Home> Gujarat
Advertisement
Prev
Next

મોલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે પોલીસ દ્વારા તમામ મોલ્સના મેનેજર સાથે મિટિંગ

રાજ્યભરમાં unlock 1 માં અપાયેલી છૂટને પગલે 8 જૂનથી મોલ અને રિટેલ શોપમાં પણ આંશિક છૂટછાટ આપવામાં આવી છે. અત્યારે મોલમાં વધુ પબ્લિકની અવરજવર ન થાય અને લોકો સંક્રમણનો ભોગ ન બને તે માટે અમદાવાદ પોલીસ દ્વારા ખાસ આયોજન કરી તમામ મોલ મેનેજર સાથે સુરક્ષા અને ચકાસણી માટે ખાસ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. 

મોલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે પોલીસ દ્વારા તમામ મોલ્સના મેનેજર સાથે મિટિંગ

મૌલિક ધામેચા/અમદાવાદ : રાજ્યભરમાં unlock 1 માં અપાયેલી છૂટને પગલે 8 જૂનથી મોલ અને રિટેલ શોપમાં પણ આંશિક છૂટછાટ આપવામાં આવી છે. અત્યારે મોલમાં વધુ પબ્લિકની અવરજવર ન થાય અને લોકો સંક્રમણનો ભોગ ન બને તે માટે અમદાવાદ પોલીસ દ્વારા ખાસ આયોજન કરી તમામ મોલ મેનેજર સાથે સુરક્ષા અને ચકાસણી માટે ખાસ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. 

fallbacks

ગુજરાતનો સરેરાશ આંકડો 500એ પહોંચ્યો, અમદાવાદમાં સતત કથળતી સ્થિતી છતા તંત્રના પેટનું પાણી નથી હલતું

ઉલ્લેખનીય છે કે અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા મોલ જેમાં અમદાવાદ વન મોલ, હિમાલય તથા એક્રોપોલિસ મોલના મેનેજર તથા સિક્યુરિટીના ઇન્ચાર્જ સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. તારીખ 8 જૂનથી મોલ  ખોલવાના હોય એ દરમિયાન હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીથી લોકોની સુરક્ષા થાય તથા ફેલાઈ નહિ માટે શું તકેદારી રાખવી તેમજ અગત્યની બાબતો માટેની સુચના તેમજ મોલ દ્વારા કરવામાં આવેલ તૈયારી ચકાસણી  કરવામાં આવી.

fallbacks

કોંગ્રેસી કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી-મીઠાઇ ખવડાવી દ્રોહી ધારાસભ્ય મેરજાને વિદાય આપી

ક્યાં મોલ માં કેવી છે તૈયારી ?
અમદાવાદ વન મોલ ખાતે તૈયારી દરમિયાન મોલમાં પ્રવેશનાર લોકોની સંખ્યા કેટલી છે તે માટેનું ગેટ ઉપર કાઉન્ટર ગોઠવવામાં આવેલ છે. તેમજ બહાર નીકળતા લોકોને પણ ગણતરી માટે કાઉન્ટર ગોઠવવામાં આવેલ છે. આ ઉપરાંત અંદર પ્રવેશતા તેઓના તેઓના ફૂટવોશ થશે. સ્ક્રીનિંગ કરવામાં આવશે તેમજ દરેક મુલાકાતીઓના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરેલ છે કે કેમએ ચકાસણી કરવામાં આવશે. એટલું નહિ આ એપ્લિકેશન ના હોય તો એપ ડાઉનલોડ કરવાની રહેશે. જો સાદો મોબાઈલ હોઈ તો તે માટે ફોર્મ ભરવાનું રહેશે. ઉપરાંત સુરક્ષાની દ્રષ્ટિએ હેન્ડમેટલ ડિટેકટરથી પણ ચેક કરી પછી જ તેઓને અંદર પ્રવેશ આપવામાં આવશે.

fallbacks

સુરત: 3 વર્ષમાં સુરતનાં ઉત્તર ઝોનમાં જ ડોઢ કરોડનો દારૂ ઝડપાયો, પોલીસે કર્યો નાશ

મોલમાં અંદર પ્રવેશ્યા બાદ લિફ્ટમાં અને એક્સલેટરમાં તેમજ વોશરૂમમાં પણ યોગ્ય સોશિયલ ડિસ્ટનસ જળવાઈ રહે તે સારું યોગ્ય આયોજન મોલ દ્વારા કરવામાં આવેલ છે. તેમજ મોલમાં આવેલ ફૂડ ઝોનમાં પણ સોશિયલ ડિસ્ટનસ જળવાઈ તે સારું મોબાઈલ એપથી જમવાનો ઓર્ડર કરવામાં આવશે અને પેમેન્ટ પણ ઓનલાઇન જ થાય એ રીતે આયોજન કરેલ છે. ઓર્ડર તૈયાર થઇ જાય મોબાઈલમાં મેસેજ મોકલવામાં આવે એટલે કાઉન્ટર પરથી પ્લેટ લાવવાની રહેશે.

fallbacks

સુરત: કોર્પોરેટરની બર્થડે પાર્ટીમાં સેંકડો લોકો થયા એકત્ર, ચાર કોરોના પોઝિટિવ આવતા હડકંપ

જે સમગ્ર મુલાકાત દરમિયાન આ પ્રકારનું હિમાલય મોલ તથા એક્રોપોલિસ મોલમાં પણ આયોજન કરવામાં આવે અને નિયમોનું ચુસ્તપણે પાલન થાય તો ચોક્કસપણે હાલમાં કોરોના મારીના સંક્રમણથી બચી શકાય તે પ્રકારનું આયોજન થયેલ છે. આ ઉપરાંત મોલ દ્વારા જે વાહનો ફોરવીલ પાર્ક થાયએ લોકો પાર્કિંગમાં પણ યોગ્ય ડિસ્ટનસ જાળવે તે માટેની પણ સુયોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પોલીસની વિઝીટ દરમ્યાન જોવા મળ્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More