સંદીપ વસાવા/મહુવા: રાજ્યમાં મહિલાઓ અને બાળકીઓ પર બળાત્કારના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે, ત્યારે સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતના મહુવા તાલુકાના એક ગામની માત્ર 11 વર્ષની માસુમ સગીરાને નજીવા રૂપિયા અને ચોક્લેટ પીપરની લાલચ આપી વારંવાર વાસના સંતોષતા 50 વર્ષીય આધેડની પોલીસે અટક કરી છે.
વરસાદની કાગડોળે રાહ જોતાં ખેડૂતો માટે મોટા સમાચાર, 7 દિવસ આ વિસ્તારોમાં મેઘો ધબધબાટી
સુરત મહુવા તાલુકાના એક ગામમા ચોંકાવનારો કિસ્સો બનવા પામ્યો છે. સોસાયટી ફળિયામાં રહેતા અને મજૂરીકામ કરી ગુજરાન ચલાવતા દંપતીની માત્ર 11 વર્ષની સગીરા પુત્રી ઘરમાં એકલી રહેતી હોવાનું લાભ ઉઠાવી સગીરાના પિતાના સગા (ઉ.વ.50) સુખાભાઈ ભાણાભાઈ હળપતિએ દુષ્કર્મ આચર્યું હતું. ગત 8 માસના સમયગાળા દરમિયાન સગીરાને એકલી ભાળી ઘરના દરવાજા બંધ કરી જબરજસ્તી પૂર્વક સગીરા તથા પોતાના શરીરના કપડા ઉતારી શારીરિક સંબંધ બાંધી પોતાની હેવાનીયતનું પ્રોત પ્રકાશ્યું હતું.
આણંદ કલેક્ટર ઓફિસમાં યુવતીને મોકલનાર 'મેડમ' હવે ફસાયા, સ્પાય કેમેરા ગોઠવી ઉતાર્યા...
અવાર નવાર ઘરના વાડાના સંડાસમા અને આંબાવાડીમાં અનેકવાર રૂપિયા 10, 20 અને ચોકલેટ પીપરની લાલચ આપી શરીરસંબંધ બાંધતા આવેલો લંપટ આધેડ ઓંડચ ખાતે ખાનગી ફાર્મ હાઉસમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. આ દરમિયાન એલર્જી નીક્ળી આવતા સગીરાએ સરકારી નર્સને વાત કરતા તેની સરકારી દવાખાનામાં તબીબી તપાસ થઈ હતી.
હવે ચાંદથી 4 પગલાં દૂર ચંદ્રયાન-3, શુ તમને ખબર છે સુરતમાં બન્યો છે યાનનો મહત્વનો ભાગ
અત્રેથી ચામડીના તજજ્ઞનો સંપર્ક સાધવાનું જણાવતા સગીરાને કામરેજ મુકામે આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ આ દરમિયાન તબીબને શંકા જતા સગીરાને સુરતની હોસ્પિટલમાં લઈ જવાતા સગીરા સાથે શારીરિક સંબંધ બંધાયો હોવાનું જાણવા મળ્યું હતું. પોતે જેને દાદાજી કહીને સંબોધતી હતી તેજ લંપટ આધેડે પોતાની પૌત્રી સમાન સગીરાને ભોગ બનાવતા સગીરાની માતા દ્વારા મહુવા પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી હતી.
અઢી મહિના પહેલા એમના સંસ્કારની દુનિયા દિવાની બની પણ રિવાબાનુ નવુ રૂપ જોઈ લોકો ચોંક્ય
પોલીસે આધેડ લંપટ ની અટકાયત કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે