Home> Gujarat
Advertisement
Prev
Next

મહિલા અનામત બિલથી ગુજરાતને મજબૂત ફાયદો થશે : મહિલાઓનું લોકપ્રતિનિધિત્વ વધશે

Gujarat Vidhansabha : મહિલા અનામત બિલથી ગુજરાત વિધાનસભામા મહિલાઓનું વર્ચસ્વ વધશે... તો ગુજરાતમાંથી 42 માઁથી 14 મતક્ષેત્રોમાં મહિલાઓ હશે

મહિલા અનામત બિલથી ગુજરાતને મજબૂત ફાયદો થશે : મહિલાઓનું લોકપ્રતિનિધિત્વ વધશે

ગાંધીનગર ન્યૂઝ Women Reservation Bill 2023 : આખરે મહિલા અનામત બિલનો દિવસ આવી ગયો છે. દાયકાઓના સંઘર્ષ પછી મોદી સરકારે તેને નવી સંસદના પ્રથમ દિવસની કાર્યવાહીમાં રજૂ કરી અને આ પ્રખ્યાત અને ઐતિહાસિક બિલ પર ચર્ચા શરૂ થઈ.  મહિલા અનામત બિલ પર આજે 7 કલાક સુધી ચર્ચા થવાની છે. સવારે 11 કલાકે શરૂ થશે સંસદમાં બિલ ચર્ચા શરૂ થશે. આજે સંસદમાં ચર્ચા બાદ બિલ લોકસભામાં પસાર થશે. સંસદના નવા ગૃહમાં પ્રવેશની સાથે જ જે પહેલું બિલ રજૂ કરવામાં આવ્યું, તે મહિલા અનામત બિલ છે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે લોકભામાં રજૂ કરેલા આ બિલનું નામ છે નારી શક્તિ વંદન અધિનિયમ. રાજ્યસભાને સંબોધન દરમિયાન પ્રધાનમંત્રીએ આ બિલને પાસ કરાવવા દરેક સાંસદને અપીલ કરી હતી. ત્યારે આ બિલથી ગુજરાતના વિધાનસભામા શું સ્થિતિ રહેશે તેના પર નજર કરવા જેવી છે. 

fallbacks

50 ટકા મહિલા અનામતવાળા ગુજરાતને 33 ટકા અનામતનો મજબૂત લાભ મળશે, નવા સીમાંકન બાદ ગુજરાત વિધાનસભામાં 76 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. હાલમાં 182 બેઠકો છે, જેમાંથી 13 મહિલા ધારાસભ્ય છે. પરંતું નવા સીમાંકનથી કુલ બેઠકો 230 ને પાર થઈ જશે. તો લોકસભામાં પણ તેની અસર જોવા મળશે. લોકસભાની કુલ બેઠકો 800 પર પહોંચશે. તો ગુજરાતમાંથી 42 માઁથી 14 મતક્ષેત્રોમાં મહિલાઓ હશે. 

આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગની ઘાતક આગાહી, આ ચાર જિલ્લાવાળા ખાસ સાચવજો

ભારતની નવી સંસદમાં મૂકાયેલું પહેલુ બિલ એટલે મહિલા અનામત બિલ. જો આ લાગુ થયું તો ગુજરાત વિધાનસભામાં મહિલાઓ માટે 76 સીટ થઈ જશે. સંસદમાં રજૂ થયેલા 33 ટકા મહિલા અનામતના સુધારાથી ગુજરાતને મોટો ફાયદો થશે. કારણ કે, 12 વર્ષ પહેલા જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટમીમાં તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકામાં 50 ટકા બેઠકો અને હોદ્દાઓ મહિલાઓ માટે અનામત રખાયેલા છે. આ જોતા હવે ગુજરાત વિધાનસભાને પણ અસરકારક મહિલા સાંસદો અને ધારાસભ્યો મળી શકે છે. હાલ ગુજરાત વિધાનસભામાં 182 ધારાસભ્યોમાંથી માત્ર 13 મહિલા ધારાસભ્યો છે. જે કુલ બેઠકોના માંડ 7 ટકા છે. જ્યારે કે લોકસભામાં 26 બેઠકોમાંથી ચાર બેઠકો પર મહિલા સાંસદો છે. જે 19 ટકા કહેવાય. આમ, ગુજરાતમાં મહિલાઓનું લોકપ્રતિનિધિત્વ વઘશે. 

બે પ્રેમીઓની એક જ ગર્લફ્રેન્ડ : યુવતીના પામવા માટે બે યુવકો વચ્ચે ખેલાયો લોહિયાળ જંગ
 
તમને જણાવી દઈએ કે વર્તમાન લોકસભામાં 78 મહિલા સાંસદો છે, જે કુલ 543ની સંખ્યાના 15 ટકાથી પણ ઓછી છે. આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, ઓડિશા, સિક્કિમ, તમિલનાડુ, તેલંગાણા, ત્રિપુરા અને પુડુચેરી સહિતની ઘણી રાજ્યોની વિધાનસભાઓમાં મહિલા પ્રતિનિધિત્વ છે. 10 ટકા કરતાં ઓછું છે.

વરસાદનો સરક્યુલેશન રુટ બદલાયો, આજે આ 4 જિલ્લામાં યલો એલર્ટ અને 2 જિલ્લામાં રેડ એલર્ટ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More