Gujarat Poltics : ગુજરાત જોડો સદસ્યતા અભિયાન માટે ગુજરાત આવેલા આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતના મંચ પરથી મોટી જાહેરાત કરી છે. તેમણે બિહારમાં આપ પાર્ટી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી છે.
અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપે 30 વર્ષમાં ગુજરાતને બરબાદ કરી નાખ્યું. વિસાવાદરની જીત આઈસોલેટેડ જીત નથી. 2027 માટે વિસાવદરની ચૂંટણી સેમીફાઈનલ છે. સુરતમાં પૂરથી લોકો પરેશાન છે. ભાજપના ભ્રષ્ટાચારના કારણે શહેરોમાં પૂર આવે છે. ગુજરાતમાં રસ્તાઓના હાલ બેહાલ છે. ખેડૂતો ગુજરાતમાં પરેશાન છે. ગુજરાતમાં સરકારી ભરતીઓ નથી થઈ રહી. ગુજરાતના લોકો ભાજપને હરાવવા માગે છે. આવામાં ગુજરાતના લોકો માટે AAP વિકલ્પ છે. ગુજરાતના લોકોને કોંગ્રેસ પર વિશ્વાસ નથી. આ વખતે લોકોએ AAPની સરકાર બનાવવા મન બનાવી લીધું છે. આજથી અમે ગુજરાત જોડો અભિયાનની શરૂઆત કરી.
માનહાનિની નોટિસ પર ગોપાલ ઈટાલિયાનો સણસણતો જવાબ, કોંગ્રેસ ભાજપના ઈશારે ચાલે છે
તેમણે વધુમાં કહ્યું કે, વિસાવદરની જીતે એ જનતાએ અમારામાં વિશ્વાસ કર્યો છે. વિસાવદરની જીત કોઈ સામાન્ય જીત નહિ, પરંતુ 2027ની સેમિફાઇનલ છે. સુરતની પરિસ્થિતિ ભાજપનાના ભ્રષ્ટાચારનું ઉદાહરણ છે. ભાજપ કોંગ્રેસને સારી રીતે જીત અપાવે છે. અમારી પાર્ટી બધાથી અલગ છે. અમે ગુજરાત જોડો અભ્યાન શરૂ કર્યુઁ છે.
આમ આદમી પાર્ટી સાથે જોડાવવા કેજરીવાલે ગુજરાતની જનતાને અપીલ કરી છે. તેમણે કહ્યું કે, 2 વર્ષ યુવાઓ આપને આપો. કોંગ્રેસ સાથે અમારું કોઈ ગઠબંધન નથી. વિસાવદરમાં કોંગ્રેસ ભાજપ સાથે મળી અમને હરાવવા આવી હતી. ઇન્ડિયા બ્લોક સાથે ગઠબંધન લોકસભા ચૂંટણી પૂરતું હતું.
ગુજરાતમાં ચૂંટણી લડીશું ગુજરાતમાં સરકાર બનાવીશું. બિહારમાં પણ આપ પાર્ટી ચૂંટણી લડશે.
અમદાવાદમાં લિવ-ઈનમાં રહેતી યુવતીનો આપઘાત, ભાઈએ આસામથી ફરિયાદ કરી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે