Home> Gujarat
Advertisement
Prev
Next

તમારા ઘરે હાલમાં કોઈ રાખ્યો છે ઘરઘાટી? અમદાવાદમાં સામે આવ્યો મોટો કાંડ, મોજશોખ પુરા કરવા...

આનંદનગર પોલીસે CCTV ફુટેજના આધારે ચોરીનો ભેદ ઉકેલીને ઘરઘાટીની ધરપકડ કરી છે. મોજશોખ કરવા ઘરઘાટી બનીને આવેલા ચોર પાસેથી પોલીસે ચોરીની રોકડ કબ્જે કરી છે. 

તમારા ઘરે હાલમાં કોઈ રાખ્યો છે ઘરઘાટી? અમદાવાદમાં સામે આવ્યો મોટો કાંડ, મોજશોખ પુરા કરવા...

ઉદય રંજન/અમદાવાદ:  એક દિવસના ઘરઘાટીએ લાખો રૂપિયાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. આનંદનગર પોલીસે CCTV ફુટેજના આધારે ચોરીનો ભેદ ઉકેલીને ઘરઘાટીની ધરપકડ કરી છે. મોજશોખ કરવા ઘરઘાટી બનીને આવેલા ચોર પાસેથી પોલીસે ચોરીની રોકડ કબ્જે કરી છે. પોલીસ ઘરપકડ કરેલા આરોપીનું નામ ધનરાજ ડામોર છે. જેની આનંદનગર પોલીસે ચોરીના કેસમાં ધરપકડ કરી છે.

fallbacks

અંબાજીમાં ચૈત્રી નવરાત્રિ દરમિયાન ઉગેલા જવેરા પરથી કઢાયો વરસાદનો વરતારો, કેવું રહેશે

આરોપીએ ઘરઘાટી બનીને ચોરીને અંજામ આપ્યો હતો પણ પોલીસ થી બચી ના શક્યો...ઘટનાની વાત કરીએ તો અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા રત્નાકર બ્લુમોડ નામના ફ્લેટમાં નિલેશ ગુપ્તા નામના વેપારીના ઘરમાંથી ઘરઘાટી બનીને આવેલા આરોપી ધનરાજ ડામોર એ નોકરીના બીજા જ દિવસે માલિકના પિતાના રૂમમાંથી રોકડા રૂ. 2.50 લાખની ચોરી કરી ફરાર થઈ ગયો છે. 

આવી ગઇ અંબાલાલની નવી આગાહી; ગુજરાતમાં ક્યાંક આવશે વંટોળ તો ક્યાંક પડશે કમોસમી વરસાદ

ઘરઘાટી ચોરી કરીને ફરાર થયો તે ફલેટ માં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગયો હતો જેના આધારે આનંદનગર પોલીસ ચોર સુધી પહોંચી શકી હતી આનંદનગર પોલીસે જુદી જુદી ટીમો બનાવીને રાજેસ્થાન થી ઘરઘાટી ચોર ની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે વેપારીએ રમેશ ડામોર નામના વ્યક્તિની ભલામણ બાદ 29મી માર્ચે ઘરકામ માટે ધનરાજ ડામોરને નોકરીએ રાખ્યો હતો. તે રાજસ્થાનના ડુકાનો રહેવાસી હતો. ઘરની સફાઈ અને વાસણ ધોવાનું કામ મળ્યા બાદ તેને ફલેટની બહાર સરવંટ રૂમમાં રહેવા માટે જગ્યા આપી હતી. ઘરઘાટી ધનરાજ 30મી માર્ચે બપોરે 1 વાગ્યા સુધીનું ઘરનું કામ કરીને ગામ જવાનું બહાનું બનાવીને ઘરેથી નીકળી ગયો હતો.

ગુજરાત સરકારની આ યોજનાનો ઉઠાવો લાભ; વાવાઝોડું કે માવઠામાં પણ ખેડૂતોનો નહીં બગડે પાક 

જ્યારે 1લી એપ્રિલે બપોરે વેપારી પોતાના પિતાના રૂમમાં રોકડા રૂપિયા લેવા ગયા ત્યારે કબાટ ખોલ્યું તો કબાટમાં પડેલા રુપિયા ત્યાંથી ગાયબ હતા. ત્યાર બાદ મકાન માલિકે પોતાના ઘરના સીસીટીવીમાં તપાસ કરી હતી. CCTV ફૂટેજ તપાસ કરતા ધનરાજ એક પ્લાસ્ટિકની થેલી લઈને ઘરમાંથી બહાર જતો જોવા મળ્યો હતો. ત્યારપછી ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ ધનરાજનો ફોન બંધ આવ્યો હતો. જેથી મકાન માલિકે પોતાના ઘરમાં રોકડની ચોરી થતા આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ વર્ષે પણ ગુજરાતમાં કેરીનો સ્વાદ ખાટો જ રહેવાની શક્યતા! સુકાઈ રહ્યો છે આંબાનો મોર

આનંદનગર પોલીસે ઘરઘાટીની ધરપકડ કરીને ચોરીની રોકડ કબ્જે કરી છે.. આ ઘરઘાટી મોજશોખ કરવા ચોરી કરી હોવાનું ખુલ્યું છે.. એક દિવસની નોકરીમાં ઘરઘાટી ચોરી કરવાના આ બનાવ તમામ માટે ચેતવણીરૂપ છે કે નવાં ઘરઘાટી કે નોકરને રાખતા પહેલા તેમની ઓળખની ખાસ ચકાસણી કરવી જરૂરી છે. આ કેસમાં પણ મકાન માલિકે ઘરઘાટીની નોંધણી કરાવી હતી કે નહીં તે મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે આમ ધનરાજ નામનો ચોર ધનિક થવા નીકળ્યો હતો અને ગુનેગાર બની જેલના સળીયા પાછળ ધકેલાયો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More