Vadodara News રવિ અગ્રવાલ/વડોદરા : વડોદરા શહેરમાં ફરી એકવાર નશાનો રાક્ષસ બેફામ બન્યો હોવાની ઘટના સામે આવી છે. અલકાપુરી વિસ્તારમાં એક નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જતા સર્જતા માંડ બચ્યો હતો. સદનસીબે, અન્ય વાહનચાલકોની સતર્કતા અને સમયસૂચકતાના કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને નશાબાજ કાર ચાલક કાળુ જોધાભાઈ સાઠિયાની ધરપકડ કરી છે અને તેની સામે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે રાત્રે અલકાપુરી વિસ્તારમાં એક કાર ચાલક બેફામ રીતે પોતાની ગાડી હંકારી રહ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કાર ચાલક બે થી ત્રણ વખત સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી બેઠો હતો, જેના કારણે તેની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ ઘટનાના લાઈવ વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કાર ચાલક કેટલી બેદરકારીપૂર્વક વાહન ચલાવી રહ્યો હતો. તેની આ હરકતો જોઈને રસ્તા પરના રાહદારીઓ અને અન્ય વાહનચાલકો ચોંકી ઉઠ્યા હતા.
સ્થાનિક નાગરિકોએ જોયું કે કાર ચાલકને બોલવા-ચાલવાનો કે ઉભા રહેવાનો પણ હોશ નહોતો. તેની આ સ્થિતિ જોઈને રાહદારીઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. અન્ય વાહનચાલકોની સમયસરની દરમિયાનગીરીના કારણે આ નશાબાજ ચાલક કોઈ મોટી દુર્ઘટના સર્જે તે પહેલા જ તેને રોકી શકાયો હતો. જો થોડું પણ મોડું થયું હોત તો નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ જાત.
Ambalal Ni Agahi : અંબાલાલ પટેલની આગાહી : જુલાઈની આ તારીખોએ આવશે ભારેથી અતિભારે વરસાદ
ઘટનાની જાણ થતાં જ અકોટા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે નશામાં ધૂત કાર ચાલક કાળુ જોધાભાઈ સાઠિયાની ધરપકડ કરી હતી. પોલીસે કાળુની કાર પણ જપ્ત કરી લીધી છે.પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી કાળુ જોધાભાઈ સાઠિયા મૂળ સુરતના કામરેજનો રહેવાસી છે. તેણે અમદાવાદમાં દારૂનો નશો કર્યો હતો અને ત્યારબાદ તે અમદાવાદથી વડોદરા સુધી નશાની હાલતમાં જ કાર હંકારીને આવ્યો હતો. કાળુ વડોદરામાં ધંધાના કામ અર્થે પોતાના મિત્રને મળવા આવ્યો હતો.
આ ઘટના ફરી એકવાર ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના ગંભીર પરિણામો તરફ ધ્યાન દોરે છે. પોલીસે આવા બેજવાબદાર ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે. જો લોકોની સમયસૂચકતાના કારણે કારચાલકને રોકવામાં આવ્યો ના હોત તો વડોદરામાં બીજો રક્ષિત કાંડ સર્જાયો હોત અને અકસ્માતમાં અનેક નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવો પડતો.
મિલકતની વહેંચણી અને તબદીલીના નિયમમાં આવ્યો મોટો ફેરફાર, 7/12નો ઉતારો કરાવો તો ધ્યાન
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે