Gujarat Politics News: લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. એક તરફ બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. ભાજપે ગુજરાતમાં મોટા નેતાઓને ચૂંટણીલક્ષી જવાબદારી સોંપવામાં આવી રહી છે. ત્યારે ભાજપ દ્વારા 26 લોકસભા બેઠકો પર રાષ્ટ્રીય પરિષદના સભ્યોની જાહેરાત કરાઈ છે. 26 રાષ્ટ્રીય પરિષદના સભ્યો કોર્ડીનેશનની કામગીરી કરશે.
ભાજપે કયા નેતાને સોંપી કયા જિલ્લાની જવાબદારી?
કોર્ડીનેશનની કામગીરી કરશે
ભારતીય જનતા પાર્ટી દ્વારા 26 રાષ્ટ્રીય પરિષદના સભયોની પસંદગી કરાઈ છે. હવે રાષ્ટ્રીય પરિષદના સભ્યો તમામને સાથે લઈ પોત પોતાની બેઠક પર કોર્ડીનેશનની કામગીરી કરશે.
ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી
ગુજરાતની 4 રાજ્યસભાની બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમાં ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારોની બિનહરીફ જીત થશે. હાલની 4 બેઠકમાંથી 2 કોંગ્રેસ જ્યારે 2 બેઠકો ભાજપ પાસે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે