બુરહાન પઠાણ/આણંદ: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા નિર્દોષ હિન્દુ સહેલાણીઓ પર આતંકવાદી હુમલો કરી 27 સહેલાણીઓની હત્યા કરવાની ઘટનાના વિરોધમાં આણંદ શહેરમાં ગત રાત્રીના સુમારે શ્રી રામજન્મોત્સવ સમિતિના કાર્યકરો દ્વારા પાકિસ્તાની રાષ્ટ્રધ્વજને પગ નીચે કચડી પાકિસ્તાન મુર્દાબાદના નારાઓ લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આતંકી હુમલામાં મૃત્યુ પામનારા શૈલેષ કળથિયાનો મૃતદેહ વતન લવાયો,સરકારે જાહેર કરી સહા
પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓએ હિન્દુ સહેલાણીઓ પર તેઓના ધર્મ અંગે પુછી ગોળીબાર કરી 27 સહેલાણીઓની હત્યા કરવામાં આવતા જેને લઇને આણંદ શહેરના હિન્દુઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે..
J&K આતંકી હુમલામાં 3 ગુજરાતીઓના મોત,ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અ'વાદ એરપોર્ટ લવાયા
જેને લઇને ગત રાત્રીના સુમારે શ્રી રામજન્મોત્સવ સમિતિ દ્વારા આણંદ શહેરમાં 100 ફૂટ રોડ પર ભાવનાથ મહાદેવના મંદિર પાસે, ભાલેજ ઓવરબ્રિજ પાસે, ટાઉનહોલ પાસે સહિત જૂદી જૂદી ચાર જગ્યાએ રોડ પર પાકિસ્તાનનો રાષ્ટ્ર ધ્વજ દોરીને પાકિસ્તાની રાષ્ટ્રધ્વજને પગ નીચે અને વાહનો નીચે કચડીને અનોખો વિરોધ કર્યો હતો.
પહેલગામમાં આતંકી હુમલા પછી લોકોમાં ડરનો માહોલ, અનેક ગુજરાતીઓએ કેન્સલ કરાવી ટિકિટ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે