Ms Dhoni : શું મહેન્દ્રસિંહ ધોની સંન્યાસ લેશે ? શું દિલ્હી કેપિટલ્સ સામેની આજની મેચ તેની શાનદાર IPL કારકિર્દીની છેલ્લી મેચ હોઈ શકે ? ચેન્નાઈ સુપર કિંગ્સની દિલ્હી કેપિટલ્સ સામે મેચ જોવા માટે ધોનીના માતા-પિતા ચેપોક સ્ટેડિયમ પહોંચ્યા છે. આ પછી અટકળોએ જોર પકડ્યું હતું. ધોનીના પિતાનું નામ પાનસિંહ જ્યારે માતાનું નામ દેવકી દેવી છે.
પ્રથમ વખત સ્ટેડિયમમાં માતા-પિતા ?
મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષી અને પુત્રી ઝિવા સામાન્ય રીતે સ્ટેડિયમમાં જોવા મળે છે. પરંતુ તેમના માતા-પિતા જોવા મળતા નથી. આ જ કારણ છે કે જ્યારે ધોનીના માતા-પિતા સ્ટેડિયમ પહોંચ્યા તો ચાહકોએ તેની નિવૃત્તિ વિશે અટકળો શરૂ કરી દીધી. ધોની આ સિઝનમાં 9મા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. CSKના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે આના પર કહ્યું કે ધોની 10 ઓવર સુધી બેટિંગ કરી શકતો નથી અને તેથી જ તે મોડા બેટિંગ કરવા ઉતરે છે.
Dhoni's parents are watching the match. I think this is the first time they come to watch a match of him #CSKvDC pic.twitter.com/VUxR0I1G2Z
— Sunil the Cricketer (@1sInto2s) April 5, 2025
મહેન્દ્રસિંહ ધોનીની આઈપીએલ કારકિર્દી
2008માં ડેબ્યૂ કરનાર મહેન્દ્રસિંહ ધોની IPLમાં 267 મેચ રમી ચૂક્યો છે. તેણે 232 ઇનિંગ્સમાં 5,289 રન બનાવ્યા છે. તેની એવરેજ 39.18 છે અને સ્ટ્રાઈક રેટ 137.70 છે. જેમાંથી 237 મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમી છે. આમાં તેણે 4,715 રન બનાવ્યા છે. તેની એવરેજ 40.30 અને સ્ટ્રાઈક રેટ 139.46 છે. તેની કપ્તાનીમાં ચેન્નાઈ પ્રથમ સિઝનમાં જ ફાઇનલમાં પહોંચી હતી. 2010માં ટીમ પ્રથમ વખત ચેમ્પિયન બની હતી. રોહિત શર્માની સાથે ધોની પણ એવો કેપ્ટન છે જેણે IPLમાં સૌથી વધુ 5 ટ્રોફી જીતી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે