Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં પ્રાચીન ખજાનાની ચોરી! સરખેજના રોજાના ગુંબજ પરથી ગાયબ થયું કળશ

Theft Of A Dome Urn From Sarkhej Roja : અમદાવાદની હેરિટેજ સાઈટ સરખેજ રોઝાનાં ગુંબજનાં કળશની ચોરી. દરગાહ ઉપરના સૌથી ઊંચા તાંબા-પિત્તળનો કળશ અને પાંદડું ગાયબ, પોલીસ અને આર્કિયોલોજી વિભાગની તપાસ શરૂ
 

અમદાવાદમાં પ્રાચીન ખજાનાની ચોરી! સરખેજના રોજાના ગુંબજ પરથી ગાયબ થયું કળશ

Ahmedabad News : અમદાવાદના હેરિટેજ સરખેજ રોજાના ગુંજબનો કળશ ચોરાયો છે. રોજાના ગુંજબ ઉપર રહેલો 6-7 કિંગ્રા વજન ધરાવતો રૂ.1700 કિંમતનો કળશ અને પાદડું પણ ગાયબ છે. ત્યારે સેક્રેટરી નિઝામ હરિખાન સિદ્દીકી ઉર્ફે બબલુ ખાને સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે. સરખેજ પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી છે. 

fallbacks

સરખેજના રોજાનો સમાવેશ વર્લ્ડ હેરિટેજ સાઈટમાં કરવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદની ઓળખ સમા આ ઈમારતમાંથી ખજાનાની ચોરી થઈ છે. સરખેજના રોજાની મજાર પર મૂકાયેલા તાંબા પિત્તળના ગુંબજની ચોરી થઈ છે. આ ઈમારતની દેખરેખ આર્કિયોલોજી વિભાગ હેઠળ આવતી હોય છે. તેથી આ ચોરી અંગેની જાણ આર્કિયોલોજી વિભાગમાં કરવામાં આવી છે. આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા ડિપાર્ટમેન્ટ દ્વારા ચોરી અંગેની ફરિયાદ સરખેજ પોલીસ મથકે નોંધાવવામાં આવી છે.

અમદાવાદીઓ માટે મહત્વની જાહેરાત : આ લોકો હવે AMTS અને BRTS માં ફ્રી મુસાફરી શકશે

જોકે, મહત્વની બાબત એ છે કે, આટલી વિશાળ હેરિટેજ ઈમારત હોવા છતાં અહી કોઈ સીસીટીવી કેમેરા લાગેલા નથી. તેથી પોલીસને કોઈ પુરાવા પણ મળ્યા નથી. હાલ સરખેજ પોલીસ આ ચોરને શોધવા માટે કવાયત હાથ ધરી છે. 

સરખેજના રોજમાં ફાતેહાખ્વાની માટે રાખવામાં આવેલા મુજાવર અબ્દુલ કાદરે જણાવ્યું કે, 30 જુનના રોજ રાબેતામુજબ ઉઠીને અમે સફાઈ કામગીરી હાથ ધરી હતી. જેમાં મજારના પાછળ એક દરોડું લટકતું જોયું અને ઘુમ્મટની ટોચ પરથી તાંબા પિત્તળનો કળશ અને તાંબા પિત્તળનું નાનું પાદડું પણ ગુમ થયેલું જોવા મળ્યું હતું. તેથી આ અંગે અમે રોજા કમિટીના સેક્રેટરી નિઝામ હરીખાન સિદ્દીકીને જાણ કરી હતી. જેના બાદ પોલીસને જાણ કરાઈ હતી. 

હાલ સરખેજ પોલીસે સમગ્ર વિસ્તારના લોકોની પૂછપરછ શરૂ કરી ગુમ થયેલા ગુંબજની તલાશ શરૂ કરી છે.

હવે ભાજપના જવાનો સમય આવી ગયો છે...ગુજરાત આવેલા અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં મોટો દાવો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More