મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરના ઈસનપુર વિસ્તારમાં આરોપીને પકડવા માટે ગયેલી પોલીસ પર છરી વડે હુમલો થયાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ હતી. જેમાં એક પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત થયો હતો. ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા યાસીનમિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, ગત મોડી રાત્રે તેઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે પોલીસ કંટ્રોલ તરફથી મેસેજ મળ્યો હતો કે શાહઆલમ અમ્માં મસ્જિદ પાસે એક યુવતીને પેટમાં છરી મારવામાં આવી છે. જે અંગે પોલીસને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.
કોંગ્રેસી કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી-મીઠાઇ ખવડાવી દ્રોહી ધારાસભ્ય મેરજાને વિદાય આપી
ઘટના સ્થળે પહોંચી ફરિયાદીને ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન લાવ્યા હતા. જે ફરિયાદમાં આરોપી અલ્લારખા નામના વ્યક્તિએ તેની બહેનને છરી મારી હોવાનું ખુલ્યું હતું. ત્યાંથી તેના મિત્રો સાથે તે ચંડોળા તળાવ તરફ ગયો હોવાનું પણ સામે આવ્યું હતું. જો કે અલ્લારખા પાસે છરી હોવાથી તે બીજા કોઈને નુકસાન પહોંચાડે નહી તે માટે ASI સહિતનો સ્ટાફ તેને પકડવા માટે ગયા હતા. દરમિયાન અલ્લારખા નારોલ તરફ ચાલ્યો જતો હોવાની માહિતી મળતાં પોલીસકર્મીએ તેને રસ્તામાં રોકીને ગાડીમાં બેસી જવા માટે કહ્યું હતું.
સુરત: 3 વર્ષમાં સુરતનાં ઉત્તર ઝોનમાં જ ડોઢ કરોડનો દારૂ ઝડપાયો, પોલીસે કર્યો નાશ
જો કે અલ્લારખાએ પોલીસને ધમકી આપી હતી કે, આજે બે માણસોને છરી મારી છે, પોલીસને પણ નહિ છોડુ. જો કે પોલીસે તેને પકડવાનો પ્રયાસ કરતા તે ઉશ્કેરાઈ ગયો હતો. હેડ કોન્સ્ટેબલ દલપત સિંહ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો અને ASI વચ્ચે પડતા તેમની પર છરી વડે હુમલો કરી દીધો હતો. જેના કારણે ASIને હાથના ભાગે છરી વાગી હતી. જ્યારે અન્ય પોલીસ સ્ટાફને આ ઘટનાની જાણ કરતા જ તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા અને આરોપીને ઝડપી પાડ્યો હતો. હાલમાં પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે