Home> Health
Advertisement
Prev
Next

Kidney Health: કિડની માટે સ્લો પોઈઝન છે આ 5 ફુડ, રોજ ખાવાથી કિડની ડેમેજ થવાનું જોખમ વધે

Kidney Health: શરીરને સ્વસ્થ અને સ્વચ્છ રાખવાનું કામ કિડની કરે છે. એવી કેટલીક વસ્તુઓ છે જે કિડની માટે જોખમી છે. આ વસ્તુઓનું સેવન રોજ કરવામાં આવે તો કિડની ડેમેજ થઈ શકે છે.
 

Kidney Health: કિડની માટે સ્લો પોઈઝન છે આ 5 ફુડ, રોજ ખાવાથી કિડની ડેમેજ થવાનું જોખમ વધે

Kidney Health: દિવસ દરમિયાન આપણે જે પણ વસ્તુ ખાતા પીતા હોય તેની અસર આપણા શરીરના અંદરના અંગોને પણ થાય છે. તેથી જ એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે શરીરના બધા જ અંગને પર્યાપ્ત માત્રામાં પોષણ પૂરું પાડે અને કોઈપણ પ્રકારનું નુકસાન ન કરે. કિડની આપણા શરીરનું મહત્વપૂર્ણ અંગ છે. કિડનીનું કામ શરીરમાંથી ટોક્સિન બહાર કાઢવાનું છે. કિડની આપણા શરીરને સ્વસ્થ અને સ્વચ્છ રાખે છે. પરંતુ શરીરના આ મહત્વના અંગના સ્વાસ્થ્યને લઈને લોકો એટલા જાગૃત નથી. લોકો લાંબા સમય સુધી એવી વસ્તુઓનું સેવન કરતા રહે છે જે કિડની માટે સ્લો પોઈઝન સાબિત થાય છે. 

fallbacks

આ પણ વાંચો: ડાયાબિટીસ હોય તો રોજ સવારે આ યોગાસન કરો, આખો દિવસ કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર

કેટલીક એવી વસ્તુઓ છે જે કિડનીને ડેમેજ કરી શકે છે. આ વસ્તુઓને નિયમિત ખાવાથી કિડનીના નુકસાન થાય છે. આ ફૂડ રોજ ડાયટમાં લેવાથી કિડની સ્ટોન અને કિડની સંબંધિત  સમસ્યા ઝડપથી થઈ શકે છે. 

કિડનીને નુકસાન કરતાં ખોરાક 

આ પણ વાંચો: મેંદો છોડો આ 4 હેલ્ધી લોટ અપનાવો, અડધાથી વધારે સ્વાસ્થ્ય સમસ્યા આ ફેરફારથી જ દુર થશે

વધારે પડતું મીઠું 

ભોજનમાં જો વધારે નમકનો ઉપયોગ રોજ કરવામાં આવે તો કિડની પર ગંભીર પ્રભાવ પડે છે. WHO અનુસાર એક વ્યક્તિએ રોજ માત્ર પાંચ ગ્રામ નમકનું સેવન કરવું જોઈએ. પરંતુ મોટાભાગના લોકો અથાણા પાપડ, પેકેટમાં આવતા નાસ્તા, અથાણા જેવી વસ્તુઓના માધ્યમથી વધારે નમકનું સેવન કરતા હોય છે. જો મીઠાપર કંટ્રોલ કરવામાં ન આવે તો તે કિડની પર ખરાબ અસર કરે છે. 

આ પણ વાંચો: Breakfast: સવારે નાસ્તામાં ન ખાવી આ વસ્તુઓ, શરીરને ફાયદો નહીં નુકસાન કરે છે આ ફુડ

પ્રોસેસ્ડ અને જંક ફૂડ 

પ્રોસેસ્ડ અને જંક ફૂડનું સેવન નિયમિત કરવાથી પણ કિડની પર ખરાબ અસર થાય છે. આ પ્રકારના ખોરાક હાય સોડિયમ, ટ્રાન્સ ફેટ અને પ્રિઝર્વેટીવવાળા હોય છે જે કિડનીને ધીરે ધીરે ખરાબ કરે છે. નિયમિત રીતે પીઝા, બર્ગર, નુડલ્સ અને ફ્રોઝન ફૂડ ખાવાથી પણ કિડની ડેમેજ થવાનું જોખમ વધે છે. 

આ પણ વાંચો: લિવર ડેમેજ થાય ત્યારે ચહેરા પર દેખાય છે આ 4 લક્ષણો, આ સ્કિન પ્રોબ્લેમ ઈગ્નોર ન કરો

સોફ્ટ ડ્રિંક 

નિયમિત રીતે સોફ્ટ ડ્રીંક પીવાથી પણ શરીરમાં વધારાની સુગર જાય છે. સોફ્ટડ્રિંક સોડિયમથી ભરપૂર હોય છે જે કિડની સ્ટોનનું જોખમ ઊભું કરે છે. તેના કારણે કિડની પર પ્રેશર વધે છે. આવા પીણા પીવાને બદલે છાશ, લીંબુ પાણી, નારિયેળ પાણી જેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ તે કિડની ફંકશનને સુધારે છે. 

આ પણ વાંચો: Pranayama Benefits: રોજ 15 મિનિટ પ્રાણાયામ કરવાથી શરીરમાં થશે આ 5 પોઝિટિવ ફેરફાર

વધારે પડતું પ્રોટીન 

જરૂર કરતાં વધારે પ્રોટીન લેવું પણ કિડની માટે હાનિકારક છે. નિયમિત રીતે હાઈ પ્રોટીન વસ્તુઓ ખાવાથી કિડની નબળી પડી જાય છે. હાઈ પ્રોટીન સપ્લીમેન્ટ, રેડ મીટ, પ્રોસેસ્ડ મીટ કિડની માટે સ્લો પોઈઝન સાબિત થાય છે. 

આ પણ વાંચો: Heart Attack Signs: ઉનાળામાં હાર્ટ એટેક આવે તે પહેલા શરીરમાં દેખાતા 5 લક્ષણો

વધારે પડતી ખાંડ 

ખાંડનું વધારે સેવન ડાયાબિટીસના જોખમની સાથે ક્રોનિક કિડની ડીસીઝનું જોખમ પણ વધારે છે. જે લોકો રોજ ડાયટમાં મીઠાઈઓનું સેવન કરે છે તેમની કિડની ડેમેજ થવાનું જોખમ પણ વધી જાય છે. નિયમિત રીતે ખાંડથી ભરપૂર વસ્તુ ખાવી જો ખમી છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More