Home> India
Advertisement
Prev
Next

વસ્તીની દ્રષ્ટિએ વિશ્વના 20 સૌથી મોટા શહેરો કયા છે? સામે આવ્યો રિપોર્ટ

જનસંખ્યાની દ્રષ્ટિએ દુનિયાનું સૌથી મોટુ શહેર જાપાનનું ટોક્યો-યોકોહામા છે. તો ભારતની રાજધાની દિલ્હી આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે. ભારતનું મુંબઈ પણ આ લિસ્ટમાં સામેલ છે. 

વસ્તીની દ્રષ્ટિએ વિશ્વના 20 સૌથી મોટા શહેરો કયા છે? સામે આવ્યો રિપોર્ટ

નવી દિલ્હીઃ શું તમે જાણો છો કે જનસંખ્યા પ્રમાણે દુનિયાના 20 સૌથી મોટા શહેર ક્યા છે? આ વિશે World of Statistics એ પોતાના એક્સ હેન્ડલ પર ડેટા શેર કર્યો છે. આ ડેટા પ્રમાણે જનસંખ્યા પ્રમાણે દુનિયાનું સૌથી મોટુ શહેર જાપાનનું ટોક્યો-યોકોહામા છે. અહીંની જનસંખ્યા 37.73 મિલિયન છે. બીજા નંબર પર ઈન્ડોનેશિયાનું જકાર્તા શહેર છે, જેની જનસંખ્યા 33.75 મિલિયન છે. ત્રીજા નંબર પર ભારતની રાજધાની દિલ્હી છે, જેની જનસંખ્યા 32.22 મિલિયન છે.  

fallbacks

આ યાદીમાં ચોથા સ્થાને ગુઆંગજૌ ફોશાન છે, જેની જનસંખ્યા 26.94 મિલિયન અને પાંચમાં સ્થાને ભારતનું મુંબઈ છે. મુંબઈની જનસંખ્યા 24.97 મિલિયન છે. છઠ્ઠા સ્થાને 24.92 મિલિયનની સાથે મનીલા અને સાતમાં નંબર પર 24.07 મિલિયન સાથે સંઘાઈ છે. આઠમાં નંબર પર 23.08 મિલિયનની સાથે સાઓ પાઉલો અને નવમાં નંબર પર સિયોલ-ઇનચાન છે, જેની જનસંખ્યા 23.01 મિલિયન છે. દસમાં નંબર પર મેક્સિકો સિટી છે, જેની જનસંખ્યા 21.80 મિલિયન છે. 

ન્યૂયોર્ક અને બેઇજિંગની કેટલી જનસંખ્યા છે?
ન્યૂયોર્કની જનસંખ્યા 21.50 મિલિયન, કાહિરાની જનસંખ્યા 20.29 મિલિયન, ઢાકાની જનસંખ્યા 18.62 મિલિયન, બેઇજિંગની જનસંખ્યા 18.52 મિલિયન, કોલકત્તાની જનસંખ્યા 18.50 મિલિયન, બેંગકોકની જનસંખ્યા 18 મિલિયન, શેનઝેનની જનસંખ્યા 17.61 મિલિયન, મોસ્કોની જનસંખ્યા 17.33 મિલિયન, બુએનસ એરિસની જનસંખ્યા 16.71 મિલિયન અને લાગોસની જનસંખ્યા 16.63 મિલિયન છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More