Home> Gujarat
Advertisement
Prev
Next

માત્ર કૂતરા જ નહિ, આ પ્રાણીઓ પણ માણસો માટે ઘાતક બન્યા, તેમના કરડવાના કેસ વધ્યા

આજકાલ તમે સાંભળતો હશો કે રસ્તા પર કૂતરાઓનો આતંક વધી રહ્યો છે. કૂતરાઓ રસ્તા પર પસાર થતા લોકો પર હુમલો કરે છે. પરંતું માત્ર કુતરાઓ જ નહિ, કોરોના પછી કેટલાક પ્રાણીઓના કરડવાના કેસમાં 135 ટકા વધારો થયો છે. કોરોના બાદ ઊંટ, બિલાડી, રાની પશુઓના માણસો પર હુમલા વધી રહ્યાં છે. ગુજરાતમાં 3 વર્ષમાં 12 લાખ 55 હજારથી વધુ લોકોને શ્વાન કરડ્યા છે. 3 વર્ષમાં ગુજરાતમાં 23 હજાર 537 લોકોને સાપ કરડ્યા છે. 

માત્ર કૂતરા જ નહિ, આ પ્રાણીઓ પણ માણસો માટે ઘાતક બન્યા, તેમના કરડવાના કેસ વધ્યા

Animal Attack : આજકાલ તમે સાંભળતો હશો કે રસ્તા પર કૂતરાઓનો આતંક વધી રહ્યો છે. કૂતરાઓ રસ્તા પર પસાર થતા લોકો પર હુમલો કરે છે. પરંતું માત્ર કુતરાઓ જ નહિ, કોરોના પછી કેટલાક પ્રાણીઓના કરડવાના કેસમાં 135 ટકા વધારો થયો છે. કોરોના બાદ ઊંટ, બિલાડી, રાની પશુઓના માણસો પર હુમલા વધી રહ્યાં છે. ગુજરાતમાં 3 વર્ષમાં 12 લાખ 55 હજારથી વધુ લોકોને શ્વાન કરડ્યા છે. 3 વર્ષમાં ગુજરાતમાં 23 હજાર 537 લોકોને સાપ કરડ્યા છે. 

fallbacks

પ્રાપ્ત માહિતી અનુસાર, કોરોના બાદ પશુઓ કરડવાના કેસમાં 135 ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં 3 વર્ષમાં રખડતાં શ્વાન કરડવાના કેસમાં વધારો થયો છે. તો 3 વર્ષમાં શ્વાન કરડવાથી ગુજરાતમાં 8 લોકોના મોત થયા છે. આ ઉપરાંત છેલ્લાં 3 વર્ષમાં ગુજરાતમાં 23 હજાર 537 લોકોને સાપ કરડ્યા છે. 3 વર્ષમાં સાપ કરડવાથી 115 લોકોના મોત થયા છે. 

વરસાદનો સરક્યુલેશન રુટ બદલાયો, આજે આ 4 જિલ્લામાં યલો એલર્ટ અને 2 જિલ્લામાં રેડ એલર્ટ

આ આંકડા ચોંકાવનારા છે. સાપના દંખથી સૌથી વધુ દક્ષિણ ગુજરાતના નાગરિકોના મોત થયા છે. સાપના કરવડાથી તાપી, વલસાડ તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓના 115 લોકોના મોત થયા છે. આ ઉપરાંત ઊંટ, બિલાડી, જંગલી રાની પશુઓના કરડવાના કિસ્સા પણ વધ્યા છે. આંકડા અનુસાર, ત્રણ વર્ષમાં આ પ્રકારના પ્રાણીઓના કરડવાના 17,722 કેસ બન્યા છે. જેમાંથી 30 નાગરિકોના મોત નિપજ્યા છે. 

આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગની ઘાતક આગાહી, આ ચાર જિલ્લાવાળા ખાસ સાચવજો

એક અંદાજ અનુસાર, કોરોના બાદ આ હુમલાઓમાં એકાએક વધારા થયા છે. કોવિડ 19 ની મહામારી બાદ ઊંટ, બિલાડી તથા જંગલી રાની પશુઓ ઘાતક બન્યા છે. જેથી તેમના કરડવાના કેસમાં 135 ટકાનો ઉછાળો આવ્યો છે. વર્ષ 2020-21 માં આ પ્રકરાના 3713 કેસ નોંધાયા હતા. તો વક્ષ 2022-23 માં આ પ્રકારના 8718 કેસ નોંધાયા છે.

બે પ્રેમીઓની એક જ ગર્લફ્રેન્ડ : યુવતીના પામવા માટે બે યુવકો વચ્ચે ખેલાયો લોહિયાળ જંગ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More