અજય શીલુ/પોરબંદર: પોરબંદરમાં 195 વર્ષ પૌરાણિક શ્રી મહાલક્ષ્મીનું મંદિર ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર ગણાય છે.માતાજીના પ્રાચીન મંદિરે દરરોજ ભક્તિભાવથી પરિપૂર્ણ એવા અદ્વિતીય આરતી મહોત્સવનું આયોજન થાય છે.દર શુક્રવારે અહીં 108 દીપકોથી શોભિત દીપમાળાના વચ્ચે 108 ભાવિક બહેનો ભક્તિપૂર્વક આરતીની થાળીઓ લઈને શ્રી મહાલક્ષી માતાજીની આરતી કરે છે. અહી ન માત્ર મંદિરના પૂજારી પરંતુ આરતીમાં હાજર સૌ ભાવિકોને પણ આરતીની થાળી આપવામાં આવે છે અને તેઓ પણ 27 મિનિટ સુધી ભાવિકો સાથે આરતીમાં જોડાઇ છે. છેલ્લા થોડા સમયથી આ મંદિરમાં આવતા કાગડાએ શ્રદ્ધાળુઓ અને સૌ કોઈમાં ભારે આશ્ચર્ય સાથે કુતૂહલ જગાડ્યું છે.
શેર બજારના નામે લોભામણી સ્કીમથી ચેતજો! સુરતમાં સામે આવ્યું ઈતિહાસનું મોટું કૌભાંડ
વાત જાણે એમ છે કે, છેલ્લા 6 થી 7 મહિનાથી મંદિરની સંધ્યા આરતી શરુ થાય તે પૂર્વે મંદિરના ઘુમ્મટ પર ધજાજી પર એક કાગડો આવે છે અને આરતી પૂર્ણ થાય ત્યાં સુધી બેસે અને આરતી પૂર્ણ થયા બાદ ઉડીને જતો રહે છે.મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે,અમારા ધ્યાનમાં તો નહોતું કે કેટલા સમયથી આ કાગડો આ રીતે આવે છે પરંતુ શ્રદ્ધાળુઓનુ ધ્યાન જતાં છેલ્લા 6 થી 7 મહિનાથી આ વસ્તુ ધ્યાનમાં આવી છે કે કાગડો દરરોજ આરતી સમયે ધજાજી પર આવી બેસી જાય છે.
ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય! આ 6 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ, વાવાઝોડા જેવો..
પોરબંદરમા આસ્થાના કેન્દ્ર સમાન શ્રી મહાલક્ષ્મીજીના મંદિરે દર વર્ષે દિવાળીના દિવસે પણ લાખો રૂપિયાની ચલણી નોટોના શોભા દર્શન યોજાઇ છે જેના દર્શનાર્થે હજારોની સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટતા હોય છે આમ છતાં કોઈપણ ભિડભાડ વગર સંપૂર્ણ શિસ્તબદ્ધતા જોવા મળે છે. અહી દર્શનાર્થે આવતા ભાવિકોએ જણાવ્યું હતું કે,અમો વર્ષોથી અહીં દર્શન માટે આવીએ છીએ તેમજ શુક્રવારના રોજ જે દિપમાળાની ભવ્ય આરતી યોજાઇ છે તેમાં પણ હાજર રહીને માતાજીની આરાધનામાં જોડાઇ છે. આરતી દરમિયાન કાગડો જે રીતે મંદિરના ઘુમ્મટ પર ધજાજી પર બેસે છે તેને લઈને પણ ભાવિકોએ શ્રદ્ધાપૂર્વક જણાવ્યું હતું કે, કાગડો પણ જાણે આરતીમાં જોડાઇને માતાજીની આરાધના કરતો હોય તેવો આભાસ થતો જોવા મળે છે.
સપના રોળાયા! અંજારમાં મહિલા ASIની બોયફ્રેન્ડે કરી હત્યા, આરોપી CRPF માં બજાવે છે ફરજ
શ્રી મહાલક્ષ્મી માતાજીના મંદિરે આરતીમા જોડાતો આ કાગડાએ હાલ તો શ્રદ્ધાળુઓ ભારે કુતુહલ જગાવી છે. જો કે આ વાતને લઈને અંધશ્રદ્ધામા પણ આવવું ન જોઈએ બાકી આપણે ત્યાં ગુજરાતીમા એક કહેવત છે ને કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શું જરૂર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે