાં ડૉક્ટર કપલે પ્રિવેડિંગ ફોટોશૂટ માટે અન્ય કોઈ નહીં પરંતુ ઓપરેશન થિયેટરની પસંદગી કરી લીધી.. પહેલા તો બંને ડૉક્ટર ઓપરેશનમાં વ્યસ્ત હોય તેવું દેખાય છે, પરંતુ સાઈડમાં નજર કરીએ તો લાઈટ્સ અને કેમેરા સાથે પ્રિવેડિંગ ફોટોશૂટ માટે માણસો કામે લાગેલા છે.. જોકે આ કેસમાં પણ બંને ડૉક્ટર્સને સસ્પેન્ડ કરી દેવાયા હતા. આ ઘટનાના થોડા દિવસમાં જ ફરી કર્ણાટકની ગડગ સરકારી હોસ્પિટલના વીડિયો સામે આવ્યા હતા. આ વીડિયો બાદ એકસાથે 38 મેડિકલ વિદ્યાર્થીઓને સજા કરાઈ... હોસ્પિટલે તમામ વિદ્યાર્થીઓનો હાઉસમેનશિપ ટ્રેનિંગનો સમય 10 દિવસ વધારી દીધો.. 

ત્રણ અલગ અલગ દ્રશ્યો પરથી સમજી શકાય કે હોસ્પિટલમાં પણ નર્સથી લઈને ડૉક્ટર્સને રિલ્સનો કેવો નશો ચડી જાય છે..  જોકે આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યક્તિ કામ સમયે આવી રમત કરે ત્યારે તેની ગંભીરતા વધી જાય છે.. આવી બેદરકારી માત્ર સજાથી નહીં પરંતુ સ્વયં શિસ્તથી સુધારે તે અત્યંત જરૂરી છે..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More