Home> Gujarat
Advertisement
Prev
Next

28 ઘા ઝીંકી વધુ એક ખૂની ખેલ ખેલાયો; સુરતમાં જમીન દલાલના મિત્ર એ જ હત્યાની સોપારી ફોડી!

ગત 25 જાન્યુઆરીના રોજ વહેલી સવારે સુરત જિલ્લાના ઓલપાડના પરા વિસ્તારમાં અંજર મલેક નામના જમીન દલાલની કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. હત્યારાઓએ 28 જેટલા શરીર પર ચાકુના ઘા ઝીંકયા હતા.

28 ઘા ઝીંકી વધુ એક ખૂની ખેલ ખેલાયો; સુરતમાં જમીન દલાલના મિત્ર એ જ હત્યાની સોપારી ફોડી!

સંદીપ વસાવા/ઓલપાડ: સુરતના ઓલપાડમાં થયેલ ચકચારીત જમીન દલાલ હત્યા પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જમીન દલાલના મિત્ર એ જ હત્યાની સોપારી આપી હતી. પૈસાની લેતી દેતી અને જમીનના હિસાબ મામલે સોપારી આપી હત્યા કરાવાઈ હતી. પોલીસે એક સગીર સહિત ચાર આરોપીની ધરપકડ કરી છે. સોપારી આપનાર મુખ્ય સૂત્રધાર ફરાર થયો છે.

fallbacks

ગુજરાતની આ હોસ્પિટલમાં મોટી કરૂણાંતિકા! 5 મહિલાઓની સીઝેરિયન બાદ કિડની ફેલ, 2ના મોત

ગત 25 જાન્યુઆરીના રોજ વહેલી સવારે સુરત જિલ્લાના ઓલપાડના પરા વિસ્તારમાં અંજર મલેક નામના જમીન દલાલની કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. હત્યારાઓએ 28 જેટલા શરીર પર ચાકુના ઘા ઝીંકયા હતા. મૃતદેહની આસપાસ જાણે લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. ઘર નજીક લાગેલા સીસીટીવીમાં હત્યારાઓ મોપેડ લઈ જતા હોય એવા દ્રશ્યો કેદ થયા હતા. 

Elections 2024: ભાજપ ગુજરાતમાં આ 20 સાંસદોની કાપી શકે છે ટિકિટ, જાણો ફોર્મ્યુલા

અંજર મલેક જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો ,સીસીટીવી માં કેદ દ્રશ્યો પ્રમાણે હત્યા ના દિવસે રાત્રીના આશરે 3 વાગ્યા આસપાસ અંજર મલેક પોતાના ઘરે આવ્યો હતો અને ઘર બહાર મોટર સાયકલ પાર્ક કરેલી જોઈ બાજુમાં આવેલ પોતાનાજ અન્ય ઘરે ત્રીજા માળે ગયો હતો. અંજર મલેક ના ઉપર ગયા ના થોડી વાર માજ ચાર યુવકો બે મોપેડ પર ભાગતા નજરે પડે છે. જોકે વહેલી સવારે પરિવારના સભ્યો ઉપર જતા મોઢામાંથી ચીસો નીકળી ગઈ હતી. અંજર મલેકની લોહી લુહાણ હાલતમાં લાશ પડી હતી અને હાથ પાસે એક પિસ્તોલ પણ મળી આવી હતી. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ઓલપાડ પોલીસ તેમજ જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમો ઘટના સ્થળ પર પહોંચી જરૂરી પુરાવાઓ તેમજ સીસીટીવી એકત્રિત કરી સીસીટીવી ફૂટેજમાં દેખાતા ચાર લોકો કોણ હતા, તેની તપાસ શરૂ કરી હતી.

એકસાથે ગુજરાતમાં તૂટી પડશે ત્રણ મોટી આફત! આ અઠવાડિયા માટે અંબાલાલ પટેલની ભયાનક આગાહી 

અંજર માલિકે પોતાના ઘરની બાજુમાં જ પોતાના અન્ય ઘરનો ત્રીજા માળે ચાર લોકોને શરણ આપી હતી. જેમાં રાકેશ એકનાથ મોઇતે ઉર્ફે બાલો ,પંકજ મછીન્દ્ર સેદાને ઉર્ફે પકીયો ,સાહિલ પટેલ તેમજ એક સગીર હતા , અંજર મલેક ને ખબર નહતી કે જે લોકો ને શરણ આપી છે એ લોકો જ એને મોત ને ઘાટ ઉતારી દેશે. ઘટનાની રાત્રે આ ચારેય આરોપીઓ અંજર મલેકની રાહ જોઈને બેઠા હતા. અંજર મલેક સુરત પોતાના મિત્ર સાથે કામ અર્થે ગયો હતો. અંજર મલેક ઘરે પહોંચ્યો ત્યારે કાર પાર્કિંગમાં બાઇક જોઈ ઉપર ત્રીજા માળે જોવા ગયો હતો, જ્યાં રાહ જોઈ બેઠેલા ચારેય ઈસમોએ અંજર મલેક પર તૂટી પડ્યા હતા. અંજર મલેક પિસ્તોલ કાઢી પ્રતિકાર કરે એ પહેલાં 28 જેટલા ચાકુના ઘા શરીરમાં ઝીકી દીધા હતા. જોકે અંજર મલેકની હત્યા કેમ કરવામાં આવી એ પણ પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે. 

ગુજરાત અંધેર નગરી બનવા તરફ; વધુ એક નગરપાલિકાએ દેવાળું ફૂંક્યું; કરોડોનું બિલ બાકી

ઇસ્માઇલ શેખ ઉર્ફે ઇસ્માઇલ ઘોડા અને અંજર મલેક બંને મિત્રો હતા. અને બંને જમીન દલાલી નો વ્યવસાય સાથે કરતા હતા. 2020 માં બંને પાસેથી ગેરકાયદેસર હથિયાર રાખવાનો પોલીસ મથક માં ગુનો પણ નોંધાયો હતો. બંને વચ્ચે ઓલપાડ વિસ્તારમાં કોઈ જમીનને લઈ તેમજ પૈસાની લેતી દેતીને લઈ છેલ્લા કેટલાક સમય થી ખટરાગ ચાલી રહ્યો હતો. જેને લઈ ઇસમાઇલ શેખ એ બાલાને અંજર મલેકને મારી નાખવા સોપારી આપી હતી. 

ઉનાળું તલની ખેતી કરી 'લાખોપતિ' બની શકે છે ખેડૂતો, આ રીતે વાવણી કરશો તો થશે ફાયદો

બાલો સુરતના કોઈ કેસમાં પોલીસ ચોપડે વોન્ટેડ હતો. અને સંતાવવા માટે જગ્યા પણ શોધતો હતો. જેથી તે અંજર મલેક ના વાત કરતા અંજર મલકે તેને પોતાના એક ઘરમાં રહેવા માટે જગ્યા આપી હતી. જોકે હત્યા બાદ બાલો અને તેના મિત્રો ભાગી ગયા બાદ પરત આવ્યા હતા. અને હત્યા માં વાપરવામાં આવેલું ચાકુ તેમજ સાફ સફાઈ કરી ને ફરાર થઈ ગયા હતા. 

Punch EV ને ટક્કર આપવા જઇ રહી છે Hyundai Exter Electric! ટેસ્ટિંગ દરમિયાન દેખાઇ

હત્યાના કેસમાં ઝડપાયેલા સગીર સિવાયના ત્રણેય આરોપીઓ રીઢા ગુનેગાર છે. અને ત્રણેય વિરુદ્ધ હત્યા, રાયોટિંગ, આર્મ્સ એક્ટ સહિતના 7થી 8 જેટલા ગુનાઓ અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલા છે. હાલ મુખ્ય આરોપી ઇસ્માઇલ શેખ પોલીસ પકડ થી દુર છે. ત્યારે હવે મુખ્ય આરોપીના ઝડપાયા બાદ હજુ અનેક રાઝ ખુલી શકે એમ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More