Coins In River: ભારતમાં મોટાભાગની પરંપરાઓ અને પ્રથાઓ લોકો અનંતકાળથી અનુસરી રહ્યા છે. હિન્દુ ધર્મમાં શુભ કાર્ય હોય કે પછી માતમ...તમામ અંગે અલગ અલગ રિવાજ છે. નાની મોટી પૂજા પાઠની ચીજો તો તમને રસ્તે જતા પણ જોવા મળી જશે. જો તમને ખ્યાલ હોય તો તમે પણ ક્યારેક નદી પરથી કે નજીક પસાર થતા હશો ત્યારે નદીમાં સિક્કો જરૂર ફેંક્યો હશે. નદીમાં સિક્કા કેમ ફેંકવામાં આવે છે તેની પાછળનું કારણ જેને ખબર નહીં હોય તેઓ પણ સિક્કા તો ફેંકતા જ હોય છે. આજે અમે તમને જણાવીશું કે સિક્કો ફેંકવા પાછળ ધાર્મિક આસ્થા અને કયું વૈજ્ઞાનિક કારણ છે.
હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે નદીમાં સિક્કા ફેંકવાથી સારા સમાચાર મળે છે. આમ કરવાથી માણસને સારા સમાચાર મળે છે અને ઈશ્વરની કૃપા રહે છે. નદીમાં સિક્કા નાખવાની પ્રથા કઈ આજકાલની નથી પરંતુ આ ત્યારથી જ્યારથી લોકો નદીઓ કિનારે વસવાટ કરતા હતા. તે સમયે તાંબાના સિક્કાનું ચલણ હતું. તાંબાના સિક્કાથી જ વેપાર અને લેવડદેવડ થતી હતી. પહેલા ભારતમાં તાંબાનું ખુબ ચલણ હતું. લોકો ખાવાનું બનાવવા અને ખાવા માટે તાંબાના વાસણોનો જ ઉપયોગ કરતા હતા. આ પાછળનું કારણ એ હતું કે તાંબુ શુદ્ધ અને પવિત્ર હોય છે. ઔષધીય ગુણની વાત કરીએ તો તાંબાના વાસણોમાં ખાવાથી અને પીવાથી અનેક પ્રકારની બીમારીઓ દૂર થાય છે.
મોટા ખુશખબર, હાઈવેથી હટાવવામાં આવશે ટોલબૂથ, નહીં ભરવો પડે ટેક્સ!
વોટર આઈડીને આધાર સાથે લિંક કરવાની સમયમર્યાદા વધી, ઘરે બેઠા આ રીતે કરો પ્રોસેસ
'ગર્લફ્રેન્ડ ઓન રેન્ટ'નો ધંધો, પત્ની પણ મળી રહે છે ભાડેથી, શું તમારે જોઈએ છે?
હવે વાત કરીએ નદીમાં સિક્કા ફેંકવાની. તો ધાર્મિક આસ્થાઓ વિશે તો તમે જાણી લીધુ કે તેને ગુડલક સાથે જોડવામાં આવે છે. અને વિજ્ઞાનની વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે તાંબું પાણીમાં નાખીએ તો તે પાણીની ગંદકી દૂર કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો તાંબુ પાણીને શુદ્ધ કરે છે. આ જ કારણ છે કે નદીઓના પાણીને સ્વચ્છ કરવા માટે તાંબાના સિક્કા ફેંકવામાં આવતા હતા.
જૂની માન્યતા હોવાના કારણે આજે પણ લોકો તેને ફોલો કરે છે. પરંતુ હવે સ્ટીલના સિક્કાઓનું ચલણ છે. સ્ટીના સિક્કાઓ અને પાણીને લઈને કોઈ વિજ્ઞાન નથી. પરંતુ પૌરાણિક પ્રથાઓને પગલે હજુ પણ તેનું અનુકરણ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે