Surat News: શેરબજારમાં રોકાણના નામે ઊંચા વળતરની લાલચ આપીને નાગરિકોને છેતરતી દુબઈથી સંચાલિત આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો સુરત સાયબર ક્રાઈમ સેલે સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. શરૂઆતમાં 235 કરોડના કૌભાંડનો અંદાજ હતો, પરંતુ ઊંડાણપૂર્વકની તપાસમાં આ આંકડો 1400 કરોડને પણ વટાવી ગયો છે. જે ગુજરાતમાં સાયબર ક્રાઈમ ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી પૈકીની એક છે. આ મામલે અત્યાર સુધીમાં ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી તાજેતરમાં પકડાયેલ આરોપી અજય ઉર્ફે ગોપાલ ભીંડીનો સમાવેશ થાય છે.
સપના રોળાયા! અંજારમાં મહિલા ASIની બોયફ્રેન્ડે કરી હત્યા, આરોપી CRPF માં બજાવે છે ફરજ
આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત આ ગેંગ ભારતના 23 રાજ્યોમાં ફેલાયેલી હતી. જ્યાં તેમની વિરુદ્ધ કુલ 171 ફરિયાદો નોંધાઈ છે. આ ગેંગ "IV Trade (ઇનોવેટીવ ટ્રેડ)" અને "Sky Growth Wealth Management" જેવી ડમી કંપનીઓ ઊભી કરીને લોકોને પોતાની જાળમાં ફસાવતી હતી. ભોગ બનનારને શેરબજારમાં રોકાણ પર ટૂંકા ગાળામાં જ કરોડો રૂપિયા કમાવવાની લોભામણી વાતો કરવામાં આવતી હતી. આ માટે કોઈ માન્ય લાયસન્સ વગર જ રોકાણ સંબંધિત ગતિવિધિઓ ચલાવવામાં આવતી.
એકવાર ભોગ બનનાર વિશ્વાસ મૂકી દે, પછી બેંક ખાતાઓ અને ખાસ કરીને "આંગડિયા" મારફતે પૈસા મેળવવામાં આવતા હતા. 100 કરોડથી વધુના આંગડિયા વ્યવહારો દર્શાવે છે કે આ પદ્ધતિનો મોટા પાયે ઉપયોગ થતો હતો.આ સમગ્ર કૌભાંડનું સૂત્રસંચાલન દુબઈ ખાતેથી થતું હતું. દીપેન ધાલક અને નવીનચંદ્ર ધાલક નામના મુખ્ય સૂત્રધારો ત્યાંથી જ સમગ્ર નેટવર્કને નિયંત્રિત કરતા હતા અને ભારતમાં તેમના ઇશારે નાણાકીય વ્યવહારો થતા હતા.છેતરપિંડીથી મેળવેલા નાણાંને વિવિધ ખોટી કંપનીઓના ખાતાઓમાં ફેરવીને તેની ટ્રેસિંગ મુશ્કેલ બનાવવામાં આવતી હતી. 235 કરોડથી શરૂ થયેલા ટ્રાન્ઝેક્શન 1400 કરોડ સુધી પહોંચી ગયા, જે દર્શાવે છે કે કેટલા મોટા પાયે નાણાંનું લોન્ડરિંગ થયું છે.
સરદાર પટેલના અપમાન અંગે રાજ ઠાકરે પર બગડ્યા અલ્પેશ કથીરિયા? મનસે નેતાને આપી વોર્નિગ
સાયબર સેલ દ્વારા અત્યાર સુધીમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે:
* અજય ઉર્ફે ગોપાલ રાજેશભાઇ રશીકભાઇ ભિંડી (ઉ.વ. 31, જામનગર): આ તાજેતરમાં પકડાયેલ આરોપી અગાઉના પકડાયેલ ડેનિસનો સાળો છે. તે જામનગરમાં લોન એજન્ટ તરીકે કામ કરતો હતો અને આંગડિયાના વ્યવહારોમાં ડેનિસ સાથે સક્રિય હતો. તેના ચાર દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
* ડેનિશ ઉર્ફે હેમલ નવીનચંદ્ર ડાયાલાલ ધાનક (ઉ.વ. 38, રાજકોટ): આ ગેંગનો એક મુખ્ય સભ્ય અને અગાઉ ICICI બેંકમાં ફરજ બજાવી ચૂક્યો છે. તે રાજકોટ ખાતેની ઓફિસનું સંચાલન કરતો હતો.
* જયસુખભાઇ રામજીભાઇ જાદવભાઇ પટોળીયા (ઉ.વ. 44, સુરત): આ કૌભાંડમાં તેની પણ સંડોવણી હતી.
* યશકુમાર કાળુભાઇ રામજીભાઇ પટોળીયા (ઉ.વ. 25, સુરત): તે પણ આ ગેંગનો એક સભ્ય હતો.
કુકરવાડામાં DGVCL એ પકડાવ્યું 80,00, 000 લાખનું વીજ બિલ, વીજ ગ્રાહકના ઊડી ગયા હોશ..
તપાસનો વ્યાપ અને આગામી પગલાં
એસીપી શ્વેતા ડેનિયલના જણાવ્યા અનુસાર, આ તપાસમાં 40થી વધુ નવા બેંક ખાતા મળી આવ્યા છે. જેમાંથી 1000 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શનનો પર્દાફાશ થયો છે. અગાઉ માત્ર 26 ફરિયાદો નોંધાઈ હતી, જે હવે NCCRP પોર્ટલ પર 23 રાજ્યોમાં 171 સુધી પહોંચી ગઈ છે. જે આ કૌભાંડના વિશાળ પાયાને સ્પષ્ટ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે