Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં માઠી 'દશા' બેઠી! આ શહેરમાં હાલ દર ત્રીજી વ્યક્તિ ખાંસીથી છે પીડિત, જો આમને આમ રહ્યું તો....

આ વર્ષ માર્ચ મહિનામાં જ વાતાવરણમાં સતત પરિવર્તન જોવા મળી રહ્યું છે. ક્યારે ઠંડી તો ક્યારેય વરસાદ કે ગરમી જેવું મિશ્ર વાતાવરણ રહેતા સીઝન અને બીમારીઓ સાથે ડેન્ગ્યુ, મલેરીયા, ગ્રેસ્ટ્રો વાયરલના દર્દીઓમાં સંખ્યા બમણી થઈ છે.

ગુજરાતમાં માઠી 'દશા' બેઠી! આ શહેરમાં હાલ દર ત્રીજી વ્યક્તિ ખાંસીથી છે પીડિત, જો આમને આમ રહ્યું તો....

પ્રશાંત ઢીવરે/સુરત: શહેરમાં હવામાન બદલાતા જ વાયરલ, ફીવર, ડેન્ગ્યુ સહિત મલેરિયાના કેશોમાં બમણો વધારો થયો છે. ગત વર્ષ સિવિલ હોસ્પિટલમાં 54 જેટલા દર્દીઓ નોંધાતા હતા જ્યારે આ વર્ષે 100થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. 

fallbacks

Pending Financial Work: માત્ર એક અઠવાડિયું, આજે જ પૂરા કરી લેજો કામ, નહીં તો પસ્તાશો

આ વર્ષ માર્ચ મહિનામાં જ વાતાવરણમાં સતત પરિવર્તન જોવા મળી રહ્યું છે. ક્યારે ઠંડી તો ક્યારેય વરસાદ કે ગરમી જેવું મિશ્ર વાતાવરણ રહેતા સીઝન અને બીમારીઓ સાથે ડેન્ગ્યુ, મલેરીયા, ગ્રેસ્ટ્રો વાયરલના દર્દીઓમાં સંખ્યા બમણી થઈ છે. શહેરના સરેરાશ દર ત્રીજી વ્યક્તિ શરદી અને ખાંસીથી પીડિત છે. અગાઉ જૂન જુલાઈમાં ડેન્ગ્યુ મલેરિયાના દર્દીઓ વધતા હતા. આ વખતે માર્ચથી જ રોજના 50 થી 60 દર્દી જોવા મળી રહ્યા છે. હાલમાં જ સિવિલ હોસ્પિટલમાં વાયરલના રોજ 75 થી 100 દર્દીઓ આવે છે.

શું આ વખતે પણ ઉનાળામાં પાણી માટે મારવા પડશે ફાફાં? જાણો ગુજરાતમાં કેટલું પાણી છે?

ગત વર્ષની સરખામણીએ આ વર્ષમાં બમણો વધારો નોંધાયો છે. સિવિલ હોસ્પિટલના આંકડાની વાત કરીએ તો નીચે મુજબના છે

માર્ચ         2022        2023

વાયરલ    30થી 40     75થી100

ડેન્ગ્યુ        3થી4        10થી20

મલેરિયા.   4થી10       20થી30

ગ્રેસ્ટ્રો.       40થી 40    60થી70

હવે નહીં પડે ભૂવા પાસે જવાની જરૂર, માર્કેટમાં આવી ગયું છે ભૂત પકડવાનું મશીન!

સ્મીમેર હોસ્પિટલમાં  ફીવરના રોજ ના 20 થી વધુ દર્દી નોંધાઈ રહ્યા છે

માર્ચ.          2022        2023

વાયરલ.       5થી10     15થી20

ડેન્ગ્યુ           1થી2          2થી3

મલેરિયા.      1થી2         3થી4

ગ્રેસ્ટ્રો.          10થી20      30થી40

રેકોર્ડ ઉછાળા બાદ સોનાના ભાવમાં મોટો કડાકો, લગડી-દાગીના લેવા હોય તો ચેક કરો રેટ

સામાન્ય રીતે ઋતુમાં સતત પરિવર્તન થતું રહેતા વાયરલના રોગો ફેલાય છે આ વર્ષ માર્ચમાં જ વાતાવરણમાં આવો પરિવર્તન જોવા મળ્યું છે. જેના કારણે સીઝનલ રોગોમાં વધારો થઈ રહ્યો છે. વાયરલ ફીવરની સાથે ઇન્ફ્લુએન્ઝાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. તબીબોનું માનવું છે કે આ સ્થિતિમાં લોકોએ સતર્ક રાખવી જરૂરી છે. ખાસ કરીને ભીડવા વાળી જગ્યા જતા બચવું જોઈએ .

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More